સેલેનાએ વર્ણવી બૉડી શેમિંગની પીડા, લોકો મજાક બનાવતા હતા, માનસિક સ્થિતિ પર પડ્યો પ્રભાવ
હોલિવુડની જાણીતી અભિનેત્રી અને ગાયક સેલેને ગોમેઝે હાલમાં જ પોતાના વધતા વજન અને તેનાથી થતી તકલીફ (બૉડી શેમિંગ) વિશે ખુલાસો કર્યો છે.
હોલિવુડની જાણીતી અભિનેત્રી અને ગાયક સેલેને ગોમેઝે હાલમાં જ પોતાના વધતા વજન અને તેનાથી થતી તકલીફ (બૉડી શેમિંગ) વિશે ખુલાસો કર્યો છે. ઈટીઑનલાઈન ડૉટૉમના રિપોર્ટ મુજબ પોતાની દોસ્ત રકેલે સ્ટીવંસના વીડિયો પૉડકાસ્ટ 'ગિવિંગ બેક જનરેશન'ના એક એપિસોડમાં ગોમેઝે આ વાતનો ખુલાસો કર્યો કે તેના વજન માટે તેના પર ઘણા લોકોએ કમેન્ટ કરી હતી. આ કમેન્ટની તેના દિમાગ પર અને તેની માનસિક સ્થિતિ પર પડ્યો હતો.

સેલેનાએ જણાવ્યુ - હું લ્યુપસથી પીડિત હતી
ગોમેઝે જણાવ્યુ કે, ‘હું લ્યુપસથી પીડિત હતી અને કિડનીની સમસ્યાઓ સામે ઝઝૂમી રહી હતી,આવી તો ઘણી મુશ્કેલીઓ હતી જેનાથી હું ઘેરાયેલી હતી અને એ વખતે મે બૉડી શેમિંગ જેવી વસ્તુને પહેલી વાર નોટિસ કરવાનુ શરૂ કર્યુ.' જો કે સેલેનેએ એ પણ કહ્યુ કે લ્યુપસે સીધી રીતે તો તેને વધતા વજનને પ્રભાવિત નહોતુ કર્યુ પરંતુ બીજી ઘણી આરોગ્ય સમસ્યાઓના કારણે અને તેના સંઘર્ષના કારણે આવુ થયુ. તેણે કહ્યુ કે તે દિવસો ખૂબ મુશ્કેલીભર્યા હતા જ્યારે તે તણાવપૂર્ણ દોરમાં લોકો દ્વારા તેની મજાક બનાવવામાં આવતી હતી અને આનાથી તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી.

એક્સ બૉયફ્રેન્ડની પત્ની વિશે સેલેનાએ કરી હતી અપીલ
ગોમેઝે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો પોસ્ટ કરીને પોતાના પ્રશંસકોને આગ્રહ કર્યો હતો કે તે બીજી મહિલાઓ પર ટિપ્પણીઓ કરવાનુ બંધ કરે. તમને જણાવી દઈએ કે મૉડલ હેલી બીબરે ટ્રોલર્સનો સામનો ત્યારે કરવો પડ્યો જ્યારે સેલેનાએ પોતાનુ નવુ ગીત ‘લુઝ યુ ટુ લવ મી' રિલીઝ કર્યુ. ત્યારબાદ ભારે ટ્રોલિંગના કારણે સેલેનાએ આ અનુરોધ કર્યો. સેલેનાનુ નવુ ગીત હાર્ટબ્રેક પૉપ સોંગ રૂપે જોવા મળી રહ્યુ છે. મોટાભાગના પ્રશંસકોનુ એ માનવુ છે કે આ ગીત હેલીના પતિ તેમજ સેલેનેના પૂર્વ પ્રેમી પૉપ સ્ટાર જસ્ટીન બીબર સાથે ર કરાયેલ તેના સંબંધોના સંદર્ભમાં છે.

પ્રવાસીઓની સ્થિતિ પર ડૉક્યુમેન્ટરી સીરિઝ બનાવશે સેલેના
સેલેના ગોમેઝ હવે પોતાના કરિયરને એક નવા વળાંક પર લઈ જવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં ગોમેઝે નેટફ્લિક્સ માટે એક ડૉક્યુમેન્ટરી સીરિઝ પ્રોડ્યુસ કરવા માટે પૂરી તૈયારી કરી લીધી છે. ગોમેઝ પોતાની આ ડોક્યુમેન્ટરી સીરિઝનુ નામ રાખ્યુ છે લિવિંગ અનડૉક્યેમેન્ટેડ. તેની આ સીરિઝમા લગભગ આઠ પરિવારોની સાચી કહાની બતાવવામાં આવશે. સીરિઝમાં બતાવવામાં આવશે કે આ પરિવાર દેશનિકાલ સામે ઝઝૂમી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
