માધુરી-શિલ્પાના માર્ગે મલ્લિકા, બિનફિલ્મી હસ્તી સાથે કરશે લગ્ન
મુંબઈ, 4 ઑક્ટોબર : પોતાના જીવનમાં નીરસતા તથા એકાકીપણાના પગલે અભિનેત્રી મલ્લિકા શેરાવત ટેલીવિઝન કાર્યક્રમ વડે પોતાનો સાચો પ્રેમ શોધવા માટે આગળ આવ્યાં છે. તેઓ એક બાબતે નિશ્ચિતપણે કહી શકે છે કે તેઓ ફિલ્મ જગતના કોઈ પણ શખ્સ સાથે લગ્ન કરવા નથી માંગતાં.
મલ્લિકાના આ કથનથી સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ માધુરી દીક્ષિત અને શિલ્પા શેટ્ટી જેવી અભિનેત્રીઓના માર્ગે જઈ રહ્યાં છે કે જેમણે બિનફિલ્મી હસ્તીઓ સાથે લગ્ન કર્યાં અને સુખી પણ થયાં. મલ્લિકાએ પોતાના આવનાર શો ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકાના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હું પોતાના માટે મનોરંજન ઉદ્યોગમાંથી કોઈ વ્યક્તિ નથી ઇચ્છતી. તેઓ મને આકર્ષતા નથી. આપ જોઈ શકો છો કે મારૂં જીવન કેટલું તન્હા અને નીરસ છે. તેથી પોતાનો પ્રેમ શોધવા મારે ટેલીવિઝન ઉપર આવવુ પડ્યું. મારી દુનિયામાં ગ્લૅમર, ચમક-દમક તથા ફિલ્મો છે. આ બનાવટી દુનિયા છે. આ વાસ્તવિક સંસાર નથી. હું એક સાચી દુનિયામાં પ્રવેશ કરવા આવી છું કે જ્યાં કંઇક સામાન્ય હોય.
આવો તસવીરો સાથે જાણીએ બિનફિલ્મી હસ્તીઓ સાથે લગ્ન કરનાર અભિનેત્રીઓ વિશે :

ગ્લૅમર મને નથી આકર્ષતું
મલ્લિકાએ પોતાના આવનાર શો ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકાના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હું પોતાના માટે મનોરંજન ઉદ્યોગમાંથી કોઈ વ્યક્તિ નથી ઇચ્છતી. તેઓ મને આકર્ષતા નથી.

બનાવટી દુનિયા છે
મલ્લિકાએ જણાવ્યું - મારી દુનિયામાં ગ્લૅમર, ચમક-દમક તથા ફિલ્મો છે. આ બનાવટી દુનિયા છે. આ વાસ્તવિક સંસાર નથી. હું એક સાચી દુનિયામાં પ્રવેશ કરવા આવી છું કે જ્યાં કંઇક સામાન્ય હોય.

માધુરીના માર્ગે મલ્લિકા
મલ્લિકાના કથનથી લાગે છે કે તેઓ માધુરી-શિલ્પાના માર્ગે ચાલી રહ્યાં છે. માધુરી દીક્ષિતે બિનફિલ્મી હસ્તી ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતાં.

રાજ-શિલ્પા
શિલ્પા શેટ્ટીએ પણ ગ્લૅમરની દુનિયાથી દૂર રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં.

એશા દેઓલ
ધર્મેન્દ્ર-હેમા માલિનીના પુત્રી અને અભિનેત્રી હોવા છતાં એશા દેઓલે બિનફિલ્મી હસ્તી ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યાં.

કરિશ્મા કપૂર
કપૂર ખાનદાનના મોટાભાગના સભ્યો ફિલ્મો સાથે જોડાયેલા રહ્યાં છે. રાજ કપૂરના નિધન બાદ કપૂર ખાનદાનની પ્રથમ દીકરી કરિશ્મા કપૂર ફિલ્મોમાં આવ્યા હતાં, પરંતુ તેમણે પણ બિનફિલ્મી હસ્તી સંજય કપૂર સાથે લગ્ન કર્યાં.

રિંકલ ખન્ના
સુપર સ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના પુત્રી રિંકલ ખન્નાએ પણ બિન ફિલ્મી હસ્તી સાથે લગ્ન કર્યાં.

આયેશા ટાકિયા
અભિનેત્રી આયેશા ટાકિયાએ બિનફિલ્મી હસ્તી અને રાજકારણી અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યાં.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
