બે-બે જેનિફરને પછાડી સૅંડ્રા બુલૉક બની સૌથી મોંઘી હૉલીવુડ અભિનેત્રી : જુઓ Top 10 List
ન્યુયૉર્ક, 6 ઑગસ્ટ : અભિનેત્રી સૅંડ્રા બુલૉક હૉલીવુડની સૌથી મોંઘી અભિનેત્રી તરીકે ઉપસી આવ્યા છે. ફોર્બ્સ મૅગેઝીને સૅંડ્રા બુલૉકને સૌથી મોંઘી અભિનેત્રી તરીકે જાહેર કરી છે. બુલૉકે જેનિફર લૉરેંસ અને જેનિપર એનિસ્ટનને પછાડી ફોર્બ્સની મોંઘેરી અભિનેત્રીઓની લેટેસ્ટ યાદીમાં ટોચનું સ્થાન હાસલ કર્યુ છે.
ફોર્બ્સ મૅગેઝીનના જણાવ્યા મુજબ સૅંડ્રા બુલોક ગ્રૅવિટી ફિલ્મ બદલ આ વર્ષની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનુ પુરસ્કાર મેળવવામાં નિષ્ફળ રહ્યાં, પણ તેઓ સૌથી મોંઘી અભિનેત્રી જરૂર બની ગયાં. ગ્રૅવિટીના કારણે જ બુલોક ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની નવી યાદી 2014માં સૌથી ઉપર આવી ગયાં છે.
ચાલો તસવીરો સાથે જોઇએ ફોર્બ્સની મોંઘેરી હૉલીવુડ અભિનેત્રીઓની Latest Top 10 List 2014 :

સૅંડ્રા બુલોક નંબર 1
સૅંડ્રા બુલોક ફોર્બ્સની યાદી મુજબ સૌથી મોંઘી અભિનેત્રી બનીને ઉપસી આવ્યાં છે. 2014ની ફોર્બ્સની યાદીમાં સૅંડ્રા બુલોકે ટોચનું સ્થાન મેળવ્યું છે અને આ પૉઝિશન તેમને ગ્રૅવિટી ફિલ્મના કારણે હાસલ થઈ છે. સૅંડ્રા બુલોકે જૂન, 2013થી જૂન, 2014 દરમિયાન 5.10 કરોડ ડૉલરની કમાણી કરી છે.

જેનિફર લૉરેંસ નંબર 2
હૉલીવુડ અભિનેત્રી જેનિફર લૉરેંસ બીજા સ્થાને રહ્યાં છે. આ 23 વર્ષીય અભિનેત્રીએ ધ હંગર ગેમ્સ દ્વારા 3.40 કરોડ રુપિયાની કમાણી કરી છે.

જેનિફર એનિસ્ટન નંબર 3
જેનિફર એનિસ્ટન ફોર્બ્સની યાદીમાં 3.10 કરોડ ડૉલરની કમાણી સાથે ત્રીજા સ્થાને રહ્યાં છે.

ગ્વેનિથ પાલ્ટ્રો નંબર 4
અભિનેત્રી ગ્વેનિથ પાલ્ટ્રોની કમાણી 1.90 કરોડ ડૉલર રહી કે જેના કારણે તેમને 4થી પૉઝિશન હાસલ થઈ છે.

એંજેલિના જોલી નંબર 5
એંજેલિના જોલીની કમાણી 1.80 કરોડ ડૉલર રહી છે અને તેમણે પાંચમુ સ્થાન હાસલ કર્યુ છે.

કૅમરન ડિયાઝ નંબર 5
કૅમરન ડિયાઝ પણ 1.80 કરોડ ડૉલરની કમાણી સાથે પાંચમા સ્થાને રહ્યા છે.

સ્કારલેટ જ્હૉન્સન નંબર 6
સ્કારલેટ જ્હૉન્સન 1.70 કરોડ ડૉલર સાથે છઠ્ઠા સ્થાને રહ્યાં છે.

એમી એડમ્સ નંબર 7
હૉલીવુડ અભિનેત્રી એમી એડમ્સની કમાણી 1.30 કરોડ ડૉલર રહી છે અને તેઓ સાતમા સ્થાને રહ્યાં છે.

નતાલી પોર્ટમૅન નંબર 7
નતાલી પોર્ટમૅન પણ 1.30 કરોડ ડૉલરની કમાણી સાથે સામતા સ્થાને રહ્યાં છે.

ક્રિસ્ટન સ્ટીવર્ટ નંબર 8
ક્રિસ્ટન સ્ટિવર્ટની કમાણી 1.20 કરોડ ડૉલર રહી છે અને તેઓ પણ આઠમા સ્થાન સાથે ટૉપ 10ની યાદીમાં સામેલ થવામાં સફળ રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
