VIDEO: પાર્ટીનો ચઢ્યો એવો નશો, જસલીને ટેબલ પર ચઢી કર્યો જબરદસ્ત ડાંસ
બિગ બોસના ઘરમાં દિવાળી પર કન્ટેસ્ટન્ટ્સે ખૂબ ધમાલ કરી અને સૌથી વધુ એન્જોય જસલીન મથારુએ કર્યુ. જસલીને ટેબલ પર ચઢીને દિવાળી પાર્ટીમાં ડાંસ કર્યો.
સમગ્ર દેશમાં જ્યારે દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો, તો એવામાં ટીવીનો લોકપ્રિય શો બિગ બોસ કેવી રીતે પાછળ રહી જાય. બિગ બોસની 12 સિઝનની દિવાળી એટલી ધમાકેદાર રહી કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયો છે. બિગ બોસના ઘરમાં દિવાળી પર કન્ટેસ્ટન્ટ્સે ખૂબ ધમાલ કરી અને સૌથી વધુ એન્જોય જસલીન મથારુએ કર્યુ. જસલીને ટેબલ પર ચઢીને દિવાળી પાર્ટીમાં ડાંસ કર્યો.

ટેબલ પર ચઢીને ખૂબ નાચી જસલીન
સોશિયલ મીડિયા પર જસલીન મથારુના ડાંસનો વીડિયો વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં જસલીન ટેબલ પર ડાંસ કરતી જોવા મળી રહી છે. જસલીને લાલ રંગનો લહેંગો પહેર્યો છે અને તે એકલી જ ટેબલ પર ચઢીને ઉભી થઈને ‘કપૂર એન્ડ સંસ' ફિલ્મના ગીત ‘લેટ્સ નાચો' પર ડાંસ કરી રહી છે. વીડિયોમાં સૃષ્ટિ રોડે, દીપિકા કક્કડ, શ્રીસંત, શિવાશીષ અને બાકીના કન્ટેસ્ટન્ટ નીચે જ મસ્ત બનીને ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.

અનુપ જલોટાએ આપ્યુ હતુ ચોંકાવનારુ નિવેદન
જસલીન મથારુ છેલ્લા થોડા દિવસોથી ઘણી ચર્ચામાં રહી હતી જ્યારે તેના વિશે તેના પાર્ટનર અનુપ જલોટાએ નિવેદન આપ્યુ હતુ. અનુપ જલોટાએ કહ્યુ હતુ કે જસલીન સાથે તેનો સંબંધ એક પિતા સમાન છે. તેમણે કહ્યુ, ‘જસલીન મારી પાસે 3 વર્ષથી સંગીત શીખી રહી છે. જ્યારે બિગ બોસનું ઓડિશન શરૂ થયુ તો જસલીન મારા જોડીદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી. પહેલા તો મે શો માટે ના પાડી દીધી પરંતુ બાદમાં હું માની ગયો.'

જસલીને પૂછ્યુ હતુ, ‘આ કેવો ગુરુ-શિષ્યનો સંબંધ થયો?'
આ વાતો સાંભળીને જસલીન એકદમ ચોંકી ગઈ હતી. બિગ બોસના ઘરમાં જ્યારે ગઈ સિઝનની ફાઈનલિસ્ટ હિના ખાન પહોંચી અને તેણે જસલીનને જણાવ્યુ કે અનુપ જલોટા ઘરની બહાર આવી વાતો કરી રહ્યા છે તો જસલીનના ચહેરા પરથી રંગ જ ઉડી ગયો. જસલીને કહ્યુ કે એ બંને સાથે ડેટ પર ગયા હતા, તેમણે તેને કિસ પણ કરી હતી, તો એ કેવો ગુરુ-શિષ્યનો સંબંધ થયો?
View this post on InstagramA post shared by Bigg Boss (@bigg_boss_12_season_) on
View this post on InstagramA post shared by biggboss12 (@bollywoodhunter) on
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
