બિગ બોસ 12: ભારતીય પાર્ટનર સાથે જોવા મળશે બ્રિટિશ પોર્નસ્ટાર
બિગ બોસ 11 હિટ સીઝન પછી નવી સીઝન ફરી એકવાર ટીવી પર આવી રહી છે. બિગ બોસ 12 ટીવી પર 16 સપ્ટેમ્બરે ઓન એર થશે.
બિગ બોસ 11 હિટ સીઝન પછી નવી સીઝન ફરી એકવાર ટીવી પર આવી રહી છે. બિગ બોસ 12 ટીવી પર 16 સપ્ટેમ્બરે ઓન એર થશે. જણાવવામાં આવી રહ્યું છે કે શૉમાં કુલ 21 કન્ટેસ્ટન્ટ હશે, તેમાં 6 જોડીઓ હશે જેમાં ત્રણ સેલિબ્રિટી જોડી હશે તેવું જણાવવામાં આવી રહ્યું છે, જયારે ત્રણ કપલ જોડી હશે. તેની સાથે બીજા 9 કન્ટેસ્ટન્ટ શૉમાં સિંગલ જ ભાગ લેશે. બિગ બોસ 12 શરુ થતા પહેલા જે જોડીની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી રહી છે તે જોડી બ્રિટિશ પોર્નસ્ટાર ડેની ડી અને તેની પાર્ટનર માહિકા શર્મા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ જોડીને શૉ માટે મોટી રકમ આપવામાં આવી છે.
વાંચો: બિગ બોસ 12: સલમાનનો મોટો નિર્ણય, ચોંકવનારા સમાચાર

આ જોડીને મળશે સૌથી વધુ પૈસા
બ્રિટિશ પોર્નસ્ટાર ડેની ડી અને તેની પાર્ટનર માહિકા શર્મા આ વખતે બિગ બોસમાં શામિલ થનાર જોડી છે. બિગ બોસ ઘ્વારા આ જોડીને દર અઠવાડિયે 95 લાખ રૂપિયા જેટલી કિંમત આપવામાં આવશે. ખબર અનુસાર બિગ બોસ સૌથી વધારે પૈસા આ જોડીને આપી રહ્યા છે. હજુ સુધી આ વાતનો ખુલાસો નથી થયો કે આ જોડી બિગ બોસમાં સેલેબ અથવા કપલ જોડી તરીકે ભાગ ભાગ લેશે.

દર અઠવાડિયે 95 લાખ રૂપિયા
બ્રિટિશ પોર્નસ્ટાર ડેની ડી શૉમાં ભાગ લેનાર બીજા પોર્નસ્ટાર હશે. આ પહેલા સની લિયોન પણ બિગ બોસનો હિસ્સો રહી ચુકી છે. સની લિયોન બિગ બોસ સીઝન 5 નો હિસ્સો બની હતી. હવે ડેની ડી પણ આ શૉનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. ડેની ડી નું સાચું નામ મેટ હ્યુજેસ છે. ડેની લગ્ન કરી ચુક્યા છે.

આ જોડીઓ પણ જોવા મળશે
બિગ બોસ સીઝન 12 માટે ઘણા લોકોનું નામ સામે આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મિલિન્દ સોમણ પણ પોતાની પત્ની અંકિત સાથે શૉનો હિસ્સો બની શકે છે. તેની સાથે સાથે શોએબ ઇબ્રાહિમ-દીપિકા કક્કડ, રીત્વિક ધનજાની-આશા નેગી, ગુરમીત ચૌધરી-દેબીના બેનર્જી, નિકેતન ધીર-કૃતિકા સેંગર પણ શૉમાં જોડીમાં હિસ્સો બની શકે છે.












Click it and Unblock the Notifications
