Oh Shad! સુમિત્રા-ભૈરવે છોડ્યો ‘બાલિકા વધુ’ : જુઓ કોણ આવ્યું ને કોણ ગયું?
મુંબઈ, 29 મે : કલર્સના સૌથી લોકપ્રિય શોમાંનો એક બાલિકા વધુ છેલ્લા 6 વર્ષોથી પોતાની ટીઆરપી જાળવવામાં સફળ રહ્યો છે, પરંતુ શો જ્યારે લાંબો ખેંચાતો જાય, તો શોના પાત્રોની સંખ્યા પણ વધતી જાય છે. તેથી શોના જૂના પાત્રો પાસે કરવા માટે કશુ હોતુ નથી. જાણવા મળે છે કે તેથી જ શોના બે મહત્વના પાત્રો સુમિત્રા અને ભૈરવે શો છોડી દીધો છે. એટલે જ તો શોની વાર્તામાં બંનેને અમેરિકા મોકલી દેવાયાં છે.
મળતી માહિતી મુજબ સુમિત્રા (સ્મિત બંસલ) તથા ભૈરવ (અનૂપ સોની) પોતાના પાત્રથી હવે ખુશ નહોતા. હવે તેમની પાસે શોમાં કરવા યોગ્ય કંઈ હતુ જ નહી. સોની વાર્તા સમ્પૂર્ણપણે આનંદી-શિવ તથા જગ્યા-ગંગાની આજુબાજુ ફરી રહી છે. શોમાં પોતાનું કામ અને મહત્વ ઘટી જતા સ્મિતા તેમજ અનૂપ નારાજ થઈ ગયાં અને બંનેએ શો છોડી દીધો છે.
ચાલો તસવીરો સાથે જોઇએ બાલિકા વધુ સાથે જોડાયેલી ઉથલ-પાથલ :

મૂળ પાત્ર આનંદી-જગદીશ બદલાયાં
બાલિકા વધુમાં સૌથી પહેલું પરિવર્તન ત્યારે આવ્યુ હતું કે જ્યારે શોને વીસ વર્ષ જમ્પ કરાવવામાં આવ્યો હતો. આવુ થતા બાળપાત્ર આનંદી (અવિકા ગોર) તથા જગદીશ (અવિનાશ મુખર્જી) આપોઆપ બહાર નિકળી ગયાં.

નવી જોડી
બાલિકા વધુ શોમાં વીર વર્ષના જમ્પ બાદ પુખ્ત આનંદી તરીકે પ્રત્યુષા બૅનર્જી અને જગદીશ તરીકે સશાંક વ્યાસે એન્ટ્રી કરી હતી.

ફરી બદલાઈ આનંદી
જોકે પ્રત્યુષા બૅનર્જી બાલિકા વધુમાં લાંબો સમય ન ટકી શક્યાં અને તેમણે શો છોડી દીધો. પ્રત્યુષાના સ્થાને તોરલ રાસપુત્રા આનંદી તરીકે શોમાં જોડાયાં.

નવી ગહેના
બાલિકા વધુમાં ગહેનાનું પાત્ર પણ બદલાઈ ચુક્યું છે. શરૂઆતમાં ગહેનાનું પાત્ર નેહા મારડા ભજવા હતાં, જ્યારે હાલ શીતલ ખાંડલ ગહેનાની ભૂમિકા ભજવી રહ્યાં છે.

સુમિત્રા-ભૈરવની વિદાય
બાલિકા વધુમાં આવી ઉથલ-પાથલના ક્રમમાં હવે સુમિત્રા એટલે કે સ્મિતા બંસલ અને ભૈરવ એટલે કે અનૂપ સોનીનો સમાવેશ થયો છે કે જેમણે આ શો હવે છોડી દીધો છે.

સાસુ-સસરા આમના જેવા હોય
જ્યારે સુમિત્રા-ભૈરવે બાલિકા વધુ શો છોડી જ દીધો છે, ત્યારે તેમના દ્વારા ભજવાયેલ ભૂમિકાઓ જોતા દિલમાં એક જ વાત આવે છે કે કોઈ પણ છોકરીના સાસુ-સસરા સુમિત્રા-ભૈરવ જેવા જ હોવા જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
