સનમીતના જ્ઞાન કૌશલ્ય પર મંત્રમુગ્ધ બિગ બી
મુંબઈ, 7 જાન્યુઆરી : કૌન બનેગા કરોડપતિ 6 એટલે કે કેબીસી 6ના પ્રથમ કરોડપતિ મહિલા સનમીત કૌરના અમિતાભ બચ્ચને મન મૂકીને વખાણ કર્યાં છે. અમિતાભ બચ્ચને બ્લૉગ ઉપર લખ્યું છે કે આજના યુગમાં મહિલાઓ કોઈ પણ બાબતમાં પુરુષો કરતાં ઓછી નથી. આ વાત સનમીત કૌરે ખરી રીતે સાબિત કરી આપી છે.

અમિતાભ બચ્ચને લખ્યું છે કે સનમીત ખૂબ આત્મવિશ્વાસુ છે. હૉટ સીટ પર સનમીતના ચેહરા ઉપર જરા પણ ગભરાટ નહોતો. અમિતાભે લખ્યું છે કે સનમીત લોકો માટે અને દેશની દીકરીઓ માટે એક આદર્શ છે.
નોંધનીય છે કે કેબીસી 6માં આ વખતે સનમીત કૌરે પાંચ કરોડ રુપિયા જીત્યાં છે. સનમીત કૌર મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. તેઓ 12મા ધોરણ સુધી ભણેલા છે, પરંતુ બાળકોને ટ્યુશન આપે છે.
અમિતાભે લખ્યું છે કે સનમીત પાસેથી લોકોએ પાઠ લેવો જોઇએ. સનમીતે સાબિત કર્યું છે કે જ્ઞાન જ સફળતાની ચાવી છે અને જેની પાસે જ્ઞાન છે, તેને સફળ થતાં કોઈ ન રોકી શકે. અમિતાભને સનમીત સાથે મળી ખૂબ ગમ્યું. તેમણે જણાવ્યું કે સનમીત જેવા લોકો દેશ અને સમાજ માટે પથ-પ્રદર્શક બની શકે છે. સનમીત કૌર અગાઉ બિહારના સુશીલ કુમારે ગત સીઝનમાં પાંચ કરોડ રુપિયા જીત્યા હતાં. જોકે સનમીતે પણ પોતાની જીતનો શ્રેય પોતાની મહેનત, જ્ઞાન અને ઉપરવાળાના આશીર્વાદને આપ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
