બિગ બૉસ : સોફિયાએ અરમાન વિરુદ્ધ પોલીસ કેસ કર્યો
લોનાવાલા, 12 ડિસેમ્બર : બિગ બૉસ 7 દરમિયાન ઘરની અંદર અનેક ઝગડા થયાં, ગાળો અપાઈ, સ્પર્ધકોએ ઘરની દિવાળ કૂદવાની કોશિશ સુદ્ધા કરી, પણ આ વાતો ઘરની અંદર જ રહી અને સાથે જ ઘરના સભ્યો વચ્ચે થોડાક જ દિવસમાં વાત સૅટલ થઈ ગઈ, પણ સોફિયા અને અરમાન વચ્ચેનો ઝગડો માત્ર બિગ બૉસના ઘરની અંદર સુધી જ નહીં, પણ સોફિયા ઘરની બહાર આવતા જ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.
સોફિયા હયાતે બહાર આવતાવેત જ પોલીસ સ્ટેશન જઈ અરમાન કોહલી વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. સોફિયાનો આરોપ છે કે અરમાને 4થી ડિસેમ્બરના રોજ ટાસ્ક દરમિયાન તેમની ઉપર હાથ ઉગામ્યો અને તેમને મારવાની કોશિશ કરી. સોફિયા અને અરમાન વચ્ચે 4થી ડિસેમ્બરે બિગ બૉસ દ્વારા કૅપ્ટન બનવા માટે અપાયેલ ટાસ્ક દરમિયાન ઝગડો થઈ ગયો. આ ઝગડામાં અરમાને સોફિયા સાથે છીના-ઝપટી કરી અને સોફિયાને દંડાથી ધક્કો મારવાની કોશિશ કરી.
સોફિયાના જણાવ્યા મુજબ તે દંડો અરમાને જાણીજોઈને માર્યો અને અહં સુધી કે સોફિયાના ચહેરા પર નિશાન પણ ઉપસી આવ્યો. સોફિયાએ તરત જ બિગ બૉસનું ઘર છોડવાનો નિર્ણય કર્યો, પણ બિગ બૉસ દ્વારા સમજાવાતા સોફિયા માની ગયાં અને તેમણે અરમાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો, પરંતુ તે જ સપ્તાહે એલિમિનેશનના દિવસે સોફિયા હયાત પોતે જ ઘરથી બહાર થઈ ગયાં.
બહાર આવ્યા બાદ સોફિયાએ અરમાન અંગે ઘણુ બધુ કહ્યું અને જણાવ્યું કે તેઓ કેસ નોંધાવશે. સલમાન ખાને સોફિયાને સમજાવી કે તેઓ અમરાન વિરુદ્ધ કેસ ન કરે, કારણ કે તેથી અરમાનના કૅરિયર ઉપર અસર થશે, પણ સોફિયાએ સલમાનની વાત માનવાનો ઇનકાર કરી દીધો. કહે છે કે સલમાન ખાન અરમાનને બહુ પહેલાથી ઓળખે છે અને તેથી તેઓ નથી ઇચ્છતા કે અરમાન કોહલ મુશ્કેલીમાં મુકાય. સોફિયાએ અરમાન વિરુદ્ધ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે, પણ આ ફરિયાદ લોનાવાલ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાંસફર કરાવાઈ છે, કારણ કે બિગ બૉસનું સેટ લોનાવાલા ખાતે જ છે.
ચાલો તસવીરોમાં જોઇએ બિગ બૉસમાં અરમાન-સોફિયાના ઝગડાં :

વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
બિગ બૉસ 7માં સોફિયા હયાતે 45મા દિવસે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા પ્રવેશ કર્યો હતો.

ઍન્ડી સાથે સોફિયા
બિગ બૉસ 7માં પહેલા દિવસે પ્રવેશ વખતે વીજે ઍન્ડી સાથે સોફિયા હયાત.

નૉર્મલ દેખાતાં સોફિયા
બિગ બૉસ 7માં સોફિયા હયાત, કૅન્ડી બ્રાર તથા અરમાન કોહલી ચર્ચા કરતા જણાય છે.

ચર્ચા કરતાં અરમાન-સોફિયા
બિગ બૉસ 7ના 57મા દિવસે ચર્ચા કરતાં અરમાન કોહલી અને સોફિયા હયાત.

ઝગડો શરૂ
બિગ બૉસમાં 73મા દિવસે અરમાન કોહલી અને સોફિયા હયાત ઝગડો કરતા જણાય છે.

ઉગ્ર અરમાન-સોફિયા
બિગ બૉસ 7માં 80મા દિવસે અરમાન અને સોફિયાનો ઝગડો વધુ ઉગ્ર થયો જણાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
