સવારે સોના મહાપાત્રાએ સ્મૃતિ ઈરાનીને ફરિયાદ કરી, સાંજે અનુ મલિક શોમાંથી બહાર
મીટુના ગંભીર આરોપોથી ઘેરાયેલા બોલિવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિકે છેવટે ઈન્ડિયન આઈડલની 11મી સિઝન છોડી દીધી છે.
મીટુના ગંભીર આરોપોથી ઘેરાયેલા બોલિવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિકે છેવટે ઈન્ડિયન આઈડલની 11મી સિઝન છોડી દીધી છે. સૂત્રો તરફથી અનુ મલિકાના શો છોડવાની માહિતી આપવામાં આવી છે. અનુ જજ તરીકે ઘણા વર્ષોથી આ શોનો હિસ્સો રહ્યા છે. હજુ સુધી એ અંગેની માહિતી મળી શકી નથી કે તેમની જગ્યાએ સિંગિંગ રિયાલિટી શોની જવાબદારી કોને આપવામાં આવશે. અનુ મલિક છેલ્લા ઘણા સપ્તાહથી સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે.

ચેનલના સૂત્રોએ આપી માહિતી
ગુરુવારે સોની ટીવી ચેનલના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ કે, ‘અનુ ઈન્ડિયન આઈડલના જજ કરીકે શો છોડીને જઈ રહ્યા છે.' સોની ટીવીને રાષ્ટ્રીય મહિલા પંચ તરફથી નોટિસ મોકલવામાં આવી હતી. પંચ તરફથી ટ્વિટર પર અધિકૃત રીતે નોટિસ પણ શેર કરવામાં આવી છે. પંચે ટ્વિટર પર લખ્યુ છે, ‘પંચે આ કેસમાં જાણવાજોગ લીધુ છે અને સોની એન્ટરટેઈનમેટ ટેલિવિઝનને નોટિસ મોકલી છે.' આ ટ્વિટમાં મહિલા કલ્યાણ મંત્રાલય ઉપરાંત પીએમઓ ઈન્ડિયોને પણ ટેગ કરવામાં આવ્યા છે.
|
શું લખ્યુ છે કમિશનની ચિઠ્ઠીમાં
કમિશન તરફથી સિંગર સોના મહાપાત્રાનો ઉલ્લેખ પણ નોટિસમાં કરવામાં આવ્યો છે. સાથે ચેનલને કહેવામાં આવ્યુ છે કે તે આ સમગ્ર બાબતે જણાવે કે તેમણે શું એક્શન લીધી છે. સોનાએ આ બાબતે ગુરુવારે કેન્દ્રીય મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીને એક ઓપન લેટર લખ્યો હતો. સોનાએ પોતાના ઓપન લેટરમાં લખ્યુ હતુ કે તે લોકોના કલ્યાણ માટે સ્મૃતિ ઈરાની તરફથી થતા કાર્યો અને તેમના સમર્પણ ભાવથી ઘણી પ્રભાવિત છે. તેણે આ સાથે જ અનુરોધ કર્યો કે તેઓ તેના ઓપન લેટરને જરૂર વાંચે કારણકે ઘણી મહિલાઓ અંગત રીતે અનુ મલિક વિશે તેને ઘણી બધી વાતો જણાવી રહી છે.
|
સોનાએ લખ્યો હતો ઓપન લેટર
સ્મૃતિને ચિઠ્ઠી લખાયાના અમુક જ કલાકોમાં પંચ તરફથી ચેનલને નોટિસ મોકલી દેવામાં આવી. હાલમાં જ સ્મૃતિએ કહ્યુ હતુ કે સરકારે સેક્સ ક્રાઈમના દોષી બધા લોકોનો એક ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોતાના પત્રમાં સોનાએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે સોની ટીવીએ અનુ મલિક સામે ઘણી બધી મહિલાઓઓ તરફથી આપેલા પુરાવાને નજરઅંદાજ કરીને તેમને શોના જજ બનાવવાનો નિર્ણય કર્યો.

અનુએ આરોપોને નકાર્યા
થોડા દિવસો પહેલા જો કે અનુ મલિકે સોશિયલ મીડિયા દ્વારા પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવીને નકારી દીધા હતા. તેમણે લખ્યુ હતુ કે ખોટા અને પુરાવા વિનાના આધાર પર તેમની સામે અમુક તથ્યો ફેલાવવામાં આવી રહ્યા છે. અનુની માનીએ તો તે ઘણી દુઃખમાં છે અને અંધકારમાં રહેવા મજબૂર છે. આ સાથે જ તેમણે પોતાના માટે ન્યાયની માંગ સુદ્ધા કરી દીધી હતી. અનુ મલિક પર મી ટુ હેઠળ ઘણી મહિલાઓએ યૌનશોષણના આરોપ લગાવ્યા હતા. અનુ બોલિવુડના જાણીતા મ્યૂઝિક ડાયરેક્ટર છે જે 80ના દશકથી સક્રિય છે. તેમના પિતા સરદાર મલિક પણ ઈન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર રહી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
