KBCની શરૂઆતમાં આ ગંભીર બિમારી સામે ઝઝૂમ્યા અમિતાભ, રોજની ખાતા 8-8 દવા
કેબીસીમાં હાલમાં અમદાવાદની એક કન્ટેસ્ટન્ટ હૉટ સીટ પર બેઠી. જેની કહાની સાંભળીને અમિતાભ બચ્ચને પણ પોતાનું એક દુઃખ શેર કર્યુ.
ટીવીનો સૌથી લોકપ્રિય શો 'કોન બનેગા કરોડપતિ' પોતાના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. હાલમાં જ શોમાં બાળ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં પૂરા એક સપ્તાહ સુધી હૉટસીટ પર બેઠા નાના બાળકો બેઠા હતા. કેબીસીમાં હાલમાં અમદાવાદની એક કન્ટેસ્ટન્ટ હૉટ સીટ પર બેઠી. જેની કહાની સાંભળીને અમિતાભ બચ્ચને પણ પોતાનું એક દુઃખ શેર કર્યુ. બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કેબીસી શોમાં ખુલાસો કર્યો કે શોના શૂટિંગ દરમિયાન તેઓ એક ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

અમિતાભ બચ્ચનને થઈ ચૂક્યો છે સ્પાઈનલ ટીબી
કેબીસીના લેટેસ્ટ એપિસોડમાં અમદાવાદની કાજલ પટેલ આવી. તેમની સામે એક સવાલ આવ્યો. જેના જવાબમાં અમિતાભ બચ્ચને પોતાની ગંભીર બિમારીનો ખુલાસો કર્યો. સવાલ હતો કે બીસીજીની રસી આમાંથી કઈ બિમારીથી બચવા માટે આપવામાં આવે છે? આ સવાલનો સાચો જવાબ ટ્યુબરક્યુલોસિસ (ટીબી) હતો. ત્યારબાદ અમિતાભે બચ્ચને ખુલાસો કર્યો કે તે પણ આ ગંભીર બિમારી સામે લડી ચૂક્યા છે.

કેબીસીની શરૂઆતમાં થઈ હતી બિમારી
અમિતાભ બચ્ચને કહ્યુ કે 2000માં કેબીસીની શરૂઆતના સમયથી જ તે આનાથી ઝઝૂમી રહ્યા હતા. તેમણે જણાવ્યુ કે તેમને પહેલા લાગ્યુ કે આ પીડા ખુરશી પર બેસવાના કારણે થઈ રહી છે પરંતુ તપાસમાં સામે આવ્યુ કે તેમને સ્પાઈનલ ટ્યુબરક્યુલોસિસ છે. ત્યારબાદ તેમણે તેનો ઈલાજ કરાવ્યો જેમાં તેમણે દિવસમાં 8-8 ગોળીઓ ખાવી પડતી હતી.

પતિના ઈલાજ માટે આવી હતી કાજલ
શાના લેટેસ્ટ એપિસોડમાં કાજલ પટેલ કેબીસીમાં એક ખાસ હેતુથી આવી અને તે હતુ પોતાના પતિનો ઈલાજ કરાવવો. કાજલના પતિને દોઢ વર્ષ પહેલા સ્ટ્રોક આવ્યો હતો જેના કારણે તેઓ ના બોલી શકે છે અને ના હાથથી કોઈ કામ કરી શકે છે. કાજલ કેબીસીમાંથી વધુમાં વધુ પૈસા લઈને જવા ઈચ્છતી હતી જેથી તે પોતાના પતિનો સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવી શકે. જો કે કાજલ માત્ર 6 લાખ 40 હજાર રૂપિયા જ જીતી શકી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
