Pics : ક્યારેય ભૂત ન જોયું હોય, તો તૈયાર થઈ જાઓ ‘ભૂત આયા’
મુંબઈ, 10 ઑક્ટોબર : સોની ટીવી ઉપર શરૂ થનાર ભૂત આયા શો લૉન્ચ કરી દેવાયો છે. આ શો આગામી 13મી ઑક્ટોબરથી શરૂ થવાનો છે. આ શો ભૂત અને તેની સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ તથા અનુભવો પર આધારિત છે. શોના લૉન્ચિંગ પ્રસંગે શોના નિર્માતા આકાશદીપ સબીર તેમજ તેમના પત્ની શીબા હાજર હતાં. તેમની કમ્પની સિનેટેક ટેલીફિમ્લ્સ પ્રાઇવેટ લિમિટેડના બૅનર હેઠળ શોનું નિર્માણ થયું છે.
આપણી આજુબાજુ સામાન્યતઃ કેટલાક એવા બનાવો બને છે કે જેની ઉપર આપણને વિશ્વાસ નથી થતો કે એવું કેમ થઈ રહ્યું છે? ક્યારેક કેટલાક અવાજો સંભળાય છે, તો ક્યારેક કેટલાક પડછાયા આપણી આજુબાજુ નજરે પડે છે. જો આપની સાથે એવું ન થયું હોય, તો પણ આપણે જ્યારે સાંભળીએ, તો તે વાતો મજાકમાં ઉડાવી દઇએ છીએ.
પરંતુ ક્યારેય આપે વિચાર્યું છે કે આ બનાવો પાછળ પણ કેટલાક કારણો હશે કે જે અંગે આપે ક્યારેય વિચાર્યું નહીં હોય કે પછી જેના અંગે આપ વિચારવા જ નહીં માંગતા હોવ, કારણ કે આપ ક્યાંકને ક્યાંક અંદરથી નબળા છો. સોની ટીવીનો એક નવો શો ભૂત આયા આવા જ બનાવો આપની સામે લાવશે. આ બનાવો પર વિશ્વાસ કરવો કે નહીં, તે આપની ઉપર છે, પણ આ બનાવોની વાસ્તવિકતાનું પ્રમાણ સોની ટીવી આપે છે.
સોની ટીવીના આ શો ભૂત આયાનું નિર્માણ કર્યું છે આકાશદીપ સબીર તેમજ શીબાની કમ્પની સિનેટેક ટેલીફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે. શીબાને જ્યારે તેમના કોઈ એવા ભૂત સાથે જોડાયેલ ઇંસીડેંટ વિશે પુછાયું, તો તેઓ બોલ્યાં - શોના નિર્માણ દરમિયાન જ્યારે અમે દેશના ખૂણે-ખૂમે રિસર્ચ કરતા હતાં, ત્યારે અનેક એવા પ્રસંગો સામે આવ્યા કે જેમને જોઈ હું પણ સ્તબ્ધ રહી ગઈ. ઘણી વખત તો હું બેસી જ નહોતી શકતી.
શીબાના પતિ અને આ કમ્પનીના પાર્ટનર આકાશદીપે જણાવ્યું - જ્યારે અમે ઘણી બધી વાર્તાઓ અંગે રિસર્ચ કર્યું અને તેમને ઉંડાણપૂર્વક જોયું, તો જાણ્યું કે સામાન્યતઃ એવા બનાવો પાછળ કોઇક આત્મા કે કોઇક માણસના અતૃપ્ત આત્માનો એક જ ઉદ્દેશ હોય છે અને તે ઉદ્દેશ છે તેની કોઇક અધૂરી ઇચ્છા કે અધૂરા કામ પૂર્ણ કરવાની ઇચ્છા. પોતાની અપૂર્ણ ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે આત્માઓ માણસની મદદ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સામાન્યતઃ આપણે બીને તેવા આત્માઓના અવાજોથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ.

ભૂત આયા લૉન્ચ
ભૂત આયામાં એક છોકરા પ્રેમની વાર્તા છે કે જે વૃંદાવનમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પ્રેમના ઘરની સામે એક સ્ત્રી રહે છે કે જે પ્રેમને પસંદ કરે છે અને તેને સાથી શારીરિક સંબંધ બાંધવા માંગે છે, પણ પ્રેમ તેનાથી દૂર ભાગે છે.

ભૂત આયા લૉન્ચ
પ્રેમ ભણવા માટે બહાર જાય છે અને બે વરસ બાદ જૉબ માટે પાછો ઘરે આવે છે. ત્યાં સુધી સામે વાલા ઘરમાં રહેતી સ્ત્રી મરી ચુકી હોય છે. લોકોનું માનવું હતું કે તે કંઈક જાદૂ-ટોણા કરતી હતી. પરત આવ્યા બાદ પ્રેમની તબીયત બગડવા લાગે છે અને અંતે ખબર પડે છે કે તેની ઉપર તે જ સ્ત્રીએ જાદૂ કર્યો છે.

આકાશદીપ
બૅંગલુરૂ ખાતે રહેતી નિશાના પતિનું થોડાક સમય અગાઉ કાર અકસ્માતમાં મોત થઈ ગયુ હતું, પરંતુ તે પછી નિશાને કાયમ પોતાના પતિ અને પિતાના આત્માઓ દેખાય છે અને આ આત્માઓ નિશાનો ઉત્સાહ વધારે છે. પ્રેમની હાલત બગડતી જાય છે અને અંતે એક બાબા આવીને પ્રેમને તે સાયામાંથી મુક્તિ અપાવે છે.

દીપશિખા
આકાશદીપનું કહેવું છે કે ભૂતોનો માણસો પાસે આવવાનો ઉદ્દેશ તેમની અતૃપ્ત ઇચ્છાઓ પૂર્ણ કરવાનો હોય છે. આકાશદીપ કહે છે - એવું નથી કે આત્માઓ માણસોને નુકસાન જ પહોંચાડે છે. ક્યારેક-ક્યારેક આપણે જેમને બહુ ચાહતા હોઇએ, તેઓ પણ મૃત્યુ બાદ આપણી સાથે જ રહી જતા હોય છે.

દીપશિખા-કૈશવ
ભાનગઢ અંગે પણ આપણે ઘણુ બધુ સાંભળ્યું છે કે ત્યાં અનેક ભૂતિયા કિલ્લાઓ છે, પણ આ શો દરમિયાન રિસર્ચ ટીમે ભાગનઢના કિલ્લે પણ બહુ શોધ કરી. તેમનું માનવું છે કે એવું કંઈ જ નથી અને ત્યાં પણ કંઇક જુદા જ કારણો છે.

કૈશવ
રિસર્ચ ટીમનું કહેવું છે કે માણસો ભૂતથી એટલા માટે બીવે છે, કારણ કે તેમને લાગે છે કે આપણે ભૂત કરતા નબળા હોઇએ છીએ, પણ એવું નથી. આપણી અંદર જો શક્તિ અને સાહસ હોય, તો આ આત્માઓ આપણી સામે નહિં આવે.

શીબા
બાબાઓ અંગે ભૂત આયાની ટીમ કહે છે કે બાબાઓ પણ પૈસા લઈ કોઇક લૉકેટ વિગેરે આપી દે છે અને કહે છે કે હવે આત્માઓ આપનું કંઈ જ નહીં બગાડી શકે, પણ તેઓ પણ માત્ર અને માત્ર ઇચ્છાશક્તિ જ આપે છે આપને.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
