Bigg Boss 13માં બૉયફ્રેન્ડ સાથે એન્ટ્રી કરશે રશ્મિ દેસાઈ, પછી થશે લગ્ન, ન્યૂઝ લીક!
બિગ બૉસ 13 માટે દર્શકો વચ્ચે જબરદસ્ત ઉત્સાહ છે. આ વખતે એક નહિ પરંતુ ઘણા મોટા ફેરફાર સાથે બિગ બૉસ 13 પોતાની નવી સિઝન સાથે આવી રહ્યુ છે.
બિગ બૉસ 13 માટે દર્શકો વચ્ચે જબરદસ્ત ઉત્સાહ છે. આ વખતે એક નહિ પરંતુ ઘણા મોટા ફેરફાર સાથે બિગ બૉસ 13 પોતાની નવી સિઝન સાથે આવી રહ્યુ છે. આમાં સૌથી મોટો ફેરફાર છે સેલિબ્રિટી કન્ટેસ્ટંટ. ટીઆરપી માટે આ વખતે ટીવીના ઘણા મોટા ચહેરા શોનો હિસ્સો બનશે. આમાં એક નામ છે ટીવીની આ સુપરહિટ એક્ટ્રેસ રશ્મિ દેશાઈનુ પણ છે. રશ્મિ દેસાઈએ ઉતરનમાં તપસ્યા તરીકે સફળતા મેળવી હતી.

રશ્મિનુ બિગ બૉસમાં આવવુ નક્કી
હાલમાં તે ટીવીમાંથી બ્રેક લઈને પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. આ દરમિયાન રશ્મિનુ બિગ બૉસમાં આવવુ નક્કી માનવામાં આવી રહ્યુ છે તે પણ પોતાના બૉયફ્રેન્ડ સાથે. પરંતુ આ વખતે રશ્મિની એન્ટ્રી શો માટે ઘણા મોટા ટ્વિસ્ટ લઈને આવવાની છે.

રશ્મિની એન્ટ્રીથી
બિગ બૉસ પોતાની ગઈ સિઝનમાં ટીઆરપીમાં ક્યારેય પણ આ રીતનો ઉછાળો નથી આવ્યો, જેની આશા સલમાન ખાનના શોથી કરવામાં આવતી હોય છે. આ વખતે મેકર્સ કોઈ પણ કસર છોડવા નથી માંગતા. આને જોતા ઉતરનની તપસ્યા રશ્મિ દેસાઈની શોમાં એન્ટ્રીને મેકર્સ કોઈ પણ કિંમતે ઓછી આંકવા નથી માંગતા.

પછી થશે લગ્ન
આ શોમાં પોતાના બૉયફ્રેન્ડ બિઝનેસમેન અરહાન ખાન સાથે એન્ટ્રી લઈ શકે છે. એટલુ જ નહિ શોમાં બંને વચ્ચેના સંબંધને પણ બતાવવામાં આવશે. શક્ય છે કે બંનેના લગ્ન પણ આ શોમાં કરાવવામાં આવે.

બંનેએ કહ્યુ અમે માત્ર દોસ્ત
જો કે હજુ સુધી રશ્મિ અને અરહાને આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી નથી. થોડા દિવસો અગાઉ પોતાના સંબંધ વિશે રશ્મિ અને અરહાન એ કહી ચૂક્યા છે કે બંને બહુ સારા દોસ્ત છે અને એકબીજાનુ સમ્માન કરે છે. અરહાન ટીવી શો બઢો બહુમાં જોવા મળી ચૂક્યા છે.

રશ્મિ અને અરહાનની મુલાકાત
તમને જણાવી દઈએ કે રશ્મિ આ પહેલા પોતાના એક્સ પતિ નંદીશ સંધૂ સાથે ઘણા રિયાલિટી ટીવી શોમાં આવી ચૂકી છે. બંનેના 2015માં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ રશ્મિની મુલાકાત અરહાન સાથે વર્ષ 2017માં થઈ.

રશ્મિને ગંભીર બિમારી
થોડા દિવસો પહેલા રશ્મિએ એ પણ ખુલાસો કર્યો હતો કે તે સ્કિન સંબંધી મુશ્કેલીઓ સામે લડી રહી છે. આના કારણે તેનુ વજન વધી ગયુ છે. તેણે કહ્યુ હતુ કે ડિસેમ્બરથી મને સોરાયસિસની ખબર પડી છે. આ બિમારી ઠીક થવામાં ઘણો સમય લાગે છે. ઘણા વાર તે સંપૂર્ણપણે ઠીક નથી થઈ શકતી.

વજનના કારણે મુશ્કેલી
તમને જણાવી દઈએ કે વધતા વજનના કારણે રશ્મિને ઘણી વાર ટ્રોલ પણ થવુ પડ્યુ છે. પરંતુ હવે આ બધા પર તે ધ્યાન નથી આપતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
