Jhalak...Grand Finale : આશિષ-શક્તિ વચ્ચે થશે Final મુકાબલો?
મુંબઈ, 19 સપ્ટેમ્બર : ઝલક દિખલા જા 7 અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને થોડાક જ દિવસોમાં વિજેતાનો ફેંસલો થઈ જશે, પરંતુ અત્યાર સુધીના પરફૉર્મન્સિસ જોઈ લાગે છે કે ફાઇનલ ફાઇટ આશિષ શર્મા અને શક્તિ મોહન વચ્ચે જ થવાની શક્યતા છે.
કલર્સનો ડાન્સ રિયલિટી ટેલીવિઝન શો ઝલક દિખલા જા 7 હાલમાં મોસ્ટ મૅચ્ડ ડાન્સ રિયલિટી શો બની રહ્યો છે. ઝલક દિખલા જા 7એ આ વખતે વ્યૂઅર્સની બાબતમાં તથા ટૅલેંટ અને સ્પર્ધાની બાબતમાં તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યા છે.
તમામ સારી અને ઉત્તમ પરફૉર્મન્સિસની સફર પૂરી થવાના આરે છે અને ફાઇનલ રાઉંડમાં ચાર સ્પર્ધકો આશિષ શર્મા, શક્તિ મોહન, કરણ ટૅકર તથા મૌની રૉય બચ્યા છે. આ શનિવારે ગ્રાન્ડ ફિનાલેમાં આ ચારેય કૉન્ટેસ્ટંટ્સ વિજય મેળવવા માટે સંઘર્ષ કરતા દેખાશે. શોના વિજેતા અંગે તો હજી સ્પષ્ટતા નથી થઈ, પણ સાંભળવામાં આવી રહ્યું છે કે ફાઇનલ ટક્કર આશિષ શર્મા અને શક્તિ મોહન વચ્ચે જ થશે.
ઝલક દિખલા જા 7ના બે સંભવિત ફાઇનલ કન્ટેસ્ટંટ આશિષ અને મુક્તિ વચ્ચેની સ્પર્ધા પણ સીઝન 6ના લૉરેન ગૉટલિબ અને દૃષ્ટિ ધામીની જેમ વધુ લોકપ્રિયતા પર આધારિત જણાય છે. ઝલક દિખલા જા 6 દૃષ્ટિ ધામી પોતાના ફૅન્સના કારણે જીતી ગયા હતાં, તો શું આ વખતે પણ આવું જ થશે? શું આશિષ શર્માની લોકપ્રિયતા તેમને ટ્રૉફી અપાવી દેશે?
થોભો અને રાહ જુઓ. હાલ તો આપને બતાવીએ ઝલક દિખલા જા 7ની ઝલક :

ગ્રાન્ડ ફિનાલે
આ રહ્યો ઝલક દિખલા જા 7નો ફાઇનલ એપિસોડ તથા ફાઇનલ ચાર કૉન્ટેસ્ટંટ્સ તૈયાર છે અંતિમ મુકાબલા માટે.

ફાઇનલ ટક્કર
કહે છે કે ફાઇનલ ટક્કર શક્તિ મોહન અને આશિષ શર્મા વચ્ચે થશે.

શક્તિ મોહન
શક્તિ મોહને આ વખતે શાનદાર ટક્કર આપી છે અને તેમના કૌશલ્યે બધાને ઇમ્પ્રેસ કર્યા છે.

આશિષ શર્મા
આશિષ શર્મા પણ મજબૂત દાવેદાર છે. તેમનો ડાન્સ જ નહીં, તેમની એક્ટિંગ પણ હૃદયસ્પર્શી રહી છે.

શક્તિનો ડાન્સ
શક્તિ મોહને શોમાં તમામ પ્રકારના ડાન્સ કર્યા.

આશિષનો રંગરસિયા
આશિષ શર્મા સનાયા ઈરાની સાથેના શો રંગરસિયા દ્વારા લોકોના દિલ જીતી ચુક્યા છે.

શક્તિ-મુક્તિ
શક્તિ મોહને તીન કા તડકા રાઉંડમાં બહેન મુક્તિ મોહન સાથે પણ પરફૉર્મ કર્યુ હતું.

આશિષ વર્સિસ ભૂત
આશિષે ભૂતનો અવતાર લઈ પણ ડાન્સ કર્યો હતો.

માત્ર ડાન્સ પૂરતો નથી?
ઝલક દિખલા જા 6ના લૉરેન ગૉટલિબની જેમ શક્તિ મોહન પણ બેસ્ટ ડાન્સર છે, પરંતુ મોટું ફૅન ફૉલોઇંગ પણ જરૂરી હોય છે.

શું આશિષ જીતશે?
શું દૃષ્ટિ ધામીની જેમ આશિષ શર્મા પણ ફૅન ફૉલોઇંગના બળે જીતી જશે? લેટ્સ વેટ એન્ડ વૉચ.

20 Hot તસવીરો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
