Bigg Boss 17- ઘરમાં જતા જ તહેલકાભાઈ અને અભિષેક વચ્ચે મારામારી, જુઓ ચોંકાવનારો Video
Bigg Boss 17: બિગ બૉસ 17 શરૂ થઈ ગયું છે અને ઘરમાં જતા સાથે જ વાસણો ખખડવા લાગ્યા છે. ભાઈજાનના શોમાં બિગ બૉસ 17ની પહેલી લડાઈ થઈ છે અને તેનો વીડિયો પણ કેટલાક ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
અમે વાત કરી રહ્યા છીએ તહેલકા પ્રૅન્ક અને અભિષેક કુમારની, જે ઘરમાં પ્રવેશતાની સાથે જ ભિડાઈ ગયા હતા. વાયરલ વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે અભિષેક કુમાર અને તહેલકા પ્રૅન્ક એકબીજાના મોઢા ઉપર આવીને વાત કરી રહ્યા છે અને જોરથી અવાજ કરી રહ્યા છે.

જો કે એક છોકરી એવી છે જે અભિષેકને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે કોનો અવાજ છે તે બહાર આવ્યું નથી. તહેલકા પ્રૅન્ક તરીકે ઓળખાતા આ યુટ્યુબરની ફેન ફોલોઈંગ ખૂબ જ અદભૂત છે. અભિષેક કુમારે સીરિયલ ઉદારિયાં પણ કરી છે.
જો કે બંને વચ્ચે આ ઝપાઝપી કેમ થઈ તે બહાર આવ્યું નથી. સિઝનની શરૂઆત ખૂબ જ જોરદાર રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ સિઝન અલગ રહેવાની છે. લૉક અપ વિનર મુનાવર ફારુકી પણ આ શોમાં એન્ટ્રી કરી ચુક્યા છે.
હવે જોવાનું એ રહે છે કે સિઝન કેવી જાય છે અને લોકો તેને કેવી રીતે એન્જોય કરે છે. આ વખતે સલમાન ખાનના આ શોમાં કપલ વિરુદ્ધ સિંગલનો ધમાકો થવાનો છે. જો કે તે કેટલી મજેદાર છે તે શો ઑન એર થયા બાદ જ ખબર પડશે. હાલમાં લોકો આજે પ્રીમિયર નાઈટની રાહ જોઈ રહ્યા છે.
જુઓ આ વાયરલ વીડિયો..
aggressive hue @Abhishe39387224 , #TehelkaPrank se ki hathapai 😱😨#BiggBoss17, 16th October Episode Promo#AbhishekKumar #SunnyArya #TehelkaPrank #BB17 #BiggBoss #ViralVideo #FinalNews #TrendingNews #Twitter pic.twitter.com/dgaJFqlkF2
— FinalNews (@FinalNews2) October 15, 2023












Click it and Unblock the Notifications
