કપિલ અને સુનીલની ગુત્થી કોણ ઉકેલી શકશે?
સુનીલે કપિલનો એક પણ ફોન ન ઉપાડતાં કપિલે નવજોત સિંહ સિદ્ધૂની મદદ લીધી છે.
લોકપ્રિય સ્ટેન્ડ-એપ કોમેડિયન કપિલ શર્મા છેલ્લા 2-3 દિવસથી વિવાદોમાં ઘેરયેલા છે. હજુ શનિવારે જ કપિલે પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની અંગે ઓફિશિયલી જાહેરાત કરી હતી, ફેન્સ આ ખુશખબર પચાવે એ પહેલાં જ અન્ય એક વિવાદિત ખબર સામે આવી હતી. ઑસ્ટ્રેલિયામાં શો કરીને પરત ફરી રહેલા કપિલ શર્માએ ફ્લાઇટમાં સુનીલ ગ્રોવર પર હાથ ઉપાડ્યો હોવાની ખબર આવી હતી.
આ પહેલીવાર નથી જ્યારે આ બંન્ને વચ્ચે અણબનાવ થયો હોવાની ખબર આવી હોય, પરંતુ આ વખતની લડાઇએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સુનીલ ગ્રોવર કપિલના વ્યવહારથી એટલા ગુસ્સે છે કે તેમણે શોના આગલા એપિસોડનું શૂટિંગ છોડી દીધું છે, કપિલના અનેક પ્રયોસો છતાં તે માનવા તૈયાર નથી. કપિલે આ મામલે નવજોત સિંહ સિદ્ધૂ ની પણ મદદ લીધી હતી, આમ છતાં ગુત્થી ન ઉકેલાતાં કપિલ એટલા દુઃખી થઇ ગયા હતા કે સેટ પર તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.

કપિલે સુનીલને કહ્યો હતો નોકર
ઉપલબ્ધ જાણકારી અનુસાર, કપિલ શર્મા અને તેમની ઑસ્ટ્રેલિયાથી મુંબઇ પરત ફરી રહ્યાં હતા ત્યારે ફ્લાઇટમાં આ ઘટના બની હતી. કપિલે સુનીલ ગ્રોવર પર હાથ પણ ઉગામ્યો હતો અને અપશબ્દોની તો જાણે વર્ષા કરી હતી. દારૂના નશામાં ધૂત્ત કપિલ શર્મા સુનીલ ગ્રોવર પાસે ગયા તેમનો કૉલર પકડી તેમને કહ્યું, 'તું કોણ છે? તુ મારો નોકર છે, તારો શો ફ્લોપ ગયો, તે ઑસ્ટ્રેલિયામાં પણ જાતે શો કર્યો તે ફ્લોપ ગયો હતો..' તેમણે સુનીલ ગ્રોવર સાથે મારામારી પણ કરી હતી.

શૂટિંગ માટે સુનીલનો ઇનકાર
એ સમયે તો સુનીલે કપિલનો દુર્વ્યવહાર સહન કરી લીધો હતો અને સામે કોઇ જવાબ નહોતો આપ્યો. કપિલના આવા વર્તનને કારણે સુનીલે કપિલ શર્મા શોના આગામી એપિસોડના શૂટિંગ માટે ઇનકાર કરી દીધો છે. કપિલના સુનીલને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યાં છે. ટીમના અન્ય સભ્યો પણ કપિલથી નારાજ છે, કારણ કે કપિલે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યાં બાદ તેમણે પોતાની ટીમના સભ્યોને 'ટીવી વાળા' કહીને સંબોધવાનું શરૂ કર્યું છે.

