જાણો કેમ છવાઈ છે બોલ્ડ મૉડલ ગણાતી રામાનંદ સાગરની પરપૌત્રી સાક્ષી
કોરોના સંકટ વચ્ચે કલર્સનો લોકપ્રિય શો બિગ બૉસ ફરીથી સમાચારોમાં છે. જાણો કારણ..
કોરોના સંકટ વચ્ચે કલર્સનો લોકપ્રિય શો બિગ બૉસ ફરીથી સમાચારોમાં છે. માહિતી અનુસાર આ વખતે શોનો હિસ્સો રામાયણ જેવી ઐતિહાસિક સીરિયલ બનાવનાર જાણીતા નિર્દેશક-નિર્માતા રામાનંદ સાગરની પરપૌત્રી સાક્ષી ચોપડા બનવા જઈ રહી છે. આના કારણે વ્યવસાયે મૉડલ પરંતુ પોતાના ઉત્તેજક ફોટા માટે ઘણીવાર સમાચારોમાં રહેતી સાક્ષી અત્યારે સોશિયલ મીડિયા પર હૉટ ટૉપિક બની ગઈ છે.

મીનાક્ષી સાગરની દીકરી છે સાક્ષી સાગર
તમને જણાવી દઈએ કે 23 સપ્ટેમ્બર 1997માં જન્મેલી સાક્ષી એક સિંગર પણ છે, તેની મા મીનાક્ષી સાગર પણ એક નિર્માતા છે. મીનાક્ષી સાગર, રામાનંદ સાગરની પૌત્રી હતી જેમન લગન અજય રાય મધાન સાથે થયા હતા. જેઓ એક જ્યોતિષી હતા પરંતુ આ લગ્ન તૂટી ગયા અને બંનેના ડિવોર્સ થઈ ગયા. ત્યારબાદ મીનાક્ષી પોતાના પિતાના ઘરે આવી ગઈ અને આના કારણે સાક્ષી પોતાની માની સરનેમ સાગરનો ઉપયોગ કરે છે, તેનુ આખુ નામ સાક્ષી સાગર ચોપડા છે.

બોલ્ડ ફોટા માટે રહે છે ચર્ચામાં
સોશિયલ મીડિયા પર ખાસી સક્રિય સાક્ષી પોતાના બોલ્ડ ફોટા માટે હંમેશા ચર્ચામાં રહે છે. બિગ બૉસમાં એન્ટ્રી વિશે હાલમાં તેની કે પરિવારના કોઈ વ્યક્તિનુ નિવેદન સામે આવ્યુ નથી પરંતુ સાક્ષી લોકો વચ્ચે જબરદસ્ત રીતે ચર્ચામાં છવાયેલી છે. તમને એ પણ જણાવી દઈએ કે સાક્ષી સાગરે 10 વર્ષની ઉંમરથી જ ટ્રિનિટી કૉલેજ લંડનથી વેસ્ટર્ન સંગીતની ટ્રેનિંગ લીધી છે. સાક્ષી મુંબઈમાં સ્ટેજ શો પણ કરે છે, તે 'ફીલિંગ ગુડ' નામના યુટ્યુબ વીડિયોમાં કામ કરી ચૂકી છે.

'લોકડઉન લાવ્યુ નૉર્મલ લાઈફમાં સ્પીડબ્રેકર'
તમને જણાવી દઈએ કે બિગ બૉસ 14નો પહેલો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે જેમાં સલમાન ખાનનો અલગ અંદાજ જોવા મળ્યો છે. પ્રોમો ઘણો રસપ્રદ અને અલગ છે. પ્રોમોમાં સલમાન ખાન ખેતી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સલમાન ખાન કહી રહ્યા છે કે, 'લૉકડાઉન લાવ્યુ નૉર્મલ લાઈફમાં સ્પીડબ્રેકર, માટે ઉગાડી રહ્યો છુ ચોખા અને ચલાવી રહ્યો છુ ટ્રેક્ટર, પરંતુ હવે સીન પલટશે.'












Click it and Unblock the Notifications
