કોરોના લૉકડાઉનઃ દૂરદર્શન પર ફરીથી પ્રસારિત થશે રામાયણ-મહાભારત
હવે ના તો કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને ના ટીવી શોનુ શૂટિંગ થઈ રહ્યુ છે. એવામાં દૂરદર્શને પણ મોટો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસનો કહેર દુનિભારમાં વધતો જઈ રહ્યો છે, હિંદુસ્તાનમાં આની સામે લડવા માટે 21 દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. લૉકડાઉનના કારણે સામાન્ય લોકોને જરૂરી સામાનની મુશ્કેલી થઈ રહી છે. જો કે સરકાર તરફથી સતત મદદ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારના આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના 649 કેસ આવી ચૂક્યા છે જેમાંથી 42 લોકો ઠીક થઈ ગયા છે અને સૌથી વધુ આ વાયરસથી મહારાષ્ટ્ર ગ્રસિત છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા 125 પહોંચી ગઈ છે.

દૂરદર્શન ફરીથી પ્રસારિત કરશે રામાયણ-મહાભારત
લૉકડાઉનના કારણે લોકો ઘરમાં રહીને અલગ અલગ રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે, મનોરંજન ઈન્ડસ્ટ્રી પર કોરોના વાયરસની અસર થઈ રહી છે અને હવે ના તો કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને ના ટીવી શોનુ શૂટિંગ થઈ રહ્યુ છે. એવામાં દૂરદર્શને પણ મોટો નિર્ણય લીધો છે. તે એક સમયના ખૂબ જ લોકપ્રિય ટીવી શો રામાયણ અને મહાભારતનુ રિપીટ ટેલીકાસ્ટ કરશે.
|
પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કર્યુ આ ટ્વીટ
પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ટ્વિટર પર એક યુઝરના સવાલનો જવાબ આપતા આ સમાચાર જારી કર્યા છે અને જણાવ્યુ કે આ શો કયા સમયે પ્રસારિત રવામાં આવશે તેનો ટાઈમ સ્લૉટ જલ્દી બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ રામાયણની સ્ટાર કાસ્ટ ધ કપિલ શર્મા શો પર આવી હતી જેમાં રામ લક્ષ્મણ અને સીતા પૂરા 33 વર્ષ બાદ કોઈ મંચ પર સાથે દેખાયા હતા. આ દરમિયાન તેમણે આ ઐતિહાસિક શો વિશે ઘણી બધી ન સાંભળેલી વાતો જણાવી.

રામાયણ(જાન્યુઆરી 1987થી જુલાઈ 1988)
ઉલ્લેખનીય છે કે રામાયણનુ પ્રસારણ જાન્યુઆરી 1987થી જુલાઈ 1988 સુધી થયુ હતુ. એ વખતે આ સીરિયલ સુપરહિટ રહી હતી. સીરિયલનુ પ્રસારણ રવિવારની સવારે થતુ હતુ. જ્યારે આ સીરિયલ પ્રસારિત થતી હતી ત્યારે બધા સીરિયલ જોવામાં એટલા વ્યસ્ત થઈ જતા હતા કે રસ્તા પર સન્નાટો પ્રસરી જતો હતો.

બીઆર ચોપડાની મહાન કૃતિમાંની એક મહાભારત
વળી, મહાભારત શો, બીઆર ચોપડાની મહાન કૃતિમાંની એક છે, આ વિશ્વના સર્વાધિક જોવાયેલ સીરિયલોમાંની એક હતી. 94 એપિસોડની આ સીરિયલનુ પ્રથમ પ્રસારણ 1988થઈ 1990 સુધી દૂરદર્શનના રાષ્ટ્રીય ચેનલ પર થયુ હતુ, બ્રિટનમાં આ સીરિયલનુ પ્રથમ પ્રસારણ બીબીસી દ્વારા કરવામાં આવ્યુ હતુ જ્યાં તેના દર્શકોની સંખ્યા 50 લાખ સુધી પહોંચી ગઈ હતી જે બપોરના સમયે પ્રસારિત કરાતી કોઈ પણ સીરિયલ માટે બહુ મોટી વાત હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
