જુઓ તસવીરો : જેમ્સ બૉન્ડની ટૉપ ટેન કારો
મુંબઈ, 17 ઑગસ્ટ : જેમ્સ બૉન્ડની ફિલ્મો એક અરસાથી આખી દુનિયાના સિને પ્રેમીઓનું મનોરંજન કરી રહી છે. સને 1962થી જ જેમ્સ બૉન્ડ ચરિત્રની ફિલ્મની સફરની શરુઆત થઈ હતી. ત્યારથી લઈ આજ સુધી 50 ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે. 50મી ફિલ્મ સ્કાયફૉલે પણ ખૂબ ધૂમ મચાવી હતી. જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ એક્શન દૃશ્યો, આશ્ચર્યજનક હથિયારો ઉપરાંત તેમની કારો પણ ઘણી લોકપ્રિય થઈ છે.
જેમ્સ બૉન્ડની કારોની વાત કરીએ તો દુનિયાની અનેક શ્રેષ્ઠ કાર નિર્માતાઓને પોતાની કારો તેમની ફિલ્મોમાં બતાવવાની તક મળી છે, પરંતુ જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં મોટાભાગે બ્રિટિશ કાર નિર્માતાઓની જ કારો લોકપ્રિય રહી છે. તેમાં એસ્ટન માર્ટિન બ્રાન્ડ સૌથી મુખ્ય છે.
ખૂબ જ શાનાર લુક તેમજ આધુનિક ફીચર્સ ધરાવતી બ્રાંડની આ કારો જોઈ તમામ લોકો મોમાં આંગળા નાંખવા મજબૂર થઈ જાય છે.
આવો તસવીરોના માધ્યમથી આજે અમે જેમ્સ બૉન્ડના ફિલ્મી કૅરિયરની ટૉપ 10 કારો અંગે બતાવીએ :

લોટસ એસ્પ્રિટ ટર્બો
લોટસ એસ્પ્રિટ ટર્બો કારનો પ્રયોગ બૉન્ડની ફૉર યોર આઈઝ ઑન્લીમાં કરાયો છે.

એસ્ટન માર્ટિન ડીબી5
જેમ કે અમે આપને અગાઉ બતાવી ચુક્યાં છે કે બૉન્ડની ફિલ્મોમાં સૌથી વધુ લોકપ્રિય એસ્ટન માર્ટનની કારો જ થઈ છે. તે છે એસ્ટન માર્ટિનની બહેતરીન કાર ડીબી5. જેમ્સ બૉન્ડે આ શ્રેષ્ઠ કારનો પ્રયોગ ગોલ્ડ ફિંગર, ટુમૉરો નેવર ડાઈઝ જેવી ફિલ્મોમાં કર્યો છે.

લોટસ એસ્પ્રિટ એસ1
લોટસ એક બ્રિટિશ કાર નિર્માતા બ્રાન્ડ છે. જેમ્સ બૉન્ડે આ કારનો પ્રયોગ પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ધ સ્પાઈ હૂ લવ્ડ મીમાં પણ કર્યો છે.

એસ્ટન માર્ટિન વી8 વાન્ટેજ
એસ્ટન માર્ટનની આ બહેતરીન કારનો પ્રયોગ ધ લીવિંગ ડેલાઇલ્ટ્સ ફિલ્મમાં કરાયો છે.

બીએમડબ્લ્યૂ 759 આઈએલ
બ્રિટિશ કાર નિર્માતાઓ ઉપરાંત બૉન્ડની ફિલ્મોમાં જર્મનીની કાર નિર્માતા કમ્પની બીએમડબ્લ્યૂની કારોનો પણ ખૂબ પ્રયોગ કરાયો છે. બૉન્ડની ફિલ્મ ટુમૉરો નેવર ડાઈઝમાં બીએમડબ્લ્યૂ 750 આઈએલ સિડાન કારનો પ્રયોગ કરાયો છે.

મર્ક્યુરી કૉગર એક્સઆર-7
મર્ક્યુરી કૉગર એક્સઆર-7 કારનો પ્રયોગ જેમ્સ બૉન્ડની ફિલ્મ ઑન હર મૅજેસ્ટી સીક્રેટ સર્વિસમાં કરાયો છે. આ કાર અમેરિકન કાર નિર્માતા કમ્પની ફોર્ડની બ્રાન્ડ છે.

ટોયટા 200 જીટી રોડસ્ટર
ટોયટાની આ બહેતરીન કારનો પ્રયોગ યૂ ઑન્લી લાઇવ ટ્વાઇસમાં કરાયો છે.

ફોર્ડ મસ્ટૅંગ મૅક1
જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં ફોર્ડની મસ્ટૅંગને પણ ઘણી લોકપ્રિયતા હાસલ થઈ છે. આ બહેતરીન સ્પોર્ટ કારનો પ્રયોગ બૉન્ડની ડાયમંડ્સ આર ફૉરેવરમાં કરાયો છે.

બીએમડબ્લ્યૂ ઝેડ8
એવો બીજો પ્રસંગ હતો કે જ્યારે બૉન્ડની ફિલ્મમાં બ્રિટિશ કાર નિર્માતા ઉપરાંત જર્મન કાર નિર્માતા બીએમડબ્લ્યૂનો પ્રયોગ કરાયો હતો. બૉન્ડની ફિલ્મ ધ વર્લ્ડ ઇઝ નોટ ઇનફમાં બીએમડબ્લ્યૂની આ બહેતરીન કારનો પ્રયોગ કરાયો હતો.

એસ્ટન માર્ટિન ડીબીએસ
એસ્ટન માર્ટિન એક અરસાથી બૉન્ડની ફિલ્મોમાં સફળતાપૂર્વક ફર્રાટા ભરી રહી છે. એસ્ટન માર્ટિનની ડીબીએસ બ્રાન્ડ મુખ્યત્વે બૉન્ડની ફિલ્મો માટે જ તૈયાર કરાઈ હતી. આ બહેતરીન કારને ડેનિયલ ક્રેગ દ્વારા અભિનતી ફિલ્મ કૅસીનો રૉયલ તથા ક્વાંટમ ઑફ સોલેસમાં પ્રયોગ કરાયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