ચંદુ ચાવાળાની પણ એક્ઝિટ?
માત્ર સુનીલ ગ્રોવર જ નહીં, પરંતુ કપિલે ચંદન પ્રભાકર સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. ચંદન પ્રભાકર કપિલ શર્માના શોમાં ચંદુ ચા વાળાનો રોલ પ્લે કરે છે. તેઓ કપિલના નાનપણના મિત્ર છે. કપિલે તેમની સાથે પણ ઝગડો કરી ગાળાગાળી કરી હતી. સૂત્રો અનુસાર, કપિલ અનેક વાર તેમની સાથે ગેર-વર્તણૂક કરે છે, પરંતુ મિત્રતાને ખાતર ચંદન મોટેભાગે ચૂપ રહે છે. પરંતુ આ વખતે તેઓ પણ વધુ અપમાન સહન કરવાના મૂડમાં નથી. કહેવાઇ રહ્યું છે કે, હવે સુનીલની સાથે ચંદને પણ શૂટિંગ કરવાની ના પાડી દીધી છે.

કપિલની સફાઇ
આ આખી ઘટના બાદ કપિલે મીડિયા સાથ વાત કરતી વખતે આ અંગે સફાઇ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે આ અંગે કહ્યું હતું કે, મને બરાબર યાદ નથી, આમ તો અમારી દરેક ફ્લાઇટમાં લડાઇ થાય છે. આ અમારી હેલ્ધી ફાઇટ છે, We fight for work, we fight for good work.' કપિલે આ અંગે પોતાના ઓફિશિયલ ફેસબૂક એકાઉન્ટ પર પણ પોસ્ટ લખી હતી, જેમાં તેમણે પોતાના અને સુનીલના ઝગડાને ફેમિલી મેટર ગણાવ્યો હતો. સાથે જ તેમણે એમ પણ લખ્યું હતું કે, અમે બંન્ને સાથે બેસી આનો ઉકેલ કાઢી શકીએ છીએ, માટે લોકોએ આ ઝગડાની વધારે મજા લેવાની જરૂર નથી.

આખરે ટ્વીટર પર માંગી માફી
પરંતુ સોમવારની રાત સુધી જ્યારે આ મામલો ન સંકેલાયો ત્યારે આખરે કપિલે ટ્વીટ કરી પોતાની બૂલની માફી માંગી હતી. તેણે ટ્વીટ કરી લખ્યું હતું, સુનીલ પાજી, મેં જો અજાણતા તમને દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરજો. તમે જાણો જ છો કે, હું તમને કેટલો પ્રેમ કરું છું. હું પણ ખૂબ અપસેટ છું.
|
સુનીલે કપિલની માફીને કરી દરકિનાર
કપિલ શર્માએ ટ્વીટર પર જાહેરમાં માફી માંગ્યા બાદ, સુનીલે પણ ટ્વીટર પર પોતાની વાત મૂકી હતી. કપિલની માફીને દરકિનાર કરતાં તેમણે લખ્યું હતું કે, તમે પોતાને ભગવાન સમજવાની ભૂલ ના કરશો. તમે જેટલો પ્રેમ જાનવરોને કરો છો, એટલો માણસોને પણ કરો તો સારુ રહેશે. તમે પ્રતિભાવાન છે, સફળ છો, પરંતુ તમારે સૌનું સન્માન જાળવવું જોઇએ. તમારો આભાર કે, તમે મને સમજાવી દીધું કે આ તમારો શો છે અને તમે જ્યારે ઇચ્છો ત્યારે કોઇને પણ શોની બાહર ફેંકી શકો છો.

કપિલે ગુત્થી ઉકેલવા માંગી સિદ્ધૂની મદદ
કપિલને કદાચ પોતાની ભૂલ બરાબર સમજાઇ ગઇ છે, આથી તે સુનીલ ગ્રોવરને મનાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યાં છે. સુનીલે કપિલનો એક પણ ફોન ન ઉપાડતાં કપિલે નવજોત સિંહ સિદ્ધૂની મદદ લીધી છે. કપિલના કહેવા પર સિદ્ધૂએ સુનીલ અને ચંદન બંન્ને સાથે વાત કરી હતી, પરંતુ સુનીલે સિદ્ધૂને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે તેઓ આ અંગે કોઇ વાત કરવા નથી માંગતા. એવી પણ વાત છે કે, સુનીલ શોમાં પરત ફરવા માટે હવે વધુ ફીની માંગ કરી રહ્યાં છે. હવે કપિલ શર્માના શોની આ ગુત્થી ક્યારે ઉકેલાશે એ હવે જોવું રહ્યું.

અહીં વાંચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
