Pics: 'બાલિકા વધૂ' ફેમ અવિકા ગૌરનુ સેક્સી ટ્રાન્સફોર્મેશન, પોતાનુ મોટુ પેટ જોઈને રડી પડી હતી
બાલિકા વધૂ ફેમ અવિકા ગૌરે પોતાના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન વિશે ઈન્સ્ટ્રાગ્રામ દ્વારા પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ છે.
મુંબઈઃ બાલિકા વધૂ ફેમ અવિકા ગૌરે પોતાના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન વિશે ઈન્સ્ટ્રાગ્રામ દ્વારા પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ છે. સ્થૂળતની બિમારીથી સામાન્યથી લઈને ખાસ દરેક વ્યક્તિ પરેશાન થાય છે પરંતુ એક અભિનેત્રી માટે આ કોઈ મોટી ઘટનાથી કમ નથી હોતુ. આવુ જ કંઈક થયુ છે અવિકા ગૌર સાથે. અવિકા ગૌરે નાની ઉંમરમાં અક્ટિંગની શરૂઆત કરી પરંતુ લાંબા સમયથી તે ટીવી શોથી દૂર છે. તેણે ખુદના વધતા વજન પર ઘણુ કામ કર્યુ. અત્યારે અવિકા ટીવી ઈન્ડસ્ટ્રીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તે અહીં કેવી રીતે પહોંચી તેનો કિસ્સો ખુદ અવિકા ગૌરે ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વજન વધવાની સમસ્યાનો સામનો
અવિકાએ જણાવ્યુ છે કે કેવી રીતે એક રાતે ખુદને જોઈને તે ખૂબ જ રોવા લાગી હતી. અવિકાને અસલ જિંદગીમાં વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અહીં જુઓ અવિકાએ શું કહ્યુ છે આ અંગે.

ખુદને અરીસામાં જોઈને રોઈ પડી
અવિકાએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે મને હજુ પણ યાદ છે. ગયા વર્ષે એક રાતે જ્યારે મે ખુદને અરીસામાં જઈને જોઈ તો રોઈ પડી. મે જે જોયુ એ મને સારુ ન લાગ્યુ. મોટા હાથ અને મોટુ પેટ.

થાઈરૉઈડ કે પીસીઓડીના કારણે
અવિકાએ આગળ લખ્યુ કે મારે ઘણુ બધુ છોડવાનુ હતુ. જો આ થાઈરૉઈડ કે પીસીઓડીના કારણે હોત તો ઠીક હતુ કારણકે તે મારા નિયંત્રણથી બહાર હતુ. પરંતુ આ તેના કારણે હતુ કે મે કંઈ પણ, ગમે ત્યારે ખાધા કર્યુ, બિલકુલ વર્કઆઉટ ન કર્યુ.

મે આનુ સમ્માન ન કર્યુ
અવિકા ગૌરે કહ્યુ કે આપણા શરીરને સાચવણીની જરૂર હોય છે પરંતુ મે ક્યારેય તેનુ સમ્માન ન કર્યુ. ખુદને કોસી અને એક દિવસ વિચાર્યુ કે હવે બહુ થયુ. મે સાચી વસ્તુઓ પર ધ્યાન આપવાનુ શરૂ કર્યુ. એ વસ્તુઓ જેના પર ગર્વ હોવો જોઈએ જેમ કે ડાંસ.

હવે મારી અંદર શાંતિ છે
મારી આસપાસના લોકો મને ગાઈડ કરી રહ્યા હતા. આજે સવારે મે ખુદને અરીસામાં જોઈ અને અનુભવ્યુ કે હવે મારે નજર ફેરવી લેવાની જરૂર નથી. હવે હું સહજ અનુભવુ છુ. મારી અંદર શાંતિ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
