Pics : બિગ બૉસમાં એન્ટ્રી એટલે સપનું પૂરૂ થવા જેવું : સોફિયા
લોનાવાલા, 1 નવેમ્બર : હૉલીવુડ બ્યુટી સોફિયા હયાતે કલર્સના વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ 7માં તાજેતરમાં જ પ્રવેશ કરી સૌને ચોંકાવી દીધા છે. સોફિયાને બિગ બૉસ હાઉસમાં જોઈ સૌ એક બાજુ આશ્ચર્યમાં છે, તો બીજી બાજુ શોની ટીઆરપી પણ વધી ગઈ છે. ખૂબ જ નાટકીય વળાંકમાંથી પસાર થતા બિગબૉસ શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેનાર બ્રિટિશ અભિનેત્રી અને ગાયિકા સોફિયા હયાતે જણાવ્યું છે કે બિગ બૉસમાં એન્ટ્રી પામવી એટલે સપનું પૂરૂ થવું છે.
સોફિયા હયાત બિગ બૉસમાં આવી બહુ ખુશ છે. ઘરમાં પ્રવેશ કરતાં પૂર્વે તેમણે જણાવ્યું કે આ શો તેમના માટે બહુ મોટી તક છે. બૉગ બિસ જેવા કાર્યક્રમ સાથે સંકળાવું જીવનમાં એક જ વાર મળતી તક સમાન છે. તેમણે જણાવ્યું - મેં સપનું જોયુ હતું કે હું બિગ બૉસમાં છું, પણ તે માત્ર એક સપનુ હતું. મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે હું આ શોનો ભાગ બનીશ. હું સલમાન ખાન સાથે વાત કરવા તથા તેમને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.
જુઓ બિગ બૉસ 7માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર સોફિયા હયાતની તસવીરો :

નથી જાણતી શું કરીશ
સોફિયા હયાતે બિગ બૉસમાં દાખલ થતા અગાઉ જણાવ્યું - હું નથી જાણતી કે ઘરની અંદર હું કેવો વ્યવહાર કરીશ. આ બાબત શોના અંદરના લોકો ઉપર અવલમ્બશે કે તેઓ મારી સાથે કેવો વ્યવહાર કરશે. તેઓ જેવો એક્શન કરશે, તેવો જ રિએક્શન મારો હશે.

કાર વૅનમાં સોફિયા
બિગ બૉસના ઘરમાં દાખલ થતા પૂર્વે સોફિયા ઘરના મુખ્ય ભાગમાંથી નીકળી વીજે ઍન્ડી સાથે કાર વૅનમાં રહેતા હતાં.

સલમાન પણ ઉત્સાહિત
જાણવા મળે છે કે સોફિયા હયાતની એન્ટ્રીથી સલમાન ખાન પણ ઉત્સાહિત છે.

મોટી રકમ લીધી
કેટલીક વેબસાઇટોના જણાવ્યા મુજબ સોફિયા હયાતે આ શોમાં એન્ટ્રી માટે મોટી રકમ લીધી છે. બિગ બૉસ 7ની વધુ તસવીરો જોવા ક્લિક કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
