બિકીનીમાં ફોટોશૂટ બાદ 17 વર્ષની કિશોરી સાથે અભિનેતાએ કરી છેડતી, થઈ ધરપકડ
ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ક્રાઈમ સમાચારો સામે આવતા રહે છે. હવે આવો જ એક કેસ સામે આવ્યો છે. મરાઠી ટીવી અભિનેતા મંદાર કુલકર્ણીએ 17 વર્ષની કિશોરી સાથે છેડતી કરી છે.
ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ક્રાઈમ સમાચારો સામે આવતા રહે છે. હવે આવો જ એક કેસ સામે આવ્યો છે. મરાઠી ટીવી અભિનેતા મંદાર કુલકર્ણીએ 17 વર્ષની છોકરી સાથે છેડતી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંદારે સગીક કિશોરીને બિકીનીમાં ફોટોશૂટ કરવા માટે મજબૂક કરી. માહિતી અનુસાર પીડિતાનો આરોપ છે કે મંદારે તેને ફોટોશૂટના બહાને પોતાના ઘરે બોલાવી અને પછી તેની સાથે કામની વાત કરી. આ બહાને મંદારે કહ્યુ કે ટીવીના એક શો માટે ફોટોશૂટ કરાવવુ પડશે. વળી, કામ અપાવવાનું વચન પણ આપ્યુ.

બિકીની પહેરવા માટે કહ્યુ
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર મંદાર કુલકર્ણી લગભગ 6 મહિના પહેલા પીડિતાને મળ્યો હતો. બંને વચ્ચે ફોન પર વાત થતી રહેતી હતી. જ્યાં પીડિતા ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે મંદાર સાથે વાત કરતી અને સલાહ લેતી. આવી જ રીતે એક દિવસ મંદારે પીડિતાને કામ આપવાનું વચન આપીને ઓડિશન માટે બોલાવી. આ મુલાકાત બંનેની મંદારના ઘરે થઈ. પીડિતા જ્યારે ઘરે પહોંચી તો અભિનેતાએ ફોટોશૂટ કરાવ્યુ. ત્યારબાદ મંદારે પીડિતાને બિકીની પહેરવા માટે કહ્યુ અને છેડતી કરવાની શરૂ કરી દીધી. હાલમાં પૂણે પોલિસે મંદાર સામે કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. તમને જણાવીએ કે આ બધા ટીવી સ્ટાર પર છેડતીનો આરોપ લાગ્યો છે, જુઓ આખી યાદી...

સલમાન
ડીઆઈડી સિઝન ફર્સ્ટના વિજેતા અને રેમો ડિસૂઝાની સુપરહિટ ફિલ્મ ABCDના સ્ટાર સલમાન ખાન પર યૌન શોષણનો આરોપ ફાઈલ થઈ ચૂક્યો છે. મુંબઈના ઓશિવારા પોલિસ સ્ટેશનમાં તેમની સામે છેડતીનો કેસ ફાઈલ કરાવવામાં આવ્યો છે. આરોપ મુજબ મહિલાએ જણાવ્યુ કે સલમાન અને તેના ભાઈએ યૌન શોષણ કરવાની કોશિશ કરી.

મોહિત મલ્હોત્રા
ટીવી શો ડાયનની અભિનેત્રી ટીના દત્તાએ પોતાના કો-એક્ટર મોહિત મલ્હોત્રા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. કે જે પોલિસ સુધી ન પહોંચ્યો પરંતુ અભિનેત્રીએ પોતે આનો ખુલાસો કર્યો.

અમન વર્મા
ટીવી એક્ટર અને હોસ્ટ અમન વર્મા પર પણ છેડતીનો આરોપ લાગી ચૂક્યો છે. તેના પર એક સ્ટિંગ ઑપરેશન થયુ હતુ. ત્યારબાદ તેમનુ કેરિયર ખતમ થઈ ગયુ હતુ.

પાર્થ સમથાન
ટીવી શો કૈસી યારિયાંથી લોકપ્રિય થયેલા એક્ટર પાર્થ સમથાન સામે 20 વર્ષની એક મૉડલે છેડતીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.

કરણ ઑબેરોય
જસ્સી જેસી કોઈ નહિ ફેમ કરણ ઑબેરોયની રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કરણ પર વર્ષ 2017માં મુંબઈના ઓશિવારામાં એક મહિલા સાથે રેપ કરવાનો આરોપ લાગ્યો છે.

પિયુષ સહદેવ
બેહદ ફેમ પિયુષ સહદેની પણ રેપના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મેડીકલ તપાસમાં એ વાત સામે આવી કે રેપ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે એ યુવતી સાથે છેલ્લા બે મહિનાથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
