ઇસ પ્યાર કો ક્યા નામ દૂઁ... 30મીએ છેલ્લો એપિસોડ
મુંબઈ, 29 ઑક્ટોબર. સ્ટાર પ્લસના જાણીતા શો ઇસ પ્યાર કો ક્યા નામ દૂઁ આવતીકાલે સમાપ્ત થઈ જશે. આ રોમાન્ટિક લવ સ્ટોરી એટલા માટે આટોપી લેવાઈ રહી છે કારણ કે શોના હીરો અરણવ સિંહ રાયઝાદા એટલે કે બરુણ સોબતીએ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. એવું કહેવાય છે કે બરુણ હાલ ફિલ્મોમાં સક્રિય થવા જઈ રહ્યાં છે અને શોના કારણે તેઓ ફિલ્મો તરફ પુરતું ધ્યાન નથી આપી શકતાં. તેથી તેઓ શો છોડી રહ્યાં છે. શો સંચાલકોએ તેમને મનાવવાના ખૂબ પ્રયત્નો કર્યાં, પરંતુ બરુણ રાજી ન થયાં અને સ્ટાર પ્લસે તેમના સ્થાને કોઈ બીજાને હીરો તરીકે લેવા કરતાં શો બંધ કરવાનો નિર્ણય કર્યો.

સ્ટાર ન્યુઝના શો સાસ બહૂ ઔર સાજિશમાં બરુણે જણાવ્યું કે તેઓ ફિલ્મો માટે નહિં, પણ પોતાની ફૅમિલી માટે શો છોડી રહ્યાં છે. તેથી મારા વિશે લોકો ખોટું ન વિચારે. હું છેલ્લા ડોઢ વરસથી સતત કામકરુ છું. તેથી પોતાના પરિવારને સમય નથી આપી શકતો. હા, શો બંધ થવાનો મને પણ ખૂબ જ દુઃખ છે, પરંતુ દરેક વસ્તુ શરૂ જ થાય છે બંધ થવા માટે. તેથી હું મારા ચાહકોને કહેવા માંગીશ કે નિરાશ ન થાવ, પોતાનો પ્રેમ અને સહકાર મારી સાથે જાળવી રાખો, હું ટુંકમાં જ આપની વચ્ચે ફરી આવીશ.
નોંધનીય છે કે 6ઠી જૂન, 2011ના રોજ શરૂ થયેલ ઇસ પ્યાર કો ક્યા નામ દૂઁ શો ટીઆરટી ચાર્ટમાં સારી પૉઝિશને હતો. બરુણ અને સાન્યાના અભિનયથી સજ્જ શોનો લોકોને આતુરતાપૂર્વક ઇન્તેજાર રહેતો. કલર્સના હિટ શો બાલિકા વધુના સમયે જ શરૂ થવા છતાં આ શોએ સફળતા મેળવી હતી.
મહિલાઓ કરતાં યુવાન વર્ગમાં વધુ પસંદ કરાનાર આ શો બંધ થતા ચોક્કસ રીતે તેવા લોકોને નિરાશા થશે કે જેઓ સાન્યા-બરુણ એટલે કે અરણવ સિંહ રાયઝાદા અને ખુશી કુમારી ગુપ્તાને જોવા ટેવાઈ ગયા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
