Day1: BIGG BOSSના ઘરમાં ખાવા, ઉંઘવા અને છેડતી કરવા પર તમાશો!
હાલમાં વર્ષના એ દિવસો ચાલી રહ્યાં છે, જ્યારે દરેકની જીભ પર એક જ ચર્ચા હશે કે બિગ બોસ જેવા શો કેમ બને છે? અને તેમ છતા લોકો બિગ બોસ તો જોવાના. જી હા, ટેલિવીઝન પરના રિયાલિટી શો બિગ બોસની શરૂઆત થઇ ચૂકી છે. અને પ્રથમ દિવસે જ ઘરમાં જોરદાર તમાશો પણ થયો. આ તમાશો થયો હતો ઉંઘવા, ખાવા અને એકબીજા સાથે ટાઇમ સ્પેન્ડ કરવાને લઇને.
આ સાથે જ ઘરમાં આવતાની સાથે જ પ્લાનીંગ પણ થયુ અને 4 જોડીને પહેલા દિવસે જ નોમીનેટ કરવામાં આવી. આવો વનઇન્ડિયાના માધ્યમથી જાણીએ કેવો રહ્યો બિગ બોસનો પ્રથમ દિવસ.

શરૂ થયો તમાશો
પહેલા દિવસથી જ બિગબોસના ઘરમાં રીયાલિટી શરૂ થઇ ગઇ. એટલે કે દરેક વાતમાં તમાશો. ખાવા, ઉંઘવા, કપડાં, અને કપલ પર નૌટકીની શરૂઆત થઇ ગઇ. જુઓ અમારી સાથે પહેલા દિવસનું અપડેટ

પહેલી ગુગલી
બિગ બોસની પહેલી ગુગલી છોકરાઓ પર ભારે પડી. કારણ કે દરેક જોડીએ માત્ર એક જ સુટકેસ લઇને જવાની હતી. એટલે કે કોઇ એકે પોતાનો સામાન ઘરની બહાર છોડવાનો હતો. અને છોકરાઓ તો જેન્ટલમેન હોય છે, બસ નિર્ણય થઇ ગયો.

ઉંઘવા પર બબાલ
અરવિંદ વેગડાના નસકોરાના અવાજ એટલા મોટા હતા કે બધાં પરેશાન થઇને ઉઠી ગયા હતા. તો અરવિંદ પણ શરમથી ઉંઘી ન શક્યા.

ખાવા પર બબાલ
રિમી સેનને લાગ્યુ કે આ બધુ સ્ક્રીપ્ટેડ હશે અને તેમને જમવાનુ કેન્ટીનમાંથી આપવામાં આવશે. એટલુ જ નહીં તેમને લાગ્યુ હતુ કે ઘરમાં ફ્રીઝ અને માઇક્રોવેવ પણ હશે.

કનેક્શન ના તોડતા
બિગ બોસની પહેલી સવાર થઇ "યે દોસ્તી હમ નહીં તોડેંગે" ગીત સાથે. એટલે કે કોઇને પણ કનેક્શન તોડવાની પરવાનગી ન હતી.

કેથ સકીરાની છેડછાડ
કેથની મંદાના સાથેની છેડછાડ તેમની ગર્લફ્રેન્ડ રોશેલને ન ગમી. તેમણે કહ્યું કે જે પણ તે કરી રહ્યાં છે, તે બધુ ટીવી પર દેખાશે.

બિચારો પ્રિંસ
ત્યારબાદ કેથ અને રોશેલ એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળ્યા. જ્યારે તેમના પાર્ટનર આ બધુ જોવાથી બચતા નજરે પડ્યા હતા.

પુરૂષોનું કિચન
જ્યારે ઘરનું પ્રથમ કરિયાણું આવ્યુ ત્યારે પુરૂષોએ રસોડું સંભાળ્યુ કારણ કે ઘરમાં કોઇ પણ મહિલાને ખાવાનુ બનાવતા નથી આવડતુ. અમન વર્માએ નાસ્તો બનાવ્યો તો પ્રિંસે ખાવાનું બનાવ્યું.

દુરનો તમાશો
એક્સ કપલ અંકિત અને રૂપલ એકબીજાથી દૂર જ નજરે પડ્યા. રૂપલે કહ્યું કે અંકિત ઘરની અંદર નાટક કરી રહ્યો છે.

નોમિનેશન
પહેલા દિવસે જ નોમિનેશનનો ઝટકો મળ્યો. અંકિત ગેરા-અરવિંદ વેગડા, રૂપલ ત્યાગી-દિગાંગના સૂર્યવંશી, સુયશ રાય- રિમીસેન અને વિકાસ ભલ્લા- યુવિકા ચૌધરી નોમિનેટ થઇ ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
