રંગરસિયાનું રસપ્રદ Shocking : રુદ્રની બાહોમાં દમ તોડશે પારો, થશે માયરાની એન્ટ્રી...
મુંબઈ, 1 ઑગસ્ટ : કલર્સ પર પ્રસારિત થતા ટેલીવિઝન શો રંગરસિયામાં હવે ઉથલ-પાથલ મચવાની છે. સીરિયલની પારો (સનાયા ઈરાની) પર શાંતનુ (વિશાલ કરવલ) ઍટેક કરશે અને પારો રુદ્ર (આશિષ શર્મા)ની બાહોમાં દમ તોડશે. આ સાથે જ સીરિયલ સાત વર્ષનું જમ્પ પણ કરશે.
રુદ્ર અને પારો આ સીરિયલની હૉટ ફૅવરિય જોડી છે, પરંતુ હવે આ જોડી તુટવા જઈ રહી છે. પારોના મોત બાદ રુદ્ર ભાંગી પડશે. તે પોતાના નાનકડા દીકરા ધ્રુવની સારસંભાળ એકલા હાથે કરવાનો નિર્ણય કરશે. પછી શો 7 વર્ષ જમ્પ કરશે. રુદ્ર સતત પારોની યાદમાં એકલો જીવન પસાર કરશે. તે માને છે કે પારો હજી તેના હૃદયમાં જીવે છે.
શો સાત વર્ષનો જમ્પ લગાવ્યા બાદ સનાયા ઈરાનીની પુનઃ એન્ટ્રી થશે કે જેમણે અત્યાર સુધી બ્યુટીફુલ ટ્રેડિશનલ મહિલા પારોનો રોલ કર્યો છે. સનાયા આ શોમાં નવા મૉડર્ન અવતારમાં એન્ટર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સનાયા આ શોમાં એક યંગ લૅડી તરીકે આવશે કે જે ચીનની છે. આ ચીની યુવતીને સિક્યુરિટીની જરૂર છે અને રુદ્ર તેના બૉડીગાર્ડ તરીકે નિમણુક પામશે.
રંગરસિયાના આગામી એપિસોડમાં સનાયા ઈરાની માયરા તરીકે એન્ટ્રી કરશે. રુદ્રનુ જીવન પારો વગર અત્યાર સુધી ઉદાસીનતાભર્યુ જ છે અને કહે છે કે માયરા રુદ્રના જીવનમાં આનંદ લઈ પ્રવેશ કરશે, પરંતુ રુદ્ર-માયરાના મિલન પહેલા જ સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે માયરા એકદમ પારો જેવી જ દેખાય છે.
ચાલો, આપને બતાવીએ રંગરસિયાના આગામી એપિસોડની ઝલક :

રુદ્ર મોડો પડે છે
રુદ્ર ઘરે આવવામાં મોડો પડે છે કે જ્યાં સુધી શાંતનુ પોતાનું કામ કરી ચુક્યો હોય છે.

રુદ્ર શૂટ્સ
રુદ્ર શાંતનુને શૂટ કરે છે.

શાંતનુનું મોત
શાંતનુનું મોત થઈ જાય છે.

રક્તરંજિત પારો
રુદ્ર પારોને રક્તરંજિત અવસ્થામાં પામે છે.

રુદ્રની માફી
રુદ્ર મોડો પડવા બદલ પારોની માફી માંગે છે.

પારોનું મોત
પારો રુદ્રની બાહોમાં દમ તોડે છે. તે રુદ્રને ખુશાલીભર્યુ જીવન જીવવાનું કહે છે.

અંતિમ સંસ્કાર
રુદ્ર પારોનું અંતિમ સંસ્કાર કરે છે.

દુઃખી રુદ્ર
દુઃખી રુદ્ર પારોની ચિતા સામે વાયદો કરે છે કે તે ધ્રુવની સંભાળ રાખશે અને શ્મશાનથી વિદાય લે છે.

ભાંગી પડ્યો રુદ્ર
રુદ્ર ભાંગી પડે છે. તે પારોનું રક્ષણ ન કરી શકવા બદલ પોતાની જાતમાં ગિલ્ટી ફીલ કરે છે.

રડતો રુદ્ર
પારોની યાદમાં રડતો રુદ્ર.

ધ્રુવની સંભાળ
રુદ્ર ધ્રુવની સંભાળ પોતે લેવાનો નિર્ણય કરે છે.

7 વર્ષ બાદ
સાત વર્ષ પછી હવે ધ્રુવ મોટો થઈ ગયો છે.

બ્રેકફાસ્ટ બનાવતો ધ્રુવ
ધ્રુવ બ્રેકફાસ્ટ બનાવી રહ્યો છે.

જન્મ દિવસ
રુદ્ર ધ્રુવ સામે નાટક કરે છે કે તે તેનો જન્મ દિવસ ભૂલી ગયો છે.

રુદ્રનું સરપ્રાઇઝ
રુદ્ર ધ્રુવને ગિફ્ટ આપી સરપ્રાઇઝ આપે છે કે તે તેનો જન્મ દિવસ ભૂલ્યો નહોતો.

માયરાની એન્ટ્રી
પારોના મોત બાદ રંગરસિયામાં હવે માયરા તરીકે પુનઃ એક વાર સનાયા ઈરાનીની એન્ટ્રી થશે.

ઇશિતા સાથે એકાંત માણશે રમન, જોવા માટે લિંક પર ક્લિક કરો
યે હૈં મોહબ્બતેં : રસાકસીભરી મૅચ વચ્ચે ‘કણસતી' ઇશિતાને Romance કરશે રમન...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
