મંદિરા ખોલશે સાડી સ્ટોર, રેખાને પહેરાવશે સાડી
મુંબઈ, 19 ઑક્ટોબર : જાણીતા ટેલીવિઝન અભિનેત્રી અને ક્રિકેટ એંકર મંદિરા બેદીને નવા-નવા પ્રયોગો કરવા ગમે છે. આજકાલ તેઓ અનિલ કપૂર સાથે કલર્સના થ્રિલર-એક્શન શોમાં નજરે પડે છે. તેઓ ટુંકમાં જ પોતાનો સાડીઓનો સ્ટોર શરૂ કરવા જઈ રહ્યાં છે કે જ્યાં તેઓ પોતે ડિઝાઇન કરેલી સાડીઓ વેચવા માંગશે.
જોકે મંદિરા બેદી અગાઉ પણ પોતાની ડિઝાઇનર સાડીઓનો જલવો પાથરી ચુક્યા છે કે તેમની પાસે ડિઝાઇનિંગનો પણ હુનર છે. સૌની જેમ મંદિરાની પણ દિલથી ઇચ્છા છે કે તેઓ એક દિવસ સિને અભિનેત્રી રેખા માટે સાડી ડિઝાઇન કરે. રેખા સામાન્યતઃ કાંજીવરમ જેવી ભારે-ભરખમ સાડીઓમાં દેખાય છે. સામાન્ય રીતે રેખાને ગોલ્ડન કલરમાં પણ જોવામાં આવે છે.

મંદિરા બેદીએ ગુરુવારે એક ઈવેંટમાં જણાવ્યું - હું કોના માટે ડિઝાઇન કરવા ઇચ્છીશ? હું રેખા માટે આમ કરવાનું પસંદ કરીશ. સાડીમાં તેમનાથી વધુ બહેતર કોઈ ન દેખાઈ શકે. હું ટુંકમાં જ પોતાનો પરિધાન સ્ટોર ખોલીશ. તેમાં 190 સાડીઓ હશે કે જેને લોકો ખરીદી શકશે. મને લાગે છે હું પહેલાથી ડિઝાઇનર છું. તાજેતરના વર્ષોમાં હું યજમાની દરમિયાન સાડીઓથી જોડાઈ છું. સાડીઓ મારાથી જોડાઈ છે અને મારી અંદર એક સારી સમજણ ઊભી થઈ છે. તેથી મેં પોતાના આ પ્રેમને આગળ ધપાવ્યો છે.
નોંધનીય છે કે ટેલીવિઝન સીરિયલ શાંતિ દ્વારા ઘરે-ઘરે ઓળખ સ્થાપિત કરનાર મંદિરા બેદીએ આદિત્ય ચોપરાની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં એક નાનકડો રોલ કર્યો હતો. પછી તેઓ નાના પડદે પરત ફર્યાં. એકતા કપૂરના હિટ શો ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમાં એક વૅમ રોલમાં નજરે પડનાર મંદિરા બેદી દેશના પ્રથમ મહિલા ક્રિકેટ એંકર બનવાનું બહુમાન ધરાવે છે. તાજેતરમાં માતૃત્વ સુખ પ્રાપ્ત કરનાર મંદિરા ઇન્ડિયન આઇડલ જૂનિયર સાથે નાના પડદે પાછા ફર્યાં છે અને હાલ 24 શોમાં દેખાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
