Big Boss 12ના વિનર સિદ્ધાર્થ શુક્લાએ નશામાં ધુત ગાડી ચલાવતાં મારપીટ થઈ, વીડિયો વાયરલ
Big Boss 12ના વિનર સિદ્ધાર્થ શુક્લાએ નશામાં ધુત ગાડી ચલાવતાં મારપીટ થઈ, વીડિયો વાયરલ
બિગ બૉસ 12ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા 11 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા હતા પરંતુ તેમની પાર્ટી બાદ સિદ્ધાર્થે થોડો તમાશો કર્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે વીડિયો માત્ર એક તરફી કહાની જ વ્યક્ત કરી રહ્યો છે તેથી અમે તેની પુષ્ટિ નથી કરી રહ્યા.
આ વીડિયોનું માનીએ તો સિદ્ધાર્થ શુક્લા નશામાં ધુત, અડધી રાતે ગાડી ચલાવી રહ્યા હતા અને તેમણે એક ગરીબ માણસ સાતે મારપીટ પણ કરી. ત્યારે કોઈએ સિદ્ધાર્થની આ હરકતનો વીડિયો રેકોર્ડ કરવો શરૂ કર્યો તો સિદ્ધાર્થ જબરદસ્તી તેનો ફોન છીનવવા લાગ્યો.

સિદ્ધાર્થે મારપીટ કરી
વીડિયો બનાવી રહેલો શખ્સ જ્યારે સિદ્ધાર્થને પૂછે છે કે ગરીબને કેમ માર્યો? તો સિદ્ધાર્થે કહ્યું કે તે શક્સ ચાકુ દેખાડી રહ્યો હતો. હવે વીડિયોમાં અને સિદ્ધાર્થની વાતોમાં કેટલી સચ્ચાઈ છે તેની અમે પુષ્ટિ નથી કરી શકતા. પરંતુ હાલ ધી રિયલ ખબરી નામના અકાઉન્ટથી શેર કરવામાં આવેલ આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો

ગુસ્સા માટે મશહૂર
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લામ આમપણ પોતાના ગુસ્સા માટે મશહૂર છે. બિગ બૉસ સિદ્ધાર્થ અને અસીમ રિયાઝનો ઝઘડો થયો અથવા રશ્મિ સાથે તેની જબરી ફાઈટ. આ સીઝન પણ બિગ બૉસના ઘરે સીનિયર બની પહોંચેલા સિદ્ધાર્થે એઝાજ ઉપરાંત હિના ખાન અને ગૌહર ખાન સાથે પણ ઝઘડો કરવામાં કોઈ કસર નહોતી છોડી.

ફેન્સે સાથ આપ્યો
જો કે હંમેશાની જેમ સિદ્ધાર્થ શુક્લાના ફેન્સ તેમના સમર્થનમાં ઉતરી આવ્યા છે. એક ફેને પૂછ્યું કે જો સામે આવનાર ચાકૂ દેખાડે તો તમે ખુદને બચાવવા માટે તેને મારી પણ ના શકો? જ્યારે વધુ એક ફેને લખ્યું કે હવે કોઈ ચાકુ દેખાડે તો પહેલાં તેને પૂછવામાં આવે કે મારશો કે નહિ? પછી રિએક્શન આપવામાં આવશે?

આવી રીતે શરૂ થયો જન્મદિવસ
જો કે સિદ્ધાર્થ શુક્લાએ 2020માં પોતાના 40મા જન્મદિવસની શરૂઆત પોતાના ખાસ દોસ્ત શહનાઝ ગિલ સાથે કરી હતી. શહનાઝે પોતાનો અને સિદ્ધાર્થનો એક વીડિયો પણ ફેન્સ માટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સેર કર્યો હતો.

છેડછાડમાં પણ પાછળ નહિ
સિદ્ધાર્થ ક્યારેય પણ કોઈને ઉકસાવવામાં પાછળ નથી રહેતો. પોતાના 40મા જન્મદિવસ પર પણ તેમણે રશ્મી દેસાઈ, પારસ છાબડા અને માહિરા શર્માને ટેગ કરતા લખ્યું- મારો 40મો જન્મદિવસ આવી ગયો છે અને હું હજી ઘરઢો નથી થયો. ઉલ્લેખનીય છે કે બિગ બૉસના દિવસોમાં આ લોકો તેને ઘરઢો કહીને નીચો દેખાડવાની કોશિશ કરતા હતા.

રશ્મિએ જવાબ આપ્યો
સિદ્ધાર્થના ટ્વીટનો જવાબ આપતાં રશ્મિએ લખ્યું- હું જાણતી હતી કે તમારા જન્મદિવસ પર પણ તમે મને ખુબ મિસ કરશો. સારું છે. પરંતુ તમને જન્મદિવસની શુભકામના. ખુશ રહો.

માહિરાએ વખાણ કર્યાં
જ્યારે માહિરાએ સિદ્ધાર્થના વખાણ કરતાં લખ્યું- તમે એક મજબૂત માણસ છો. આપણે શોમાં શ્રેષ્ઠ યાદો શેર કરી છે. તમને જન્મદિવસની શુભકામના.

શહનાઝ સાથે જોડી
ઉલ્લેખનીય છે કે બિગ બૉસ સીઝન 12માં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડીએ ઘણી લાઈમલાઈટ મેળવી હતી જે બાદ તેમને સાથે જોવા માટે ફેન્સ પણ ઉત્સાહિત રહે છે.

હાલમાં જ ગીત રિલીઝ થયું
હાલમાં જ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલનું ગીત શોના શોના રિલીઝ થયું જે ટોની કક્કડ અને નેહા કક્કડે અવાજ આપ્યો છે. હંમેશાની જેમ ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

ચંદીગઢમાં શૂટિંગ
આ ગીતનું શૂટિંગ ચંદીગઢમાં થયું છે. ગીતમાં સિદ્ધાર્થ અને શાહનાઝની ક્યૂટ કેમિસ્ટ્રી ફેન્સને પસંદ આવી રહી છે.
#HappyBirthdaySidharthShukla
— The Khabri (@TheRealKhabri) December 12, 2020
Yesrerday Birthday Night #SidharthShukla Drank alcohol
was Driving and Beat up Poor citizen
Link Here Full Video👇👇https://t.co/NW9ribPpLx pic.twitter.com/iAP4Q5wdTr
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
