Top 10 : દીયા ઔર બાતી હમ અડિખમ, યે હૈ મોહબ્બતેંને પછાડતો કુબૂલ હૈ!

મુંબઈ, 22 ઑગસ્ટ : ભલે સિલ્વર સ્ક્રીને દર શુક્રવારે એક સાથે અનેક ફિલ્મો રિલીઝ થતી હોય, પણ નાના પડદે એટલે કે ટેલીવિઝન પર આવતા કાર્યક્રમોની ટીઆરપી ઉપર આ ફિલ્મોની કોઈ અસર નથી થતી. આઈપીએલ આવે કે પછી ભારત-પાકિસ્તાન વન ડે સિરીઝ હોય, પણ ઘરની મમ્મીઓ અને ભાભીઓને તો બસ આ જ ફિકર છે કે જોધા અકબરમાં અકબર અને જોધાનો સંબંધ આજે કયા તબક્કે આવશે કે મહાભારતમાં પાંડવો વિરુદ્ધ કૌરવો કોઈ નવી ચાલ ચાલશે કે પછી દીયા ઔર બાતી હમમાં સંધ્યા બીંદણી પોતાની માસાને કઈ રીતે ખુશ કરશે.

સરવાળે ઘરોમાં તો ટેલીવિઝન પર આવતા રોજબરોજના કાર્યક્રમો, સીરિયલો તથા શો જ રૉક કરે છે. વર્કિંગ વુમન પણ આ બાબતમાં પાછળ નથી. દિવસ ભરના થાક બાદ રાત્રે 11 વાગ્યા સુધી મહિલાઓ ટેલીવિઝન સામે બેસી પોતાના મનપસંદ કાર્યક્રમો જુએ છે અને એટલે જ કેટલાક એવા ટોચના શો છે કે જેની ટીઆરપીમાં ક્યારેય ઓટ આવતી નથી. જોકે ટીઆરપીના વધારા-ઘટાડાના કારણે શો વચ્ચેની સ્પર્ધાઓની જાણ થાય છે.

છેલ્લા ઘણાય સમયથી દીયા ઔર બાતી હમ નંબર વનની પૉઝિશને અડિખમ ઊભો છે. ગત સપ્તાહની ટીઆરપી રેટિંગ પ્રમાણે જોઇએ, તો ટૉપ ટેનમાં એકમાત્ર નૉન-ફિક્શન શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ જ છે. બીજી બાજુ યે હૈં મોહબ્બતેંની ટીઆરપી રેટિંગમાં થોડીક ઓટ આવી છે અને તેને કાંટાની ટક્કર આપી કુબૂલ હૈ તેને ઓળંગી ગયો છે.

ચાલો તસવીરો સાથે જોઇએ લેટેસ્ટ ટીઆરપી રેટિંગ મુજબ Top 10 TV Show :

Diya Aur Baati Hum 10.7 (10.0)

Diya Aur Baati Hum 10.7 (10.0)

સ્ટાર પ્લસનો શો દીયા ઔર બાતી હમ સતત ટોચના સ્થાને જળવાઈ રહ્યો છે. સૂરજ-સંધ્યાની લવ-સ્ટોરી લોકોના મગજ પર ફીવરની જેમ ચઢી ગઈ છે.

Saath Nibhana Saathiya 9.5 (7.1)

Saath Nibhana Saathiya 9.5 (7.1)

સાથ નિભાના સાથિયા બીજા સ્થાને રહ્યો છે.

Mahabharat 8.5 (9.1)

Mahabharat 8.5 (9.1)

પૌરાણિક શો મહાભારત સમાપ્તિ તરફ છે, પરંતુ હાલ પણ તેણે ત્રીજુ સ્થાન જાળવી રાખ્યો છે.

Kumkum Bhagya 8.0 (7.6)

Kumkum Bhagya 8.0 (7.6)

કુમકુમ ભાગ્ય ચોથા સ્થાને રહ્યો છે.

Jodha Akbar 7.5 (7.3)

Jodha Akbar 7.5 (7.3)

જોધા અને અકબરની પ્રેમ-કહાણી દર્શાવતો શો જોધા અકબર ટીઆરપી રેટિંગમાં થોડોક નબળો પડતો જણાય છે. તે પાંચમા સ્થાને રહ્યો છે.

Yeh Rishta Kya Kehlata Hai 7.4 (7.3)

Yeh Rishta Kya Kehlata Hai 7.4 (7.3)

અક્ષરા અન નૈતિકની આસપાસ ફરતી યે રિશ્તા ક્યા કહલાતા હૈની કહાણી પણ લોકોને ગમી રહી છે અને આ શો 6ઠા સ્થાને રહ્યો છે.

Comedy Nights With Kapil 6.9 (8.6)

Comedy Nights With Kapil 6.9 (8.6)

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ એકમાત્ર નૉન-ફિક્શન શો છે કે જે ટૉપ 10 યાદીમાં સામેલ છે. હવે તો ગુત્થીનુ પણ કમબૅક થયુ છે. તેથી આગામી સમયમાં તેની ટીઆરપી રેટિંગ સુધરવાની શક્યતા ખરી. હાલ તે 7મા સ્થાને છે.

Qubool Hai 6.2 (5.4)

Qubool Hai 6.2 (5.4)

કુબૂલ હૈ 8મા સ્થાને રહ્યો છે.

Yeh Hai Mohabbatein 5.9 (6.4)

Yeh Hai Mohabbatein 5.9 (6.4)

રમન અને ઇશિતાની લવ-સ્ટોરી દર્શાવતો શો યે રિશ્તા ક્યા કહલાતા હૈએ 9મી પૉઝિશન હાસલ કરી છે.

Doli Armaanon Ki 5.4 (4.4)

Doli Armaanon Ki 5.4 (4.4)

ડોલી અરમાનોં કી દસમા સ્થાને રહ્યો છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

Get Ready : મૅડોનાના આંતરવસ્ત્રો અને Nude તસવીરો ની થઈ રહી છે હરાજી!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X