બિગ બૉસમાં હવે બચી છે માત્ર ગાંડાઓની ફોજ !
મુંબઈ, 18 ડિસેમ્બર : ટેલીવિઝન ચૅનલ કલર્સના સૌથી ચર્ચિત શો બિગ બૉસના ઘરમાં હવે માત્ર ગાંડાઓની ફોજ બચી છે. અરે રે... ગાંડાઓ? આપ વિચારતાં હશો કે અમે કોઇક સેલિબ્રિટીને ગાંડા કઈ રીતે કહી શકીએ? તો સૌપ્રથમ આપને જણાવી દઇએ કે અમે કોઈ પણ સેલિબ્રિટી ઉપર અંગત પ્રહાર નથી કરી રહ્યાં. અમે તો એ જ બતાવી રહ્યાં છીએ કે જે બિગ બૉસમાં બતાવાઈ રહ્યું છે.
આપણે એક-એક કરી ચર્ચા કરીએ, તો આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે ઇમામ સિદ્દીકીનું. ઇમામ સાહેબ સવારે ઉઠતાં જ એક જ રટણ કરતાં રહે છે - હમણાં તારી ક્લાસ લઉ છું. આખી દુનિયા સામે જ્યારે તારી ક્લાસ લઇશ, ત્યારે સમજાશે. જ્યારે નેશનલ ટેલીવિઝનમાં દુનિયાની સામે તારી ક્લાશ લઇશ ને, ત્યારે તને સમજાશે...
ઇમામ આ શબ્દો માત્ર નિકેતન માટે નહીં, પણ તેવી દરેક વ્યક્તિ માટે વાપરે છે કે જે તેમને છંછેડે છે. લોકોનું મનોરંજન કરવા ઇમામને શોમાં બીજી વાર લાવવામાં આવ્યાં, પરંતુ હવે તેઓ મનોરંજન ઓછું અને માથાનો દુઃખાવો વધુ બનતા જાય છે.
સોમવારના એપિસોડમાં તો કંઇ પણ મનોરંજક દેખાયું નહીં. બિગ બૉસે ચોર-પોલીસ અને સામાન્ય વ્યક્તિની ગેમ રાખી. તેમાં રુપિયા ચોરવાની અને જેલમાં બંધ કરવાની ગેમ હતી. આ ગેમમાં રાજીવ પોતાને ચુલબુલ પાન્ડેથી ઓછા નહોતા સમજતાં, તો સના તો ચુલબુલ જ બની ગયાં. આ રમત જોયા બાદ સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે મૅચ પૂરી રીતે ફિક્સ છે. ઇમામે વૉશબેસિન નીચે જે સ્થાને પૈસા છુપાવ્યાં, ત્યા સના સરળતાથી ગયાં અને પૈસા કાઢી લીધાં. સનાની બૉડી લૅંગ્વેજથી સ્પષ્ટ દેખાતું હતું કે બિગ બૉસની ટીમે તેમને બતાવી રાખ્યું છે કે પૈસા ક્યાં મુક્યાં છે.
આ લિસ્ટમાં એક નામ તો ભુલી જ ન શકાય. તે છે સપના. જ્યારે હસવાનો વારો આવે છે, તો તેમની ઉછળી-ઉછળીને હસવાની રીત કોઈ ગાંડા કરતાં ઓછી નથી હોતી. શરુઆતમાં તો તેમની આ હસીમાં મનોરંજન દેખાતુ હતું, પરંતુ હવે કંટાળો આવે છે અને ગુસ્સો પણ. ખેર સરવાળે જોઇએ તો બિગ બૉસના અંતિમ તબક્કે રોમાંચ વધવાના સ્થાને કંટાળો વધી રહ્યો છે. હવે જોઇએ કે આ કંટાળો ક્યાં સુધી રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
