Pics : બખ્તિયારે બજાવી ભાઈ તરીકેની ફરજ
મુંબઈ, 7 ડિસેમ્બર : બિગ બૉસ 6માં આ વખતે અનેક તુટેલા સંબંધો સાથે સંકળાયેલ લોકોની એન્ટ્રી થઈ, પરંતુ દરેક સંબંધનો કઈંક જુદો જ અંજામ આવ્યો. એક બાજુ સના અને વિશાલ ફરી એક થઈ ગયાં, તો બીજી બાજુ રાજીવની લાખ કોશિશો બાદ પણ ડેલનાઝ તેમને મિત્ર કરતાં વધુ કઈં માની શક્યાં નહીં. હવે વધુ એક સંબંધની આ ઘરમાં એન્ટ્રી થઈ છે અને તે છે ડેલનાઝના ભાઈ તેમજ રાજીવના સાળા બખ્તિયાર કે જેમણે પોતાની એન્ટ્રી સાથે જ પોતાની ભાઈ હોવાની ફરજ બજાવવી શરૂ કરી નાંખી છે.
બિગ બૉસના ઘરે અગાઉથી જ અનેક વાર રાજીવ પૉલ અને ડેલનાઝ ઈરાનીના તુટેલ સંબંધ અંગે વાતો થઈ ચુકી છે. હવે બિગ બૉસના નિર્માતા ડેલનાઝના ભાઈ બખ્તિયારને ઘરે લાવી ફરી એક વાર આ તુટેલા સંબંધને લાઇમલાઇટમાં લાવવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ બખ્તિયાર આશકા સિવાય ઘરના તમામ સભ્યો સામે નારાજ થાય છે. સાથે જ તેઓ રાજીવને પણ ખૂબ ભલુ-બુરુ સંભળાવે છે. બિગ બૉસ 6માં કેટલાંક નવા ગેસ્ટ આવ્યાં છે બિગ બૉસના ટાસ્ટ ફ્રીઝ એન્ડ રિલીઝ માટે. આ ગેસ્ટમાં કેટલાંક એવા પણ છે કે જેમને જોઈ બિગ બૉસના પ્રતિસ્પર્ધીઓ દંગ રહી જશે.
આ ગેસ્ટમાં ડેલનાઝના ભાઈ બખ્તિયરનો પણ સમાવેશ થાય છે. બખ્તિયાર ખાસ તો ઉર્વશી પર ગુસ્સે થાય છે કારણ કે તેઓ સતત ડેલનાઝને સાળી જાડી (સાલી મોટી) કહી બોલાવે છે. સાથે જ તેઓ કહે છે કે એકતા કપૂર સાચે જ વખાણને પાત્ર છે કે જેમણે ઉર્વશી જેવા વૅમ્પાયરને પોતાની સીરિયલોમાં એકદમ સારો રોલ આપ્યો. સાથે જ બખ્તિયાર રાજીવને પણ ટાર્ગેટ કરે છે અને કહે છે કે તેઓ ડેલનાઝ સામે માફી માંગવાનું નાટક છોડી દે અને પોતાના સંબંધોને લઈને બીજાઓની સહાનુભૂતિ માંગવાનું છોડી દે. તેઓ રાજીવ પ્રત્યે સના ખાન, મિંક બ્રાર તથા કરિશ્મા કોટક સાથે ફ્લર્ટ કરવા અંગે પણ નારાજગી વ્યક્ત કરે છે અને કહે છે કે આ બધુ ખૂબ ચીપ લાગે છે.
જુઓ તસવીરોમાં બિગ બૉસ અંગે વધુ કેટલીક રસપ્રદ માહિતીઓ.

બખ્તિયાર-ડેલનાઝ
બખ્તિયાર ઈરાની બિગ બૉસ અગાઉનચ બલિયે ટીવી શો કરી ચુક્યાં છે. તે પણ પોતાના પત્ની તનાઝ ઈરાની સાથે.

બખ્તિયાર-ડેલનાઝ
પછી બખ્તિયાર પોતાના પત્ની સાથે જરા નચકે દિખામાં નજરે પડ્યાં છે.

બખ્તિયાર-ડેલનાઝ
2009માં બખ્તિયાર ઈરાની કલર્સના હિટ શો બિગ બૉસ 3માં પાર્ટીસિપેંટ તરીકે આવ્યા હતાં પોતાના પત્ની સાથે.

બખ્તિયાર-ડેલનાઝ
બખ્તિયાર હિમેશ રેશમિયાની ફિલ્મ કર્ઝમાં પણ નજરે પડ્યા હતાં.

બખ્તિયાર-ડેલનાઝ
બખ્તિયાર ઈરાની અને તનાઝ ઈરાની. બખ્તિયાર ડેલનાઝના નાના ભાઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
