કૃતિકા-નિકિતિનની શાનદાર સંગીત સેરેમની : ગૌહર-કુશાલ બન્યા દીવાના...
મુંબઈ, 3 સપ્ટેમ્બર : ખતરોં કે ખિલાડી 5ના ફાઇનલિસ્ટ અને ચેન્નઈ એક્સપ્રેસમાં થંગબલીનો રોલ કરી જાણીતા બનેલા નિકિતિન ધીર અને ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગર ફાઇનલી પતિ-પત્ની બનવા જઈ રહ્યા છે. લગ્નનું સમારંભ શરૂ થઈ ચુક્યુ છે અને આજે રાત્રે બંને પરણી જશે. દરમિયાન ગઈકાલે મુંબઈ ખાતે શાનદાર સંગીત સેરેમની યોજાઈ ગઈ.
નિકિતિન ધીર શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં થંગબલીનો રોલ કર્યા બાદ લાઇમલાઇટમાં આવ્યા હતાં, તો સુંદર ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગર ઝાંસી કી રાની તથા પુનર્વિવાહ જેવા શો માટે જાણીતા છે. નિકિતિન-કૃતિકાના આ લગ્ન ઍરેંજ-સહ-લવ મૅરેજ હશે.
કૃતિકા સેંગરે થોડાક દિવસ અગાઉ એક લીડિંગ વેબસાઇટ સાથે વાતચીતમાં જણાવ્યું - આ એક ઍરેંજ્ડ-કમ-લવ મૅરેજ છે. હું નિકિતિનના પિતા પંકજ ધીરની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ માય ફાધર ગૉડ ફાધર માટે શૂટિંગ કરતી હતી. નિકિતિનના પિતાએ તે જ વખતે નિકિતિનના માંગા માટે મારા વાલીઓ સાથે વાત કરી. તે પછી હું અને નિકિતિન મળ્યાં. હું પંકજ અંકલ અને નિકિતિન સાથે સાચે બંધાઈ ગઈ અને અમે બંને પણ એક-બીજાને પસંદ કરવા લાગ્યાં.
કૃતિકા પોતાના જીવનમાં નિકિતિનને આશીર્વાદ તરીકે જુએ છે. તેમણે જણાવ્યું - નિકિતિન ઇઝ ઍ પ્યોર સાઉલ. તેમની અંદરની પારદર્શિતા ખૂબ જ વિઝિબલ છે. હું નિકિતિનના પરિવાર જેવો જ પરિવાર ઇચ્છતી હતી અને હું તેને આશીર્વાદ માનુ છું. હું ખૂબ ઉત્સાહિત છું. પુનર્વિવાહ કે બાદ અબ સચ મેં મેરા પહલા વિવાહ હોગા.
ચાલો બતાવીએ નિકિતિન-કૃતિકાની સંગીત સેરેમનીની તસવીરી ઝલક :

બૉય ગૅંગ સાથે નિકિતિન
સંગીત સેરેમનીમાં વરરાજા નિકિતિન ધીર ખતરોં કે ખિલાડી 5ના મિત્રો સાથે.

કરણવીર-સલમાન
કરણવીર બોહરા, સલમાન યુસુફ ખાન અને મિત્રો સાથે નિકિતિન.

મિત્રો
ખતરોં કે ખિલાડીના મિત્રો ગૌહર ખાન, સલમાન, રજનીશ દુગ્ગલ, મુગ્ધા ગોડસે, કરણવીર અને અન્ય મિત્રો.

ધ ગૅંગ
સંગીત સેરેમનીમાં તીજય સંધુ, ગુરમીત ચૌધરી, દેબિના બૅનર્જી, કુશાલ ટંડન, રજનીશ તથા ગૌહર.

કુશાલ-ગૌહર
પોઝ આપતાં લવ-બર્ડ્સ કુશાલ-ગૌહર.

રજનીશ-સલમાન
મિત્રો સાથે રજનીશ દુગ્ગલ તથા સલમાન યુસુફ ખાન.

પ્રી-વેડિંગ બૅશ
પ્રી-વેડિંગ પાર્ટીમાં પારિવારિક સભ્યો અને મિત્રો સાથે કૃતિકા સેંગર.

નિકિતિન-કૃતિકા
પ્રી-વેડિંગ બૅશમાં મિત્રો સાથે નિકિતિન અને કૃતિકા.

કેકેકે ગૅંગ
ખતરોં કે ખિલાડીની ગૅંગ સેલ્ફી મૂડમાં.

કેકેકે કપલ
ખતરોં કે ખિલાડીના કપલ-સ્પર્ધકો.

નિકિતિન-કૃતિકા
ગૌહર ખાનની બર્થ ડે પાર્ટીમાં નિકિતિન-કૃતિકા.

ક્લોઝ ફ્રેંડ્સ
ખતરોં કે ખિલાડીના સ્પર્ધકો શો સમાપ્ત થયા બાદ પણ ક્લોઝ ફ્રેંડ્સ બની રહ્યાં.

આજે થશે લગ્ન
કૃતિકા અને નિકિતિનના લગ્ન આજે 3જી સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે યોજાશે.

આ પણ વાંચો
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
