KBC: ધોની સાથે જોડાયેલ આ સવાલ પર ફસાઈ ગયાં ગુજરાતી ટીચર, 3.20 લાખ રૂપિયાનો સવાલ હતો
KBC: ધોની સાથે જોડાયેલ આ સવાલ પર ફસાઈ ગયાં ગુજરાતી ટીચર, 3.20 લાખ રૂપિયાનો સવાલ હતો
નવી દિલ્હીઃ સોની ટીવી પર પ્રસાર થતો શો કોન બનેગા કરોડપતિની 11મી સીઝનમાં ભાવનગરમાં રહેતાં બીનાબેન પ્રવીણભાઈ ઠાકોર હૉટ સીટ પર પહોંચ્યાં હતાં. સો દરમિયાન તેમણે અમિતાભ બચ્ચન સાથે ઘણી વાતો કરી. બીનાબેન વ્યવસાયે એક અધ્યાપક છે. તેઓ ક્લાસ 6થી 8 સુધી બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવે છે. જ્યારે ગેમ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સંબંધિત એક સવાલ પર તેઓ ફસાઈ ગયાં અને તેમણે ગેમ ક્વિટ કરવી પડી. કેબીસીમાં પહોંચેલ બીનાબેને કેટલીય મજેદાર વાતો જણાવી.

ગુજરાતી ટીચરે 1.60 લાખથી જ સંતોષ માનવો પડ્યો
આ શો દરમિયાન અમિતાભ બચ્ચને તેમનું નામ લઈને બોલાવ્યાં તો બીનાબેને કહ્યું, 'તમે મને માત્ર બીના કહીને બોલાવો, આખું નામ લેવા પર એવું લાગે છે જાણે હું બહુ મોટી થઈ ગઈ હોઉં.' જેના પર બિગ બીએ કહ્યું કે તમે મારાથી મોટા ન હોય શકોને? હું તો 77 પાર કરી ચૂક્યો છું. અમિતાભે આમ કહેતાં જ બધા દર્શકો હંસવા લાગ્યા. બીનાબેને કેબીસીમાં એક લાખ 60 હજાર રૂપિયા જીત્યા.

ધોની સાથે જોડાયેલ સવાલ પર ગેમ છોડી
જણાવી દઈએ કે તેમણે મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલ એક સવાલ પર ગેમથી ક્વિટ કરી લીધું. શો દરમિયાન તેમને સવાલ કરવામાં આવ્યો કે, 'કેપ્ટન તરીકે આઈપીએલમાં 100 મેચ જીતનાર પહેલા ખેલાડી કોણ છે? જેનો જવાબ તેમને નહોતો આવડતો. આ સવાલનો સાચો જવાબ હતો એમએસ ધોની. આની સાથે જ બીનાબેને 1 લાખ 60 હજાર રૂપિયાથી સંતોષ માનવો પડ્યો.'

ક્લાસ 6થી 8ના બાળકોને ભણાવે છે
શો દરમિયાન અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરતા બીનાબેને કહ્યું કે, 'મારા સાસુ-સસરા સાથે જ રહે છે. તેઓ બોલી કે સાંભળી શકતાં નથી. મારા પતિને પણ સાંભળવાની સમસ્યા છે. છતાં અમારી વચ્ચે સારી બોન્ડિંગ છે.' બીનાબેનની વાતો સાંભળી અમિતાભે પૂછ્યું કે તમને એડજસ્ટ કરવામાં તકલીફ ન પડી? તો તેમણે કહ્યું કે, મને લાગે છે કે મારા લગ્ન બીજે ક્યાંક થયાં હોત તો કદાચ હું આટલી ખુશ ન રહી શકી હોત. બીનાબેન સાથે શોમાં તેના પતિ પણ આવ્યા હતા, જે તેમની વાતો સાંભળી બહુ ભાવુક થઈ ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
