આપના વ્હાલા કુમકુમ વહુ બન્યાં દીકરીના માતા

મુંબઈ, 28 જાન્યુઆરી : ટેલીવિઝનની દુનિયાના સૌથી લાડકડાં વહુઓમાંના એક જુહી પરમારના ઘરે એક નાનકડી ખુશી આવી છે. હા જી, આપના વ્હાલા વહુ કુમકુમ એક વ્હાલસોયી દીકરીના મમ્મી બની ગયાં છે. આપને જણાવી દઇએ કે જુહી પરમાર રીયલ લાઇફમાં સચિન શ્રૉફના પત્ની છે. એક આઈપીએસ કુટુમ્બ સાથે સમ્બંધ ધરાવતાં જુહી કલર્સના રિયલિટી શો બિગ બૉસ સીઝન 5ના વિનર પણ છે.

Juhi Parmaj

ગત એક વર્ષથી જુહી પરમાર ટેલીવિઝનની દુનિયાથી દૂર છે કે જેના કારણ અંગે હવે ખુલાસો થયો છે. જુહીના ઘરે પારણું બંધાવવાનું હતું. જુહી પરમારના નજીકના મિત્ર અને અભિનેત્રી પૂજા બેદીએ જુહી પરમાર દ્વારા પુત્રીને જન્મ આપ્યા અંગેની માહિતી લોકોને આપી. પૂજાએ જણાવ્યું કે જુહીએ શનિવારે પુત્રીને જન્મ આપ્યો છે. જુહી અને તેમની પુત્રી બંને સ્વસ્થ છે. જુહી માતા બનતા સૌ કોઈ ખુશ છે.

જુહીના પ્રશંસકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને જણાવ્યું છે કે જુહી આપ અને આપની પુત્રી, બંને ખૂબ ખુશ અને આબાદ રહો. આશા કરીએ કે જુહી આપની દીકરી પણ આપની જેમ ખૂબ પ્યારી અને સુંદર હશે.

નોંધનીય છે કે કુમકુમ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી એક ઐતિહાસિક અને લોકપ્રિય શ્રેણી રહી છે. તેમાં જુહી પરમાર લીડ રોલમાં હતાં. પોતાના બળે આ શ્રેણીને સફળ અને લોકપ્રિય કરનાર જુહીને આ જ સફળતાએ બિગ બૉસમાં વિજય મેળવવામાં પણ મદદ કરી હતી. જુહીના માતા બનવા પર વનઇન્ડિયા પરિવાર પણ તેમને શુભેચ્છાઓ પાઠવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X