Pics : ખતરોં કે ખિલાડી ગૌહર-કુશાલ દક્ષિણ આફ્રીકા રવાના!
મુંબઈ, 4 ફેબ્રુઆરી : કલર્સ પર શરૂ થનાર રિયલિટી શો ખતરોં કે ખિલાડીનું શૂટિંગ દક્ષિણ આફ્રીકામાં થવાનું છે અને તેના સ્પર્ધકો દક્ષિણ આફ્રીકા માટે રવાના થવા લાગ્યાં છે. ખતરોં કે ખિલાડીના સૌથી વધુ ચર્ચિત સ્પર્ધકોમાં સમાવેશ થાય છે ગૌહર-કુશાલનો. બિગ બૉસ 7 શોની સૌથી ચર્ચિત જોડી ગૌહર ખાન અને કુશાલ ટંડન ખતરોં કે ખિલાડીના શૂટિંગ માટે દક્ષિણ આફ્રીકા રવાના થઈ ગયાં છે.
નોંધનીય છે કે ટેલીવિઝન શો બિગ બૉસ 7 દરમિયાન ગૌહર-કુશાલ વચ્ચે નિકટતાઓની ચર્ચાઓ ચકડોળે ચઢી હતી અને પછી તો બંનેએ નવા વર્ષની ઉજવણી પણ સાથે કરી હતી. હવે બંને ખતરોં કે ખિલાડી 5 શોમાં આવી રહ્યાં છે. પહેલા કહેવાતુ હતું કે આ શોમાં ગૌહર-કુશાલ એક-બીજાના હરીફ બનશે, પરંતુ કુશાલે આ બાબતનો ઇનકાર કરતાં જણાવ્યું કે તેઓ ખતરોં કે ખિલાડીમાં ગૌહરના સ્પર્ધક નહીં, પણ તેમના સાથી તરીકે કામ કરશે. ગૌહર પણ મારી સ્પર્ધક નહીં, પણ સાથી તરીકે રહેશે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હરીફ નહીં, સાથી
પહેલા કહેવાતુ હતું કે આ શોમાં ગૌહર-કુશાલ એક-બીજાના હરીફ બનશે, પરંતુ કુશાલે આ બાબતનો ઇનકાર કરતાં જણાવ્યું કે તેઓ ખતરોં કે ખિલાડીમાં ગૌહરના સ્પર્ધક નહીં, પણ તેમના સાથી તરીકે કામ કરશે. ગૌહર પણ મારી સ્પર્ધક નહીં, પણ સાથી તરીકે રહેશે.

ગૌહરને એજાઝનું પ્રોત્સાહન
કુશાલે જણાવ્યું - ગૌહર ખાનને ખતરોં કે ખિલાડી માટે એજાઝ ખાને પ્રોત્સાહિત કરી છે. મને વિશ્વાસ છે કે અમારા બંને માટે આ અનુભવ સારો રહેશે.

રોહિત શેટ્ટી હોસ્ટ
ખતરોં કે ખિલાડી 5ને રોહિત શેટ્ટી હોસ્ટ કરનાર છે. અગાઉ અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા હોસ્ટ કરી ચુક્યાં છે.

સ્ટંટ-મનોરંજનથી પરિપૂર્ણ
ખતરોં કે ખિલાડી 5ને હોસ્ટ કરવા જઈ રહેલા રોહિત શેટ્ટીએ જણાવ્યું કે આ વખતનો શો સ્ટંટ અને મનોરંજનથી ભરપૂર હશે. તેમણે શોના સ્પર્ધકોની મીડિયા સાથે મુલાકાત કરાવતા જણાવ્યું - જ્યારે એક્શન અને હાસ્ય સાથે આવે, ત્યારે અનોખું મનોરંજન પેદા થતું હોય છે.

શૂટિંગ સાઉથ આફ્રીકામાં
ખતરોં કે ખિલાડી 5નું શૂટિંગ સાઉથ આફ્રીકાના કૅપટાઉન ખાતે થવાનું છે.

ગૌહર-કુશાલ રવાના
ખતરોં કે ખિલાડીના શૂટિંગ માટે ગૌહર ખાન અને કુશાલ ટંડન દક્ષિણ આફ્રીકા રવાના થઈ ચુક્યાં છે.

બાર સ્પર્ધકો
ખતરોં કે ખિલાડી શોમાં કુલ 12 સ્પર્ધકો ખતરા સામે ઝઝૂમતા નજરે પડશે.

માર્ચ-એપ્રિલમાં પ્રસારણ
ખતરોં કે ખિલાડી શો માર્ચ કે એપ્રિલમાં શરૂ થઈ શકે છે.

રણવીર-મુગ્ધા
ખતરોં કે ખિલાડી 5માં ગૌહર-કુશાલ ઉપરાંત રણવીર શૌરી, મુગ્ધા ગોડસે, રજનીશ દુગ્ગલ, નિકેતિન ધીર, સલમાન યુસુફ ખાન, દયાનંદ શેટ્ટી, માહી વિજ, પૂજા ગોરનો પણ સમાવેશ થાય છે.

ગીતા-રોશેલ
આ ઉપરાંત સ્ટંટવુમન ગીતા ટંડન તથા ફેમિના મિસ ઇન્ડિયા ઇંટરનેશનલ રોશેલ મારિયા રાવ પણ ટક્કર આપશે.

ખતરોં કે ખિલાડી 5
ખતરોં કે ખિલાડી 5ના સ્પર્ધકો.

ખતરોં કે ખિલાડી 5
ખતરોં કે ખિલાડી 5ની સ્પર્ધક.

ખતરોં કે ખિલાડી 5
ગૌહર ખાન અને કુશાલ ટંડન.

ખતરોં કે ખિલાડી 5
ખતરોં કે ખિલાડી 5ના સ્પર્ધક નિકેતિન ધીર.

ખતરોં કે ખિલાડી 5
ખતરોં કે ખિલાડી 5ના સ્પર્ધક પૂજા ગોર.

ખતરોં કે ખિલાડી 5
ખતરોં કે ખિલાડી 5ના સ્પર્ધક રજનીશ દુગ્ગલ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
