બિગ બૉસ પર આરોપ, ‘મને લેસ્બિયન બતાવવાની કોશિશ કરવામાં આવી’
ટીવી અભિનેત્રી આશ્કા ગોરડિયાએ બિગ બોસ શો ના મેકર્સ પર તેની સેક્સ્યુઆલિટીને ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. આશ્કાએ શો પ્રસારિત થયાના 6 વર્ષ બાદ આ મામલે ખુલીને વાત કરી છે.
ટીવી અભિનેત્રી આશ્કા ગોરડિયાએ બિગ બોસ શો ના મેકર્સ પર તેની સેક્સ્યુઆલિટીને ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. બિગ બૉસની છઠ્ઠી સિઝનની પ્રતિયોગી રહેલી આશ્કાએ શો પ્રસારિત થયાના 6 વર્ષ બાદ આ મામલે ખુલીને વાત કરી છે. આશ્કાએ કહ્યુ કે શો ને એ રીતે એડિટ કરવામાં આવ્યો કે તે ટીવી પર લેસ્બિયન દેખાઈ રહી હતી પરંતુ વાસ્તવમાં એવુ કંઈ હતુ નહિ. તમને જણાવી દઈએ કે બિગ બૉસની છઠ્ઠી સિઝનમાં આશ્કા અને સના ખાનનું નામ જોડવામાં આવ્યુ હતુ.

બિગ બૉસ 6 માં જોડાયુ હતુ આશ્કા અને સના ખાનનું નામ
ટીવીની બહુચર્ચિત અભિનેત્રીમાંની એક આશ્કા ગોરડિયાએ બિગ બૉસ શોના મેકર્સ પર મોટો આરોપ લગાવ્યો છે. આશ્કાનો આરોપ છે કે શો ને એ રીતે એડિટ કરવામાં આવ્યો જેથી તે લેસ્બિયન લાગે. ટૉક શો ‘જઝ્બાત- સંગીત સે નમકીન તક' માં આશ્કાએ કહ્યુ કે તેના માતાપિતા માટે આ ખૂબ જ શરમજનક હતુ. તેનું અને સના ખાનનું નામ શો દરમિયાન જોડવામાં આવ્યુ હતુ. આશ્કા તરીકે, "હું એક બિમાર દોસ્તના શરીર પર બામ લગાવી રહી હતી. તેને એલર્જી થઈ ગઈ હતી. મારી સેક્સ્યુઆલિટીને ખોટી રીતે દર્શાવવામાં આવી."

‘સનાને હંમેશા નાની બહેન માની’
આશ્કાએ આગળ કહ્યુ, "એડિટીંગ ટ્રિક્સ કરીને મને જાણીજોઈને લેસ્બિયનની જેમ બતાવવામાં આવી. આ મારા અને મારા પરિવાર માટે બહુ શરમજનક હતુ." આશ્કાએ કહ્યુ કે તેણે હંમેશા સનાને પોતાની નાની બહેન રૂપે જોઈ છે. "મે હંમેશા તેને નાની બહેન માની છે. હું તેને દવા લગાવતી હતી અને મને નથી લાગતુ તેમાં કંઈ ખોટુ હોય. મે તેના ધાબળાની અંદર પણ હાથ એટલા માટે રાખ્યો હતો કારણકે તેને નેશનલ ટીવી પર પોતાના રેશિઝના કારણે શરમમાં ના મૂકાવુ પડે. તેમણે એને એ રીતે બતાવ્યુ જાણે કંઈક બીજુ જ ચાલી રહ્યુ હોય."

‘મા પાસેથી જાણવા મળી બધી વાતો’
આશ્કાએ જણાવ્યુ કે તેને આ વિશે કોઈ જાણકારી પણ નહોતી કે બહાર તેની કેવી છબી દર્શાવવામાં આવી રહી છે. આશ્કાએ કહ્યુ, "હું અંદર હતી અને પોતાનો બચાવ પણ નહોતી કરી શકતી. જ્યારે મારી મા મને મળવા આવી ત્યારે તેમણે કહ્યુ કે મારી છબી મીડિયામાં કેવી બતાવવામાં આવી રહી છે અને લોકોએ મારી સેક્સ્યુઆલિટી પર સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે." એ દરમિયાન એ પણ સમાચાર આવ્યા હતા કે આશ્કા અને તે સમયના તેના બોયફ્રેન્ડ અભિનેતા રોહિત બક્શી વચ્ચે આના કારણે તણાવ પણ છે.

પતિ બ્રેટ સાથે ખુશ છે આશ્કા
આશ્કા અત્યારે પોતાના લગ્નજીવનથી ઘણી ખુશ છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રેટ ગૉબલ સાથે લગ્ન કર્યા હતા જેમાં ટીવીની ઘણી જાણીતી હસ્તીઓ શામેલ થઈ હતી. આશ્કાએ કહ્યુ કે તે શો ના હોસ્ટ, પોતાના દોસ્તો અને મીડિયાની આભારી છે જેમણે તેને સપોર્ટ કર્યો. "અને આજે હું આખી દુનિયાને જણાવવા માંગુ છુ કે મે એક ખૂબ જ હેન્ડસમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે અને હું ખૂબ જ ખુશ છુ."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
