Big Boss 14: આતુરતાનો અંત, આ તારીખથી શરૂ થશે સલમાન ખાનનો શો
બિગ બૉસના ફેન્સની આતુરતાનો છેવટે અંત આવ્યો છે કારણકે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાતો લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસ સિઝન 14 હવે જલ્દી શરૂ થવાનો છે.
મુંબઈઃ બિગ બૉસના ફેન્સની આતુરતાનો છેવટે અંત આવ્યો છે કારણકે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાતો લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસ સિઝન 14 હવે જલ્દી શરૂ થવાનો છે. થોડા દિવસો પહેલા બિગ બૉસ 14નુ ટીઝર સામે આવ્યુ હતુ જેણે બિગ બૉસ ફેન્સની બેચેની વધારી દીધી. પરંતુ બિગ બૉસના ફેન્સને હવે લાંબી રાહ નહિ જોવી પડે કારણકે 3 ઓક્ટોબરે કલર્સ પર શોનુ પ્રામિયર લૉન્ચ કરવામાં આવશે.

બિગ બૉસ સિઝન 14નુ કલર્સ ચેનલ પર 3 ઓક્ટોબરે શરૂ થશે પ્રસારણ
તમને જણાવી દઈએ કે કલર્સ ચેનલ પર બૉલિવુડ અભિનેતા સલમાન ખાનના શો બિગ બૉસ 2020 પહેલા સપ્ટેમ્બરમાં લૉન્ચ કરવાનો હતો પરંતુ કોરોના સહિત અન્ય ઘણા કારણોસર આ શો હવે સપ્ટેમ્બરના બદલે ઓક્ટોબરમાં શરૂ થશે. બિગ બૉસ સિઝન 14નુ પ્રસારણ 3 ઓક્ટોબરે કલર્સ પર થશે. ઈન્ડિયન એક્સપ્રેસને બિગ બૉસ સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યુ કે નિર્માતા હજુ પણ સિઝન 14 માટે કન્ટેસ્ટન્ટની શોધ કરી રહ્યા છે વળી, બિગ બૉસના સેટ પર કામ લગભગ પૂરુ થઈ ચૂક્યુ છે.

આ સિઝન વધુ રોમાંચક બનશે
ખાસ વાત એ છે કે બિગ બૉસ દર વખતે રવિવારે લૉન્ચ થાય છે પરંતુ આ વખતે આ શો શનિવારે એટલે કે 3 ઓક્ટોબરે જ ઑન એર થશે. આ વખતની સિઝન વધુ રોમાંચક થવાની છે. બિગ બૉસ સિઝન 13એ ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. સૂત્રો અનુસાર આ વખતે પણ આવુ કરવા માટે શો પર પ્રેશર છે. અમુક સેલિબ્રિટી ફાઈનલ છે જ્યારે અન્ય સાથે વાતચીત ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે શોમાં અમુક કૉમન મેનની પણ એન્ટ્રી થશે જેમની પસંદગી ડિજિટલ ઑડિશન દ્વારા થશે. 3 કૉમનર્સ અને 13 સેલિબ્રિટી શોમાં ભાગ લેશે. ઘણા ટીવી સ્ટાર્સના નામ સામે આવ્યા છે જેમાંથી જેસ્મીન ભસીન, નૈના સિંહ, નિયા શર્મા, પવિત્ર પુનિયા, આકાંક્ષા પુરી અને આમિર અલીના નામોને કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે.

બિગ બૉસના શોમાં દેખાશે કોરોના ઈફેક્ટ
કોરોના મહામારીના કારણે આ વખતે બિગ બૉસના શોમાં દર્શકોને ઘણા ફેરફાર જોવા મળશે. બિગ બૉસ 14માં લૉકડાઉન સાથે સાથે સોશિયલ ડિસ્ટંસીંગની પણ અસર દેખાશે. આ સિઝનમાં લૉકડાઉન એક મુખ્ય આકર્ષણ હશે. રિપોર્ટ અનુસાર શોની ગઈ બધી સિઝનમાં કન્ટેસ્ટન્ટને બહારની દુનિયા સાથે વાતચીત કરવાની મંજૂરી નહોતી પરંતુ આ વખતે આ બહુ જ અલગ થવાનુ છે. બિગ બૉસમાં એન્ટર થયા બાદ દરેક સ્પર્ધકોને થોડા દિવસો માટે ક્વૉરંટાઈન થવુ પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
