Oh Shad! હવે બસંતનો પણ અંત : જુઓ બાલિકા વધુની ઉથલ-પાથલ
મુંબઈ, 23 જુલાઈ : કલર્સના સૌથી લોકપ્રિય શોમાંનો એક બાલિકા વધુ છેલ્લા 6 વર્ષોથી પોતાની ટીઆરપી જાળવવામાં સફળ રહ્યો છે, પરંતુ શો જ્યારે લાંબો ખેંચાતો જાય, તો શોના પાત્રોની સંખ્યા પણ વધતી જાય છે. તેથી શોના જૂના પાત્રો પાસે કરવા માટે કશુ હોતુ નથી. જાણવા મળે છે કે તેથી જ શોના બે મહત્વના પાત્રો સુમિત્રા અને ભૈરવે શો છોડ્યા બાદ હવે વધુ એક મહત્વના પાત્ર તાઉ સા એટલે કે બસંત એટલે સત્યજીત શર્માએ પણ શો છોડી દીધો છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે બાલિકા વધુ શોના પ્રસારિત થયેલ એપિસોડમાં બસંતનું મોત થઈ ગયું છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ સત્યજીત શર્માએ કહ્યુ હતું કે તેમને શો સંચાલકોએ પહેલા જ જાણ કરી ચુક્યાં છે અને તેથી તેઓ આ માટે માનસિક રીતે તૈયાર છે. શર્માએ જણાવ્યુ હતું કે કોઈ પણ પ્રોજેક્ટ સાથે છ વરસથી જોડાયેલા હોવાના પગલે શોને છોડતા તકલીફ જરૂર છશે, પણ અમે કલાકાર છીએ અને મૅચ્યોરિટી દાખવતા શોના હિતમાં થતા નિર્ણયો લેવા જોઇએ.
ચાલો તસવીરો સાથે જોઇએ બાલિકા વધુમાં અત્યાર સુધી થયેલ ઉથલ-પાથલ :

બસંતનો અંત
બાલિકા વધુમાં તાઉ સા એટલે કે બસંત એટલે કે સત્યજીત શર્માનું એક્સિડંટમાં મોત થઈ ગયુ છે. તાઉ સાના મોત બાદ ફરી એક વાર પરિવાર પર ગમ છવાઈ જશે.

મજબૂત બનશે ગહેના
તાઉ સાના મોત બાદ હવે તેમના પત્ની ગહેનાના રોલમાં વધુ મજબૂતી બતાવવામાં આવશે.

મૂળ પાત્ર આનંદી-જગદીશ બદલાયાં
બાલિકા વધુમાં સૌથી પહેલું પરિવર્તન ત્યારે આવ્યુ હતું કે જ્યારે શોને વીસ વર્ષ જમ્પ કરાવવામાં આવ્યો હતો. આવુ થતા બાળપાત્ર આનંદી (અવિકા ગોર) તથા જગદીશ (અવિનાશ મુખર્જી) આપોઆપ બહાર નિકળી ગયાં.

નવી જોડી
બાલિકા વધુ શોમાં વીસ વર્ષના જમ્પ બાદ પુખ્ત આનંદી તરીકે પ્રત્યુષા બૅનર્જી અને જગદીશ તરીકે સશાંક વ્યાસે એન્ટ્રી કરી હતી.

ફરી બદલાઈ આનંદી
જોકે પ્રત્યુષા બૅનર્જી બાલિકા વધુમાં લાંબો સમય ન ટકી શક્યાં અને તેમણે શો છોડી દીધો. પ્રત્યુષાના સ્થાને તોરલ રાસપુત્રા આનંદી તરીકે શોમાં જોડાયાં.

નવી ગહેના
બાલિકા વધુમાં ગહેનાનું પાત્ર પણ બદલાઈ ચુક્યું છે. શરૂઆતમાં ગહેનાનું પાત્ર નેહા મારડા ભજવા હતાં, જ્યારે હાલ શીતલ ખાંડલ ગહેનાની ભૂમિકા ભજવી રહ્યાં છે.

સુમિત્રા-ભૈરવની વિદાય
બાલિકા વધુમાં આવી ઉથલ-પાથલના ક્રમમાં થોડાક દિવસ અગાઉ જ સુમિત્રા એટલે કે સ્મિતા બંસલ અને ભૈરવ એટલે કે અનૂપ સોનીએ શો હવે છોડી દીધો હતો.

સાસુ-સસરા આમના જેવા હોય
જ્યારે સુમિત્રા-ભૈરવે બાલિકા વધુ શો છોડી જ દીધો છે, ત્યારે તેમના દ્વારા ભજવાયેલ ભૂમિકાઓ જોતા દિલમાં એક જ વાત આવે છે કે કોઈ પણ છોકરીના સાસુ-સસરા સુમિત્રા-ભૈરવ જેવા જ હોવા જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
