બાલિકા વધુમાં આજે થશે ગંગા સાથે રેપ!

મુંબઈ, 19 સપ્ટેમ્બર : કલર્સના જાણીતા ડેલી સોપ બાલિકા વધુની વાર્તામાં આજે એક બહુ મોટુ ટ્વિસ્ટ આવનાર છે. સમાજમાં ફેલાયેલી કુરીતિઓને દર્શાવતો આ શો છેલ્લા કેટલાંક સમયથી ટીઆરપી ચાર્ટમાં નંબર વન બનેલો છે. આ જ શોમાં આજે સમાજનું વધુ એક ઘૃણિત સત્ય જોવા મળશે. આજે શોના મુખ્ય નાયિકાઓમાંના એક ગંગા સાથે તેનો સાથી બાલચંદ્રન રેપ કરવાનો પ્રયત્ન કરશે.

balika-vadhu

બાલચંદ્રન ધોખાથી ગંગાને સ્ટોર રૂમમાં બોલાવશે કે જ્યાં ગંગા પહોંચશે. ત્યાં ગંગા પોતાની જાતને એકલી પામશે, પણ જ્યારે તેને કંઈક ગરબડનો અહેસાસ થશે કે તરત જ તે ત્યાંથી નિકળવાની કોશિશ કરશે. તે જ વખતે બાલચંદ્રન તેની ઉપર તુટી પડશે. આગળ ગંગા સાથે શું થાય છે? શું બાલચંદ્રન પોતાના ખોટા ઇરાદાઓમાં સફળ નિવડશે? શું ગંગા એક અબળા નારીની જેમ પોતાની આબરૂ લુંટાતા તમાશો જોશે કે પછી એક સબળા નારીની જેમ ખતરાનો સાહસપૂર્વક સામનો કરશે? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે રાત્રે આઠ વાગ્યા સુધીનો ઇંતેજાર કરવો પડશે.

જોકે એક બાજુ ગંગા સાથે શોમાં એક અત્યાચાર દર્શાવવામાં આવશે, તો બીજી બાજુ મોટી હવેલીમાં તે વખતે માતમ છવાઈ જશે કે જ્યારે સુમિત્રાને ફોન ઉપર જાણવા મળશે કે તેના પુત્ર જગ્યાએ સાચી સાથે સંબંધ તોડી નાંખ્યાં છે. સરવાળે આજનું એપિસોડ રસપ્રદ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X