KBC 13: કૌન બનેગા કરોડપતિ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો કઈ રીતે અપ્લાઈ કરવું?
KBC 13: કૌન બનેગા કરોડપતિ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો કઈ રીતે અપ્લાઈ કરવું?
સોની ચેનલના મશહૂર ક્વિજ શો કૌન બનેગા કરોડપતિની 13મી સિઝન માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. શોનો પ્રોમો તો ઘણા દિવસોથી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એકવાર ફરીથી મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના શહંશાહી અંદાજે લોકોનું દિલ ચુરાવી લીધું છે. જણાવી દઈએ કે શોના પ્રોમોમાં બચ્ચન કહે છે કે "આપકે સપને ઔર આપકે બીચ કેવલ તીન શબ્દોં કા અંતર હૈ ઔર વો તીન શબ્દ હૈ કોશિશ." આ શોમાં રજિસ્ટ્રેશન કરવા માટે તમારે નીચે લખેલા ચાર સરળ તબક્કાથી પસાર થવું પડશે.

તબક્કો 1
- પહેલા SonyLIV ડાઉનલોડ કરો, જેના દ્વારા તમે અમિતાભે પૂછેલા સવાલોના જવાબ આપી શકશો.
- અમિતાભ બચ્ચન સોની ટીવી પર દરરોજ રાતે 9 વાગ્યે આ સવાલ પૂછશે.
- તમે આ સવાલોના જવાબ સોની લિવ પર ડાયરેક્ટ અથવા તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા આપી શકો છો.

તબક્કો 2
- જે લોકોના જવાબ સાચા હશે તેમને શૉર્ટલિસ્ટ કરવામાં આવશે.
- હવે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કઈ રીતે કરાશે તે બધું શોના પૂર્વ નિર્ધારિત નિયમો પર આધારિત હશે, જે વિશે શો ચલાવતી ટીમ ફેસલો લેશે.
- જે લોકોને પસંદ કરવામાં આવશે તેમને ફોન દ્વારા સૂચિત કરવામાં આવશે અને આગળના પ્લાન વિશે જણાવવામાં આવશે.

તબક્કો 3
- કોવિડને કારણે ઓનલાઈન જ ઑડિશન લેવાશે
- આ વીડિયો SonyLIVના માધ્યમથી થશે, જેના વિશે બધી જાણકારી SonyLIV પર ઉપલબ્ધ છે.

તબક્કો 4
આ અંતિમ તબક્કો છે, જેમાં ઉમેદવારનું ઈન્ટર્વ્યૂ રેકોર્ડ કરવામાં આવશે, જેનું ટેલિકાસ્ટ ઉમેદવાર હૉટ સીટ પર પહોંચે ત્યારે થશે.

ખાસ વાતો
જણાવી દઈએ કે કેબીસી 12નો અંતિમ એપિસોડ 22 જાન્યુઆરી 2021ના રોજ પ્રસારિત કરાયો હતો. હાલ કોરોના પ્રોટોકોલ અંતર્ગત સિઝન 13 પણ શરૂ થનાર છે પરંતુ હવે શોમાં શું શું અલગ થશે તે વિશે જાણકારી નથી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
