સોનાક્ષી સિન્હાને ખબર નથી હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની - થઈ ટ્રોલ
અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં એટલી ટ્રોલ થઈ રહી છે કે તે ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.
અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં એટલી ટ્રોલ થઈ રહી છે કે તે ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સોનાક્ષી સિન્હા કૌન બનેગા કરોડપતિ શોમાં એક કર્મવીર કન્ટેસ્ટન્ટનો સાથ આપવા માટે પહોંચી હતી. આ ખેલ દરમિયાન અમિતાભ બચ્ચને સવાલ પૂછ્યો કે રામાયણ અનુસાર હનુમાન કોના માટે સંજીવની બુટી લઈને આવ્યા હતા. આના પર સોનાક્ષી સિન્હાના મોઢામાંથી નીકળ્યુ કે મને સીતા લાગી રહ્યુ છે અને પછી તેણે લાઈફલાઈન લઈ લીધી.

ટ્રોલ થવા લાગી
પછી શું હતુ અભિનેત્રી ઘણી ખરાબ રીતે ટ્રોલ થવા લાગી કારણકે આટલો બેઝિક જવાબ તો બધાને ખબર જ હોય છે. ટ્રોલ થવાનુ બીજુ એક કારણ છે કારણકે તેના ઘરનુ નામ રામાયણ છે અને તેના પરિવારમાં પપ્પાથી લઈને કાકાઓના નામ રામાયણના આધારે રાખવામાં આવ્યા છે. તમે જુઓ કઈ રીતે સોનાક્ષીને ટ્રોલ કરવામાં આવી રહી છે.

શરમ આવવી જોઈએ
એક યુઝરે લખ્યુ કે... તેના પિતા વાજપેયીજીની સરકારમાં એમપી રહ્યા છે અને તેમને એ ખબર નથી કે આનો સાચો જવાબ શું છે. શરમ આવવી જોઈએ.

રામાયણ ટ્રેન્ડ
યુઝરે લખ્યુ છે કે પહેલી વાર આ પાગલ સોનાક્ષીના કારણે આપણી રામાયણ ટ્રેન્ડ કરી રહી છે.

બનાવ્યુ મીમ્સ
એક યુઝરે એક ફની મીમ્સ બનાવીને સોનાક્ષી સિન્હાને ટ્રોલ કરી.

એક યુઝરે લખ્યુ
સોનાક્ષીજીના બાબુજીનુ નામ શત્રુઘ્ન સિન્હા,
ચાચાનું નામ - લક્ષ્મણ સિન્હા, રામ સિન્હા અને ભરત સિન્હા,
ભાઈનુ નામ - લવ કુશ
પરંતુ આમને ખબર નથી કે હનુમાનજી સંજીવની બુટી કોના માટે લાવ્યા હતા અને જે બિલ્ડિંગમાં તે રહે છે તેનુ નામ પણ રામાયણ છે. શું કહેવુ?

આ યુઝરે પોસ્ટ કર્યો વીડિયો
સોનાક્ષી સિન્હાએ ખબર નથી હનુમાનજી સંજીવની બુટી કોના માટે લઈને આવ્યા હતા.

ઘણી અભિનેત્રીઓને લપેટામાં લઈ આ યુઝરે લખ્યુ...
Alia bhatt - president of india is prithviraj chauhan
Ananya pandey - The godfather is overrated
Sonakshi sinha hold my brain... - hanuman ji bring sanjivani for sita.(KBC) Her father name is shatrughan house name is Ramayana Brother name is lav kush Hey RAM.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
