બહુ થયું સાસુ-વહુ, હવે આવે છે નણંદ-ભાભી
મુંબઈ, 7 જૂન : નાના પડદા ઉપર સાસુ-વહુ પર આધારિત સીરિયલોની ભરમાર છે. એક બંધ થાય, ત્યાં બીજી ચાર શરૂ થાય છે, પરંતુ હવે સ્ટાર પ્લસ લઈને આવી રહ્યું છે નણંદ-ભાભી પર આધારિત એક તદ્દન નવા કૉન્સેપ્ટ સાથેની સીરિયલ. આ સીરિયલ કંઇક હટકે હશે, કારણ કે કદાચ તેમાં નણંદ-ભાભીના ઝગડા નહીં, પણ બંને વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવશે.
સ્ટાર પ્લસ ચૅનલ ઉપર ટુંકમાં જ આ સીરિયલ શરૂ થનાર છે કે જેનું ટાઇટલ એક નનદ કી ખુશિયોં કી ચાબી મેરી ભાભી રાખવામાં આવ્યું છે. આ સીરિયલ નણંદ અને ભાભીના સંબંધો ઉપર આધારિત હશે.
ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સહિત અનેક એવી જ સીરિયલો ટેલીકાસ્ટ કરી ચુકેલા સ્ટાર પ્લસ ઉપર આ નવા કૉન્સેપ્ટ સાથે આવનાર સીરિયલમાં કંવલજીત સિંહ, સુપ્રિયા પિલગાંવકર જેવા જાણીતા કલાકારો ઉપરાંત વિપુલ ગુપ્તા, કાંચી કૌલ, રોહિત સાગર, શ્વેતા ગૌતમ, ઈશા કંસારા પણ હશે.
મળતી માહિતી મુજબ એક નનદ કી ખુશિયોં કી ચાબી મેરી ભાભી એટલે કે ઈએનકેકેકેએમબી સીરિયલ સ્ટાર પ્લસ ઉપર હાલ ચાલતી એક હજારોં મેં મેરી બહના હૈ સીરિયલનું સ્થાન લેશે કે જે બે બહેનોના સંબંધોની વાર્તા હતી. આ નવી સીરિયલ આ મહીને જ શરૂ થવાની શક્યતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
