પોતાની મોત પહેલા અભિનેત્રી દિવ્યા ભટનાગરે પત્ર લખી કર્યા ચોંકાવનારા ખુલાસા
7 ડિસેમ્બરે મૃત્યુ પામેલ અભિનેત્રી દિવ્યા ભટનાગરના ભાઈ દેવેશ ભટનાગરનુ કહેવુ છે કે તેની બહેને 7 નવેમ્બરે એક લેટર લખ્યો હતો જે હવે તેની અલમારીમાંથી મળ્યો છે.
મુંબઈઃ સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હે'માં કામ કરી ચૂકેલ ટેલીવિઝન અભિનેત્રી દિવ્યા ભટનાગર હવે આ દુનિયામાં નથી રહી. તેનુ 7 ડિસેમ્બરે કોરોના વાયરસથી નિધન થઈ ગયુ હતુ. તે થોડા દિવસ પહેલા વાયરસથી સંક્રમિત મળી આવી હતી. તે ઘણા દિવસોથી હોસ્પિટલમાં ભરતી હતી અને ઑક્સિજન લેવલ ઓછુ હોવાના કારણે તેનુ નિધન થઈ ગયુ. દિવ્યાના નિધન બાદ તેની દોસ્ત દેવોલીનાએ એક ભાવુક પોસ્ટ લખી હતી. સાથે જ એક વીડિયો શેર કરીને દેવોલીનાએ દિવ્યાના પતિ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.

મોતના એક મહિના પહેલા લખ્યો હતો પત્ર
હવે દિવ્યાના ભાઈ દેવેશ ભટનાગરનુ કહેવુ છે કે તેની બહેને 7 નવેમ્બરે એક લેટર લખ્યો હતો જે હવે તેની અલમારીમાંથી મળ્યો છે. આ લેટરમાં દિવ્યાએ દામ્પત્ય જીવન સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી વાતો વિશે લખ્યુ છે. દિવ્યાએ લેટરમાં તેની મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો છે જે તે પોતાના લગ્નજીવનમાં સહન કરી રહી હતી. દેવેશનુ કહેવુ છે કે દિવ્યાએ લેટરમાં પોતાના પતિ ગગન દબરુ વિશે લખ્યુ છે કે તે તેને હેરાન કર્યા કરતો હતો.

દિવ્યાના ભાઈએ શું જણાવ્યુ?
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં દિવ્યાના ભાઈ દેવેશે કહ્યુ, 'ગગન લગ્ન થયા પછીથી જ દિવ્યાને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવા લાગ્યો હતો. દિવ્યાએ 7 નવેમ્બરે એક લેટર પણ લખ્યો હતો જેમાં તેણે જણાવ્યુ છે કે ગગન તેની સાથે મારપીટ અને ગાળાગાળી પણ કર્યા કરતો હતો. અમને કાલે જ તેની અલમારીમાંથી આ લેટર મળ્યો છે. તે પોલિસ પાસે પણ ગઈ હતી અને 16 નવેમ્બરે ગગન સામે એનસી ફાઈલ કરાવી હતી જેમાં તેણે ઘરેલુ હિંસનો આરોપ લગાવ્યો હતો. જ્યારે હું હોસ્પિટલમાં તેની સાથે વાત કરવા ગયો ત્યારે મે તેને કહ્યુ કે મજબૂત બની રહે.'

પરિવાર વિરુદ્ધ જઈને કર્યા હતા લગ્ન
વળી, સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં દેખાયેલી દેવોલીના ભટ્ટાચાજ્ીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી દિવ્યાના પતિ વિશે કહ્યુ કે તે દિવ્યા સાથે મારપીટ કર્યા કરતો હતો. તે માનસિક રીતે પણ તેને હેરાન કર્યા કરતો હતો. દેવોલીનાએ ત્યાં સુધી કહ્યુ કે જે પણ વાતો તેણે વીડિયોમાં કહી છે તેના માટે તે એક-એક કરીને પુરાવા પણ રજૂ કરશે. જેથી ગગનને જેલ મોકલી શકાય. તેણે એ પણ કહ્યુ કે દિવ્યા અને ગગનના લગ્નની વિરુદ્ધ દિવ્યાનો પરિવાર તો હતો જ સાથે તે પણ આ લગ્નની વિરુદ્ધ હતી.

અંતિમ સમયમાં છોડ્યો સાથ
તમને જણાવી દઈએ કે દિવ્યા ભટનાગરે ગયા વર્ષે પરિવારની મરજી વિરુદ્ધ પોતાના બૉયફ્રેન્ડ ગગન ગબરુ સાથે લગ્ન કરી લીધા હતા. બંનેએ એક બીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા પરંતુ અંતિમ સમયે ગગને જ દિવ્યાનો સાથ છોડી દીધો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
