Viral Video: "કપિલ શર્માના ફેન્સ મને ગાળો ભાંડી રહ્યાં છે.."

અભિજીત ગાંગુલીએ કપિલ શર્મા પર તેમનો જોક ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી તેને કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો છે એ તેણે વીડિયો થકી જણાવ્યું છે.

કપિલ શર્મા છેલ્લા કેટલાયે સમયથી વિવાદોમાં છે અને તે પણ ખોટા કારણોસર. સુનીલ ગ્રોવર સાથે તેમનો ઝગડો થયા બાદ જાણે કપિલની પડતી શરૂ થઇ છે. આ ઝગડા બાદ અનેક લોકો એવી ટિપ્પણી કરી ચૂક્યાં છે કે, કપિલને સ્ટારડમ પચ્યું નથી. કપિલની ઇમેજ અભિમાની એક્ટર તરીકેની થઇ ગઇ છે, તેમના શોની ટીઆરપી સતત ઘટતી જાય છે, સુનીલ ગ્રોવરને મનાવવાના તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. એવામાં હવે તેમની પર જોક ચોરીનો પર આરોપ લગાવવામાં આવ્યો છે.

સ્ટેન્ડ અપ કોમેડિયન અભિજીતનો આરોપ

સ્ટેન્ડ અપ કોમેડિયન અભિજીતનો આરોપ

તમને ખબર જ હશે કે સ્ટેન્ડઅપ કોમેડિયન અભિજીત ગાંગુલીએ કપિલ શર્મા પર પોતાનો જોક ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, 9 એપ્રિલના તેમના એક વીડિયોમાં જે જોક તેમણે કહ્યો હતો એ જ જોકનો ઉપયોગ કીકૂ શારદાએ ધ કપિલ શર્મા શોમાં કર્યો હતો.

ક્રિકેટર પર હતો જોક

ક્રિકેટર પર હતો જોક

ધ કપિલ શર્મા શોમાં કીકૂએ ફાસ્ટ બોલર્સ અંગેના જોકમાં કહ્યું હતું કે, જેટલા પણ ફાસ્ટ બોલર્સ છે, એ દરેકના એક મોટા ભાઇ પણ છે. આ બોલર્સ એટલા માટે ફાસ્ટ હોય છે કારણ કે, મોટા ભાઇ તેમને ક્યારેય બેટિંગ નથી કરવા દેતા.

કીકૂ શારદાની સફાઇ

કીકૂ શારદાની સફાઇ

જો કે, ચોરીના આરોપ અને વિવાદ બાદ કીકૂ શારદાએ આ અંગે સફાઇ પણ આપી હતી. કીકૂ શારદાએ કહ્યું કે, અમે દરેક લોકોના જોકનો હિસાબ ન રાખી શકીએ. પરંતુ કીકૂની આ સ્પષ્ટતા બાદ મામલો શાંત થવાની જગ્યાએ વધી ગયો છે.

અભિજીતને લોકો ભાંડી રહ્યાં છે ગાળો

બીજી બાજુ સોશિયલ મીડિયા પર કપિલ શર્માના ફેન્સ અભિજીતને ગાળો ભાંડી રહ્યાં છે. તેણે આ અંગે પોતાના વીડિયોમાં જાણકારી આપી છે. તેણે કહ્યું છે કે, કપિલ શર્માના ફેન્સ મને ગાળો આપી રહ્યાં છે. મારી પત્ની યૂટ્યૂબ પરથી ગાળો ડીલિટ કરી રહી છે. આ વીડિયોમાં અભિજીતે કપિલ શર્માના ફેન્સની ખૂબ મજાક ઉડાવી છે.

અહીં વાંચો

અહીં વાંચો

બાહુબલી હવે હિંદુઓની ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મ સાથે ધર્મ ક્યારે અને કઇ રીતે જોડાઇ ગયો એ લોકોને પણ નથી સમજાઇ રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X