એક થી નાયિકા : સુધાનું કમબૅક, સ્મૃતિનો ઇનકાર
મુંબઈ, 5 માર્ચ : ટેલીવિઝનના મહારાણી એકતા કપૂર ટુંકમાં જ એક નવી સીરિયલ એક થી નાયિકા સાથે લોકો વચ્ચે આવશે. આ સીરિયલની શાનદાર લૉન્ચિંગ થઈ. આ સીરિયલમાં જાણીતાં નૃત્યાંગના તથા અભિનેત્રી સુધા ચંદ્રન કમબૅક કરી રહ્યાં છે, તો બીજી બાજુ સ્મૃતિ ઈરાનીએ આ સીરિયલમાં વેશ્યાનો રોલ કરવાનો ઇનકાર કરી દીધો છે.

એક થી ડાયન ફિલ્મની જેમ શરૂ કરાતી એક થી નાયિકા સીરિયલ આગામી 9મી માર્ચથી લાઇફ ઓકે પર શરૂ થવાની છે. આ સીરિયલમાં સ્મૃતિ ઈરાની, સાક્ષી તંવર, પ્રેરણા તિવારી, સુધા ચંદ્રન જેવી જાણીતી ટીવી હસ્તીઓ ચમકવાનાં છે, પરંતુ તાજેતરમાં જ સ્મૃતિ ઈરાની આ સીરિયલમાંથી ખસી ગયાં છે.
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ આ સીરિયલમાં પોતે વેશ્યાનો રોલ કરવા તૈયાર થયાં નહીં અને એકતા કપૂર પણ એ બાબત સમજી ગયાં કે સ્મૃતિ માટે હવે આ પ્રકારના રોલ કમ્ફર્ટ નહીં રહે. તેથી તેમણે આ રોલ હવે સાક્ષી તંવરને આપી દીધો છે. તેથી સ્મૃતિ ઈરાનીને આ સીરિયલમાં બીજા કોઇક રોલમાં દર્શાવાશે.
બીજી બાજુ રમોલા સિકંદ એટલે કે સુધા ચંદ્રન પણ એકતા કપૂર સાથે હમ પાંચ, કહીં કિસી રોજ, કસ્તૂરી અને ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી જેવી સીરિયલમાં અગાઉ કામ કરી ચુક્યાં છે. તેઓએ આ સીરિયલમાં કામ કરવાની એકતા કપૂરની ઑફરનો તરત સ્વીકાર કરી લીધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
