Jodha Akbar@350 : આખા મોઘલ સામ્રાજ્યે કરી શાનદાર ઉજવણી!
મુંબઈ, 20 ઑક્ટોબર : ઝી ટીવીના સૌથી લોકપ્રિય શો જોધા અકબરે 350 એપિસોડ પૂરા કરી લીધા છે. આ પ્રસંગે આખો મોઘલ એમ્પાયર સેલિબ્રેશનના મૂડમાં નજરે પડ્યો. જોધા અકબરના સેટ પર જ કાસ્ટ અને ક્રૂ મેમ્બરોએ પાર્ટી યોજી. શોના તમામ સ્ટાર્સે ક્રૂ મેમ્બર્સ સાથે મળી સેટ ઉપર કેક કાપી 350 એપિસોડ પૂરા થવાની ખુશીની ઉજવણી કરી.
સીરિયલમાં જોધાનો રોલ કરનાર પરિધિ શર્મા તથા અકબરનો રોલ કરનાર રજત ટોકસને દર્શકોએ આંખો પર બેસાડ્યા છે. જોધા અકબર ટીઆરપી રેટિંગની બાબતમાં પણ અન્ય સીરિયલો કરતા આગળ છે. જોધા અકબરની ટીઆરપી રેટિંગ 7.2 (7.8) છે. જોધાની અપેક્ષાએ અન્ય સીરિયલો કુમકુમ ભાગ્ય 6.5(7.7) અને જમાઈ રાજાની રેટિંગ 6.0 (6.4) છે.
જોધા અકબર લોકોના મગજ પર છવાયેલો છે. શોમાં કલાકારો જ નહીં, તેમના પરમ્પરાગત પહેરવેશોને પણ દર્શકો ખૂબ પસંદ કરે છે. જોધા અકબરના ફૅન્સ ઇન્ડિયામાં જ નહીં, વિદેશોમાં પણ છે. વિદેશોમાં પણ જોધા અકબરના મોટી સંખ્યામાં દર્શકો છે.
ચાલો તસવીરો સાથે જોઇએ જોધા અકબરના 350 એપિસોડ પૂરા થવાની ઉજવણી :

લોકપ્રિય સીરિયલ
ઝી ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ છે જોધા અકબર.

350 એપિસોડ પૂરા
જોધા અકબરના 350 એપિસોડ પૂરા થતા ઉજવણી કરતાં કાસ્ટ અને ક્રૂ મેમ્બર.

સેલિબ્રેશન
જોધા અકબરના જોધા એટલે કે પરિધિ શર્માએ કેક કાપી ઉજવણી કરી.

પોઝ
ફોટોગ્રાફરો સમક્ષ પોઝ આપતી જોધા અકબરની ટીમ.

પાર્ટી
જોધા અકબરના સેટ પર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સે પાર્ટી યોજી.

જોધા અકબર
શોમાં જોધા અને અકબરના પાત્રો લોકોને ખૂબ ગમી રહ્યા છે.

રોમાંસ
જોધા સાથે બાદશાહના રોમાંસની પળ હોય કે ઝગડા, બંને બાબતો દર્શકોને આકર્ષે છે.

પરમ્પરાગત પહેરવેશ
જોધાનું ટ્રેડિશનલ પહેરવેશ તથા જ્વૅલરી ફૅન્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયાં છે.

બીજી સ્ત્રી
સીરિયલમાં અકબર દ્વારા બીજી સ્ત્રી સાથે રોમાંસ દર્શાવતા એપિસોડે પણ બહુ ટીઆરપી હાસલ કરી.

વિવાદ
સીરિયલ અંગે આરંભે વિવાદ ઊભો થયો હતો, પરંતુ હવે આ એક લોકપ્રિય શો બની રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
