‘ઝાંસી કી રાની’ કૃતિકા સાથે પરણશે ‘થંગબલી’ નિકિતિન : જુઓ લગ્ન પૂર્વેની પાર્ટી
મુંબઈ, 25 ઑગસ્ટ : ખતરોં કે ખિલાડી 5ના ફાઇનલિસ્ટ નિકિતિન ધીર અને ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગરે તાજેતરમાં જ લગ્ન પૂર્વેની એક પાર્ટીનું આયોજન કર્યુ કે જેમાં પરિવારજનો અને મિત્રો હાજર હતાં. આ યુગલ ટુંકમાં જ લગ્ન કરવાનું છે. કહે છે કે નિકિતિન-કૃતિકા 3જી સપ્ટેમ્બરે મુંબઈ ખાતે પરણી જશે.
નિકિતિન ધીર શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં થંગબલીનો રોલ કર્યા બાદ લાઇમલાઇટમાં આવ્યા હતાં, તો સુંદર ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગર ઝાંસી કી રાની તથા પુનર્વિવાહ જેવા શો માટે જાણીતા છે. નિકિતિન-કૃતિકાના આ લગ્ન ઍરેંજ-સહ-લવ મૅરેજ હશે.
કૃતિકા સેંગરે એક લીડિંગ વેબસાઇટ સાથે વાતચીતમાં જણાવ્યું - આ એક ઍરેંજ્ડ-કમ-લવ મૅરેજ છે. હું નિકિતિનના પિતા પંકજ ધીરની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ માય ફાધર ગૉડ ફાધર માટે શૂટિંગ કરતી હતી. નિકિતિનના પિતાએ તે જ વખતે નિકિતિનના માંગા માટે મારા વાલીઓ સાથે વાત કરી. તે પછી હું અને નિકિતિન મળ્યાં. હું પંકજ અંકલ અને નિકિતિન સાથે સાચે બંધાઈ ગઈ અને અમે બંને પણ એક-બીજાને પસંદ કરવા લાગ્યાં. અત્યાર સુધી લગ્નની તારીખ નક્કી નથી થઈ, પણ જો બધુ સમસુથરૂ પાર પડે, તો 3જી સપ્ટેમ્બર, 2014ના રોજ અમે પરણી જઇશું.
કૃતિકા પોતાના જીવનમાં નિકિતિનને આશીર્વાદ તરીકે જુએ છે. તેમણે જણાવ્યું - નિકિતિન ઇઝ ઍ પ્યોર સાઉલ. તેમની અંદરની પારદર્શિતા ખૂબ જ વિઝિબલ છે. હું નિકિતિનના પરિવાર જેવો જ પરિવાર ઇચ્છતી હતી અને હું તેને આશીર્વાદ માનુ છું. હું ખૂબ ઉત્સાહિત છું. પુનર્વિવાહ કે બાદ અબ સચ મેં મેરા પહલા વિવાહ હોગા.

લગ્ન પૂર્વેની પાર્ટી
નિકિતિન ધીર અને કૃતિકા સેંગરના લગ્ન પહેલાની એક પાર્ટી યોજાઈ કે જેમાં ખતરોં કે ખિલાડીના સ્પર્ધકોએ પણ હાજરી આપી હતી.

કૃતિકાના મિત્રો
કૃતિકા સેંગર પોતાના પરિવારજનો અને મિત્રો સાથે.

નિકિતિન-કૃતિકા
મિત્રો સાથે પોઝ આપતાં નિકિતિન-કૃતિકા.

અભિનેત્રી મિત્રો સાથે
કૃતિકા સેંગર પોતાની અભિનેત્રી મિત્રો સાથે.

કરણવીર, ગુરમીત, તીજય અને દેબિના
ખતરોં કે ખિલાડીઓ કરણવીર બોહરા, દેબિના બૅનર્જી, ગુરમીત ચૌધરી તથા તીજય સંધુ પણ પહોંચ્યા હતાં આ પાર્ટીમાં.

બૉય ગૅંગ સાથે
નિકિતિન બૉય ગૅંગ સાથે પોઝ આપતાં જણાય છે.

નિકિતિન-કૃતિકા
નિકિતિન અને કૃતિકાના લગ્ન ઍરેંજ્ડ-કમ-લવ મૅરેજ છે.

3જી સપ્ટેમ્બર
નિકિતિન અને કૃતિકાના લગ્ન 3જી સપ્ટેમ્બરે થવાની શક્યતા છે.

ખતરોં કે ખિલાડી 5
ખતરોં કે ખિલાડી 5ના સેટ પર નિકિતિનને મળેલા સ્પર્ધકો તેમના ક્લોઝ મિત્રો થઈ ચુક્યા છે કે જેઓ પાર્ટીમાં હાજર રહ્યા હતાં.

સેલ્ફી ટાઇમ
નિકિતિન, કૃતિકા અને અન્યો સાથે સેલ્ફી લેતાં કરણવીર બોહરા.

રજનીશ દુગ્ગલ
ખતરોં કે ખિલાડી 5ના વિજેતા રજનીશ દુગ્ગલે પણ સેલ્ફી લીધી હતી.

નિકિતિન-કૃતિકા
રણવીર શૌરી અને કરણવીર બોહરા સાથે નિકિતિન-કૃતિકા.

થંગબલી
થંગબલી રીયલ લાઇફમાં મીઠા બોલા અને લાગણીશીલ વ્યક્તિ છે અને કૃતિકા કહે છે - હી હૅઝ ઍ પ્યોર સાઉલ.

નો મોર બૅડ બૉય
થંગબલી તરીકે નિકિતિનની બૅડ બૉય ઇમેજ આપણે છોડી દેવી પડશે, કારણ કે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
