Bigg Boss 8 : દીપશિખાએ ઝેર ઓક્યું, ‘પુનીત જેવો દોગલો માણસ કોઈ નથી...’
મુંબઈ, 14 ઑક્ટોબર : કલર્સનો સૌથી લોકપ્રિય રિયલિટી શો બિગ બૉસ 8 હવે પૂરા શબાબ પર છે. લોકોનું આ શોમાંથી ઇન-આઉટ થવાનું ચાલુ છે. આ ક્રમે આ વખતે નંબર લાગ્યો ટેલીવિઝન અને ફિલ્મોનું જાણીતુ નામ દીપશિખા નાગપાલનો. કોઈને અંદાજો નહોતો કે દીપશિખા નાગપાલ આટલી જલ્દી આ શોમાંથી આઉટ થઈ જશે.
દીપશિખાએ પ્રજાના આ નિર્ણય પર પોતે જ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું - મેં સપનામાંય નહોતું વિચાર્યું કે હું બિગ બૉસ 8માંથી આટલી જલ્દી બહાર થઈ જઇશ, પણ મને સાથી સ્પર્ધક પુનીત ઇસ્સારના વ્યવહારથી આશ્ચર્ય છે. હું ત્યાં 20 દિવસ રહી અને ખૂબ એન્જૉય કર્યું. આ સતત ચાલતીપાર્ટી જેવુ હતું. મેં પીઠ પાછળ વાર કરનાર ત્રણ લોકો સિવાય સૌની સાથે મૈત્રી કરી. પીઠ પાછળ ખંજર ભોંકનારાઓમાં પુનીત ઇસ્સાર, પ્રણીત ભટ્ટ અને પ્રીતમ સિંહનો સમાવેશ થાય છે.
સલમાન ખાનના બિગ ફૅન દીપશિખાને લોકો કોયલા જેવી ફિલ્મોમાં આયટમ સૉંગ કરવા માટે યાદ કરે છે. દીપશિખાએ બિગ બૉસ 8 વિશે બીજુ પણ ઘણુ બધુ કહ્યું.
ચાલો સ્લાઇડરમાં જાણીએ દીપશિખાના દિલની વાતો :

હેરાન-પરેશાન દીપશિખા
દીપશિખાએ પ્રજાના નિર્ણય સામે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું - મેં સપનામાય નહોતુ વિચાર્યું કે હું બિગ બૉસ 8માંથી આટલી જલ્દી આઉટ થઈ જઇશ.

પુનીતથી નારાજ
સોન પરી તથા હોંગે જુદા ના હમ જેવી ટેલીવિઝન સીરિયલોમાં અભિનય કરી ચુકેલા દીપશિખા પુનીત ઇસ્સાર સામે નારાજ છે. તેમણે પુનીત, પ્રણીત ભટ્ટ તથા પ્રીતમ સિંહને પીઠ પાછળ ખંજર ભોંકનારા ગણાવ્યાં.

દોગલા છે પુનીત
ડાન્સ રિયલિટી શો નચ બલિયેની સ્પર્ધક દીપશિખાએ કહ્યું - તેઓ અવિશ્વસનીય રીતે દોગલા છે. અમે જ્યારે એક સીક્રેટ સોસાયટીનો ભાગ હતાં અને એક રૂમમાં બંધ હતાં, ત્યારે મેં તેમની એક માતાની જેમ સંભાળ લીધી. તેઓ બહુ બીમાર થઈ ગયા હતાં, કારણ કે તેમને બંદ જગ્યાએ ગભરામણ થાય છે. તેમણે મારી સારસંભાળ તથા ફિકર કરવા અંગે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

પુનીત મોટા ખેલાડી
દીપશિખા બોલ્યાં - પરંતુ તેઓ જ્યારે બિગ બૉસના ઘરમાં ગયાં, તો તેમનો વ્યવહાર બદલાઈ ગયો. આરંભે મેં વિચાર્યું કે તેમને ખબર નથી કે બીજા સ્પર્ધકો સાથે તાલમેલ કેમ બેસાડાય. મને હવે અહેસાસ થાય છે કે તેઓ કેટલા મોટા ખેલાડી છે.

સલમાન સાથે રહેવાની તક
દીપશિખાએ કહ્યું - મેં તેમને કહ્યું કે શો ખતમ થયા બાદ આપણે સૌ ફાર્મ હાઉસમાં મળી એક પાર્ટી કરીશું. બિગ બૉસમાં આ 20 દિવસોમાં માણસના વ્યવહાર અંગે ઘણુ બધુ જાણ્યું છે. આ ઉપરાંત મને સલમાન સાથે રહેવાની તક મળી. હું ઘરમાં રેખાજી અને હૃતિક રોશનને પણ મળી. બીજું શું જોઇએ?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
