Day 2: બિગ બોસમાં રડવાની ધમાલ, કોનો થયો બોયકૉટ!
ટેલિવીઝન પર સૌથી મોટા રિયાલીટી શોની શરૂઆત થઇ ચૂકી છે, અને તેની સાથે જ અનેક નૌટકીની પણ શરૂઆત થઈ ગઇ છે. બિગ બોસના ઘરમાં ક્યારેક ઉંઘવા માટે તો ક્યારેક ખાવા માટે નાના મોટા ઝઘડાની શરૂઆત થઇ ગઇ છે. જેની મજા ઘરના અન્ય સદસ્યોની સાથે દર્શકો પણ માણી રહ્યાં છે.
ક્યાક નવી લવ સ્ટોરીનો આગાઝ થયો છે, તો ક્યાંક જૂની લવ સ્ટોરી તૂટી રહી છે. ગુજરાતી અરવિંદ વેગડાના નસકોરાના કારણે ઘરના સદસ્યો પરેશાન છે. તો આ તમામની વચ્ચે નોમિનેશન પણ થઇ ગયા છે. આ સાથે જ ગ્રૃપીઝમ અને એકબીજાની ટાંગ ખીચાઇની શરૂઆત પણ થઇ ગઇ છે.
બિગ બોસના ઘરમાં બીજા દિવસની વાત કરીએ તો, ઘરમાં બીજા દિવસે બિગ બોસ દ્વારા ઘરના સદસ્યોને પ્રથમ ટાસ્ક આપવામાં આવ્યું હતુ. તે સાથે જ બિગ બોસના ઘરમાં રડવાની ધમાલ શરૂ થઇ ગઇ.
આ સાથે જ ગ્રૃપીઝમ, પ્લાનિંગ એકબીજાના પગ ખેંચવા, એકબીજાને ઉશ્કેરવા જેવી પ્રવૃત્તિઓની શરૂઆત થઇ ગઇ છે. આવો જાણીએ બિગ બોસના ઘરમાં ઘરના સદસ્યોનો બીજો દિવસ કેવો રહ્યો.

બિગ બોસ Day 2
બીજા દિવસે બિગ બોસના ઘરમાં રડવાનો માહોલ બન્યો હતો. સાથે જ પ્લાનિંગ પ્લોટીંગની શરૂઆત પણ થઇ ગઇ છે. તો સાથે જ દોસ્ત અને દુશ્મન બનવાની શરૂઆત થઇ.

દોસ્ત અને દુશ્મન
અમન વર્માને બિગ બોસના ઘરમાં પોતાનુ સ્ટેટસ અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું. ત્યારે અમને લખ્યું કે કેટલાક દોસ્ત પણ બનશે અને કેટલાક દુશ્મન પણ તે જાણીને આનંદ થઇ રહ્યો છે.

પહેલુ ટાસ્ક
બીજો દિવસ ખતરનાક પડકારોથી ભરેલો હતો. જ્યાં ઘરના સદસ્યોએ અનેક ડરનો સામનો કરવો પડ્યો.

કેવો ડર
દિગાંગના સૂર્યવંશી (વીરકી અરદાસ વીરા) અને રૂપલ ત્યાગી (સપને સુહાને લડકપન કે) આ ટાસ્કની પહેલી દાવેદાર હતી. ટાસ્ક કર્યા બાદ તેઓ પોતાના આસુ રોકી ન હોતા શક્યા.

નાભીનો ડર
કોઇને ખાવાનો ડર તો, કોઇને નાભીના વાળનો ડર લાગ્યો હતો. રૂપલને આ ડરનો સામનો પણ કરવો પડ્યો.

ટાસ્ક ન કર્યું
તો સુયશ અને રિમીને ટકલા થવાના ડરનો સામનો કરવાનું કહેવામાં આવ્યું. ત્યારે રિમીએ ટકલા થવા માટે ના પાડી દીધી.

ખાવાનો ડર
વિકાસ ભલ્લા અને યુવિકા ચૌધરી ખાવાના ડરનો સામનો કરતા નજરે પડ્યા.

રૂપલ દિગાંગનાનો બોયકોટ
તો રૂપલનો એક્સ બોયફ્રેન્ડ તેને કટાક્ષ કરતો અને ઘરના સદસ્યોને તેના વિરૂદ્ધ ઉશ્કેરતો નજરે પડ્યો.

ખુણે ખુણો સાફ કર્યો
ત્યારબાદ રૂપલ અને દિગાંગના ટોયલેટનો ખુણે ખુણો સાફ કરતા દેખાયા હતા. અને ઘરના તમામ સદસ્યોએ તેમને ઘરના કામ ના કરવા માટે અલગ કરી દીધા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
