યૂપીના ફાતમા બન્યાં કેબીસી 7ના પ્રથમ મહિલા કરોડપતિ!

મુંબઈ, 28 નવેમ્બર : આ વર્ષનો કૌન બનેગા કરોડપતિ આ રવિવારે સમાપ્ત થઈ જશે, પણ જતા-જતા આ શો આ સેશનની પ્રથમ મહિલા કરોડપતિ ભારતને આપતો જશે. આ સીઝનના પ્રથમ મહિલા કરોડપતિ બન્યા છે ઉત્તર પ્રદેશના ફિરોઝ ફાતમા કે જેઓ આ શોમાં એક કરોડ રુપિયા જીતશે. ફાતમાનો એપિસોડ રવિવારે જ પ્રસારિત તશે. કરોડપતિ બનયા બાદ શોના હોસ્ટ અમિતાભ બચ્ચન ઊભા થઈ ફાતમાને અભિનંદન આપશે.

kbc-fatima
ફિરોઝ પાતમાએ પોતાના પપ્પાની બીમારીની સારવાર કરાવવા માટે આ શોમાં ભાગ લીધો હતો. તેઓ વિજ્ઞાન વિષયમાં સ્નાતક છે અને સહારનપુરના નિવાસી છે. પોતાની જીત પર અત્યંત ખુશ થતાં કરોડપતિ ફાતમાએ જણાવ્યું - હું હૉટ સીટ પર પહોંચવાની આશા ગુમાવી બેઠી હતી, પરંતુ અંતે મને તક મળી જ ગઈ. ગત એપિસોડમાં હૉટ સીટ સુધી ન પહોંચી શકાતા હુ બહુ ગભરાઈ ગઈ હતી અને વિચાર્યુ હતું કે ખાલી હાથે ઘેર જવુ પડશે, પરંતુ ત્યારે જ મેં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં સફળતા મેળવી અને હૉટ સીટ માટેનો માર્ગ ખુલ્લો કરી લીધો.

ફિરોઝ ફાતમા પોતાના જ્ઞાન સાગરનો શ્રેય અખબારો તેમજ ન્યુઝ ચૅનલોને આપે છે. આ યુવાન મહિલા હવે પોતાના પિતાના ઋણમાંથી પરિવારને છુટકારો અપાવવા માંગે છે. આ સાથે જ સ્વર્ણિમ ભવિષ્ય બનાવવા માટે અભ્યાસમાં થોડાક પૈસા લગાવવા માંગે છે. કેબીસીમાં આવવું, એક કરોડ રુપિયા જીતવું અને અમિતાભ બચ્ચન સાથે ગેમ રમવી... આ બધુ ફિરોઝ ફાતમા માટે કોઈ સપનાથી ઓછુ નહોતું. ફાતમાએ જણાવ્યું - મને હવે લાગે છે કે જાણે હું કોઈ સપનું જોઈ રહી હોઉં કે જે ખૂબ સુંદર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X