Bigg Boss 8 : ખૂબસૂરત રેખાની માદકતા સામે દબંગ સલમાન ઘુંટણીયે
મુંબઈ, 13 ઑક્ટોબર : બિગ બૉસના ઘરમાં અત્યાર સુધી અનેક મહેમાન આવ્યા છે. સૌ પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા તથા દર્શકોને પોતાની ફિલ્મ અંગે જણાવી જતા રહ્યાં, પણ આ રવિવારે એક એવા મહેમાન આવ્યાં કે જેમણે દર્શકો તથા બિગ બૉસને જ આશ્ચર્યચકિત ન કર્યાં, પણ તેઓ બિગ બૉસના હોસ્ટ સલમાન ખાનને પણ ઘુંટણીએ કરાવી ગયાં. અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડ દિવા રેખાની કે જેઓ બિગ બૉસ 8ના 22મા દિવસે પોતાની આવનાર ફિલ્મ સુપર નાનીના પ્રમોશન માટે આવ્યા હતાં.
સલમાન ખાને રેખાના સૌંદર્યના વખાણ કર્યા અને રેખા માટે પોતાના બાળપણના પ્રેમના કિસ્સા સંભળાવ્યાં, તો બીજી બાજુ રેખાએ પણ પોતાના માન બાબા એટલે કે સલમાન ખાનના બાળપણની કેટલીક યાદો દર્શકો સાથે શૅર કરી. સલમાને જણાવ્યું કે રેખાજી સાથે તેમણે પોતાના કૅરિયરની પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી કરી હતી. રેખાએ પણ સલમાનની ખેંચતા કહ્યું કે ત્યારે પણ તેઓ (સલમાન) ન સમજ્યાં કે બીવી હો તો ઐસી.
રેખાએ જણાવ્યું કે સલમાને બાળપણમાં કહ્યુ હતું કે તેઓ મોટા થઈ રેખા સાથે લગ્ન કરશે. કદાચ એટલે જ તેમણે લગ્ન નથી કર્યાં. બિગ બૉસના આ એપિસોડ દરમિયાન રેખાએ અનેક વખત બિગ બી અમિતાભ બચ્ચન તથા તેમની ફિલ્મોના નામો પણ બોલી નાંખ્યાં.
ચાલો બતાવીએ તસવીરો સાથે વિગતવાર ન્યુઝ :

થપ્પડ સે ડર નહીં લગતા...
રેખાએ બિગ બૉસમાં પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાનની ફિલ્મ દબંગનો ડાયલૉગ બોલ્યો, ‘થપ્પડ સે ડર નહીં લગતા સાહબ, પ્યાર સે ભી નહીં લગતા, પ્યાર તો મૈં બેઇંતહા કર સકતી હૂં...'

રેખાનો પીછો કરતા સલમાન
સલમાને કહ્યું કે રેખા સવારે ઉઠીને વૉક કરવા જતા હતાં, ત્યારે તેઓ રાત્રે જ રસ્તા પર સુઈ જતા અને સવારે પાંચ વાગે ઉઠી રેખાને દૂરથી જોયા કરતા હતાં.

રેખા સાથે લગ્ન કરશે સલમાન
રેખાએ સલમાનના બાળપણની વાત સંભળાવતા કહ્યું કે સલમાન જ્યારે બહુ નાના હતા, ત્યારે તેઓ સૌને કહેતા હતાં કે તેઓ મોટા થઈ રેખા સાથે લગ્ન કરશે.

માન બાબા
રેખા સલમાનને માન બાબા કહી બોલાવતા હતાં. જ્યારે સલમાન નાના હતાં, ત્યારે તેઓ મારો પીછો કરતા હતાં. તે જ સમયે સલમાનને મારી સાથે પ્રેમ થઈ ગયો હતો.

બિગ બીથી બીક લાગે છે
દબંગનો ડાયલૉગ બોલતા છેલ્લી લાઇનમાં રેખાએ કહ્યું - મને બિગ બીથી બીક લાગે છે. પછી બિગ બીનુ ફુલ ફૉર્મ જણાવતા કહ્યું કે બિગ બૉસથી બીક લાગે છે.

રેખાએ કહ્યું કે ખુદા ગવાહ હૈ
રેખાએ બિગ બૉસના લોકો સાથે વાત કરતા કહ્યું કે ખુદા ગવાહ હૈ કિ મૈંને ઇતને સારે લોગોં કો એક સાથ કભી નહીં દેખા. ખુદા ગવાહ કહ્યા બાદ રેખા થોડીક ક્ષણો માટે થંભી ગયાં.

બિગ બૉસ હાઉસમાં રેખા
શોના અંતે રેખા બિગ બૉસના ઘરની અંદર ગયાં અને તેમણે સુશાંતને સાડી પહેરાવી, કારણ કે સુશાંત ટાસ્ક દરમિયાન જીતી ગયા હતાં.

સુશાંતની આંખો અશ્રુભીની
રેખાને જોઈ સુશાંતની આંખો અશ્રુભીની થઈ ગઈ. સુશાંત રેખાના ફૅન છે. રેખાએ સુશાંતને આશીર્વાદ આપ્યાં અને કહ્યું કે તેઓ બહુ આગળ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
