બિગ બૉસ 13: સિદ્ધાર્થ-રશ્મિ વચ્ચેની લડાઈ પર જેસ્મિને તોડ્યુ મૌન, રશ્મિને કહી જૂઠી
ટીવી અભિનેત્રી અને સિદ્ધાર્થ-રશ્મિ સાથે શોમાં કામ કરી ચૂકેલી તેમની કો-સ્ટાર જેસ્મીન ભસીને પણ સિદ્ધાર્થ-રશ્મિના ઝઘડા વિશે પ્રતિક્રિયા આપી છે.
બિગ બૉસ 13માં એક વાર ફરીથી જોરદાર હંગામો જોવા મળ્યો. આ વીકેન્ડ પર શોના કન્ટેસ્ટન્ટ રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે જોરદાર લડાઈ થઈ. આની અસર વીકેન્ડ કા વારમાં પણ જોવા મળી જ્યારે ખુદ શોના હોસ્ટ સલમાન ખાને બંને નો ઝઘડો ખતમ કરવા માટે ઘણી મહેનત કરવી પડી. ભલે સલમાન ખાને કોઈ રીતે તેમની વચ્ચેની લડાઈ ખતમ કરવાની કોશિશ કરી છે પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વિશે સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ કડીમાં હવે ટીવી અભિનેત્રી અને સિદ્ધાર્થ-રશ્મિ સાથે શોમાં કામ કરી ચૂકેલી તેમની કો-સ્ટાર જેસ્મીન ભસીને પણ પ્રતિક્રિયા આપી છે.

બિગ બૉસ હાઉસમાં રશ્મિ-સિદ્ધાર્થ વચ્ચે લડાઈ
બિગ બૉસ 13ના ઘરમાં એ વખતે જોરદાર હોબાળો જોવા મળ્યો જ્યારે આ વીકેન્ડ પર ટાસ્ક દરમિયાન સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ વચ્ચે વિવાદ થઈ ગયો. આ દરમિયાન સિદ્ધાર્થે રશ્મિ દેસાઈ પર કમેન્ટ કરીને તેને નોકરાણી કહી દીધી. ત્યારબાદ મામલાએ તરત જ તૂલ પકડ્યુ અને રશ્મિ દેસાઈએ સિદ્ધાર્થના પરિવાર વિશે ટિપ્પણી કરી જેના પર સિદ્ધાર્થે પણ તેને એસી લડકી કહીને બોલાવી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો વધી ગયો. આટલુ જ નહિ સ્થિતિ મારામારી સુધી પહોંચી ગઈ.

જ્યારે સલમાન સામે જ ભિડાઈ ગયા રશ્મિ અને સિદ્ધાર્થ
આ આખો હંગામો બિગ બૉસ હાઉસમાં તો થયો જ ત્યારબાદ વીકેન્ડ કા વારમાં શોના હોસ્ટ સલમાન ખાન સામે પણ થયો. આ દરમિયાન અભિનેતા સલમાન ખાને કોઈ રીતે બંને પક્ષોની વાત સાંભળી અને સ્થિતિને સંભાળીને બંને પક્ષોને શાંત કર્યા. તેમની કોશિશોના કારણે બિગ બૉસ હાઉસમાં બંને કન્ટેસ્ટન્ટનો આ ઝઘડો ભલે શમી ગયો હોય પરંતુ આ આખા હંગામાની અસર બહાર પણ જોવા મળી રહી છે. રશ્મિ-સિદ્ધાર્થમાં કોની ભૂલ વધુ હતી આ વિશે સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયાઓ સામે આવી જેમાં અમુક લોકો જ્યાં રશ્મિની સાથે દેખાયા તો ઘણા સેલિબ્રિટીઝે સિદ્ધાર્થ શુક્લાને સપોર્ટ કર્યો.

સિદ્ધાર્થ-રશ્મિ સાથે કો-સ્ટાર રહેલી જેસ્મિને શું કહ્યુ
આ પ્રતિક્રિયાઓ વચ્ચે એક કમેન્ટ ટીવી અભિનેત્રી જેસ્મિન ભસીનની પણ આવી છે. જેસ્મિન ભસીને જણાવ્યુ કે સિદ્ધાર્થ શુક્લા કોઈ યુવતી સાથે ગેરવર્તણુક ન કરી શકે. બોલિવુડ લાઈફના સમાચાર અનુસાર Zoom ટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જેસ્મિને કહ્યુ, ‘સિદ્ધાર્થ કોઈ યુવતી સાથે બદ્તમીઝી ન કરી શકે, મે તેમની સાથે કામ કર્યુ છે. મને ખબર છે કે તે કયા પ્રકારના વ્યક્તિ છે. રશ્મિ તેમના પર નિશાન સાધી રહી છે તે ખોટુ છે. સિદ્ધાર્થ માત્ર ગેમ માટે આ બધુ નહિ કહે, તે હર્ટ થયા છે.'

નાગિન 4માં નાગિનની ભમિકા નિભાવશે જાસ્મિન
જેસ્મિને રશ્મિને ખોટી ગણાવીને કહ્યુ કે રશ્મિ સતત સિદ્ધાર્થ પર નિશાન સાધી રહી છે કે જે સંપૂર્ણપણે ખોટુ છે. જેસ્મિન ભસીન વિશે જણાવી દઈએ કે તે રશ્મિ અને સિદ્ધાર્થ સાથે શો દિલ સે દિલ તકમાં કામ કરી ચૂકી છે. તે સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ સાથે આ શોનો હિસ્સો હતી. જેસ્મિન હાલમાં પોતાના શો નાગિન 4ની તૈયારીમાં લાગેલી છે. તે આશોમાં નાગિનની ભૂમિકા ભજવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
